________________
છે હૈયામાં આઘાત જેનો એવો બળભદ્ર એકાએક લાકડાની જેમ નિશેષ્ટ પૃથ્વી પર ઢળી પડ્યો. પછી ભાનમાં આવ્યા પછી રામ ભયંકર મોટા અવાજને કરે છે અને વૃક્ષો અને પર્વતોના તોડાતા છે શિખરોના અગ્રભાગો જેના વડે એવા સિંહનાદને કર્યો. આ અરણ્યની મધ્યમાં સુખથી સૂતેલો પૃથ્વી પર એક વીર એવો મારો ભાઈ જે કોઈ અધમવડે હણાયો છે તે અધમ મારી પાસે અહીં પોતાનું કુળ, પરાક્રમ અને નામ જણાવે, છળ કરીને જે નાશી જાય તે કુતરાઓનો ધર્મ છે. રોહિણીપુત્ર (બળદેવ) ને હણ્યા વિના જે કૃષ્ણને હણેલો માને છે તે દુર્મતિ મૂઢાત્મા થોડોક સમય જ આનંદ પામશે. શસ્ત્ર વિનાનાને, સૂતેલાને, મત્ત થયેલાને, બાળકને, મુનિને, સ્થવિરને તથા સ્ત્રીને જે હણે છે તેના આલોક અને પરલોક બંને હણાયા છે. મોટા આવાજથી આ પ્રમાણે બોલતો રામ તે વનમાં ભમે છે અને શોક કરતો વારંવાર કૃષ્ણની પાસે આવે છે. પછી કૃષ્ણના મરણની ક્યાંયથી પણ ખબરને નહીં મેળવતો આશાથી મુકાયેલો કૃષ્ણને ભેટીને પ્રલાપ કરે છે. હે કૃષ્ણ ! હે મહાબલ! હે મારા નાનાભાઈ! ગુણથી મોટો ! અનાથ એવા મને મૂકીને હા ! તું કહ્યા વગર ક્યાં ગયો છે? (૪૦૮૨). હું રહું છું, હે ધીર! શું સારું પરાક્રમ? શું તારો યશ અથવા સૌભાગ્ય, રૂપ, રિદ્ધિ, સ્વીકૃતનું પાલન અથવા વાત્સલ્ય, ગંભીરતા, સ્થિરતા, શૂરવીરતા અથવા શું તારી બાણ શક્તિ, શું તારો ધર્મ ! શું તારી સત્યતા ! હે ગુણમય શરીર ! શું હું તને ન રડું અને પૂર્વે તું કહેતો કે હે રામ! તારા વિયોગને હું સહન નહીં કરું તેથી તે યાદવ ભૂષણ! એકાએક કેમ નિપુર થયો? હે કૃષ્ણ! શું જગતમાં એવો કોઈ પુરૂષ હશે જે પુરૂષવડે જવાયા માત્રથી ફરીથી પણ હું તારા સંગમના આનંદને મેળવીશ? આથી તારી પણ આવી અવસ્થા જોઈને અને સાંભળીને જે લોક અહીં જે કંઈપણ શોક કરશે તે લોક મૂઢ જ છે એમાં સંદેહ નથી. આ પ્રમાણે ઘણા પ્રકારે પૂર્વના પ્રસંગોને તથા રિદ્ધિને પ્રકટ કરીને, પ્રલાપ કરતો તે બળદેવ ઉન્મત્ત થયો. કૃષ્ણના તે શબને કાંધ ઉપર લઈને તે અરણ્યમાં ફુલોથી પૂજતો છ મહિના પૂર્ણ થયા ત્યાં સુધી ભમે છે ત્યાં સુધીમાં આ બાજુ તે સિદ્ધાર્થ વૈમાનિક દેવમાં ઉત્પન્ન થયો. અતિ સ્નેહથી વિનટિત ભાઈને જોઈને ત્યાં આવ્યો. (૪૦૯૦)
હવે સ્નેહથી ચંચળ થયું છે મન જેનું એવા બળદેવને આજે પણ અસાધ્ય (પ્રતિબોધને અયોગ્ય) જાણી, કરાયેલ છે કુટુંબી (ખેડુતોનો વેશ જેનાવડે એવો તે દેવ પથ્થરના ગાડાને બતાવે છે. પર્વતના અતિ વિષમ માર્ગથી નીચે ઉતારતા સમાન ભૂમિપર લાવે છે તેટલામાં ગાડાના સેંકડો ટૂકડાઓ થયા અને તે ટૂકડાઓને જોડીને ફરીથી રથ સાંધે છે. તેને જોઈને બળદેવ કહે છે કે જે સેંકડો ટૂકડાથી ચૂરાયેલ પથ્થરના ગાડાને પણ સાંધતો તું મૂર્ણ કરતા પણ અધિક મૂર્ખ છે. દેવપણ તેને કહે છે કે જો આ તારો મરેલો પણ ભાઈ જીવશે (જીવતો થશે) તો હું પણ ગાડાને સાંધી શકીશ. તેથી ગુસ્સે થઈને બળદેવ ચાલ્યો ગયો. ફરી પણ બીજી જગ્યાએ પથ્થરની શિલાપર કમળોને રોપતો દેવ રામ વડે ઠપકો અપાયો. દેવ પણ તેને તે પ્રમાણે (પૂર્વ મુજબ) ઉત્તર આપે છે. (૪૦૯૫) અને ક્યાંક દાવાથિી બાળેલા સુકાયેલા વૃક્ષના કુઠાને પાણીથી સિંચન કરે છે અને ક્યાંક વળી મરેલી ગાયોના હાડકાઓને લાંબો સમય સુધી ભેગા કરીને જીવતી કરવા પ્રયત્ન કરે છે. બધી ગ્યાએ રામે દેવને ઠપકો આપ્યો, દેવ પણ તેને તેવા પ્રકારના ઉત્તરો આપે છે. પછી આવા પ્રકારના ઘણાં દષ્ટાંતોથી પ્રતિબોધ
182