________________
સંસાર પરિભ્રમણનું સફળ નિદાન
ભવભાવના ગ્રંથ
સારું ઓછું કર્યું છે માટે આત્મા સંસારમાં રખડ્યો નથી પરંતુ ખરાબ ઘણું કર્યું છે માટે આત્મા સંસારમાં રખડ્યો છે.
ખરેખર ! જો સંસાર પરિભ્રમણ ઉપર પૂર્ણ વિરામ મૂકવું હોય તો ધર્મપ્રવૃત્તિ કરતાં પાપનિવૃત્તિ ઉપર વધુ જોર લગાવવાની જરૂર છે.
મહામહિમ શાસ્ત્રકાર પરમર્ષિ મલધારી પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ ચારેય ગતિના દારૂણ દુઃખનો ચિતાર “ભવભાવના' ગ્રંથમાં રજુ કર્યો છે એ ગ્રંથનું સર્જન કરીને આપણા જેવા સંસાર-રસિક આત્માઓનો સંસાર પ્રત્યેનો રસ નીચોવી નાખ્યો છે. પ્રાકૃત ગિરામાં ગ્રથિત આ ગ્રંથરત્ન સર્વજન ગ્રાહ્ય બને એ માટે પૂજ્ય મુનિરાજ શ્રી સુમતિશેખર વિજયજી મહારાજે ગુર્જરગિરામાં અનુવાદ કર્યો છે.
આ ગ્રંથ અભ્યાસી વર્ગના કરકમલોમાં સ્થાપિત કરવાનું શ્રેય શ્રી જે.મૂ.ત.ઉદય કલ્યાણ આરાધક જૈન ટ્રસ્ટ-દહાણુકરવાડી, કાંદિવલી તથા શ્રી જિનાજ્ઞા આરાધક ટ્રસ્ટ - રામનગર, મુલુંડ. આ બન્ને શ્રી સંઘે સમર્પિત કરેલા જ્ઞાનદ્રવ્યના સદુપયોગને આભારી છે. અરિહંત આરાધક ટ્રસ્ટ એ બન્ને શ્રી સંઘના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.