________________
એવા સર્વ જિનેશ્વરોને નમસ્કાર થાઓ. શાશ્વત સ્થાનને પ્રાપ્ત થયેલા સર્વ સિદ્ધોને નમસ્કાર થાઓ નમસ્કાર થાઓ અને પંચાચારનું (૪૫) પાલન કરનારા અને ઉપદેશ આપવામાં રત એવા આચાર્યોને નમસ્કાર થાઓ. સૂત્ર રૂપી અમૃતના દાનમાં રત એવા સર્વ ઉપાધ્યાયોને પ્રણામ કરું છું. એક મોક્ષસુખને સાધવામાં રત, તપ અને નિયમમાં સુસ્થિત, સહાય કરવામાં તત્પર એવા સાધુઓને નિત્ય નમસ્કાર થાઓ. (૪૦૫૩) ક્ષાયિક સમ્યક્ત્વ રૂપી ગુણાદિ દાનથી કરાયેલ મોટા પ્રસાદ વડે, ભવરૂપી આંધળા કૂવામાંથી જેનાવડે હું ઉદ્ધાર કરાયો છું તેનો હું દાસ છું. સકલ ત્રણ લોકના પ્રભુ, ભૂષિત કરાયો છે હરિવંશનો પક્ષ જેના વડે, હમણાં પણ સૂર્યની જેમ ભવ્ય જીવોરૂપી કમળોને પ્રતિબોધ કરનારા અહીં રહેલા એવા મને જોનારા તેવા શ્રી નેમિનાથના ચરણ કમળોને હું વિશેષથી હંમેશા નમસ્કાર કરું છું. (૪૦૫૬) તે પરમેષ્ઠિ અને પરિવાર સહિત નેમિપ્રભુની વિમૂઢ એવા મારાવડે જે આશાતના કરાઇ છે તે આશાતનાનું હું મિથ્યા દુષ્કૃત કરું છું અને તથા રાજ્યારંભમાં નિરત એવા મારાવડે જે પાપો રાગદ્વેષથી અને પ્રમાદ અને અજ્ઞાનથી કરાયા છે તે મારા પાપોનું હું મિથ્યા દુષ્કૃત કરું છું. તથા આભવ અને પરભવમાં મન - વચન અને કાયાથી ક્યાંય પણ જીવો દુભાવાયા હોય તે સર્વ જીવો મને ક્ષમા કરો. હું પણ તેઓને ખમાવું છું અને હું સર્વ વૈરનો ત્યાગ કરું છું આ પ્રમાણે બોલતો અધિક વેદનાથી પીડાયેલો સંથારામાં સૂઇને, જિન સન્મુખ મસ્તકને કરીને વિચારે છે કે તે નેમિજિનેશ્વર ધન્ય છે, તે વરદત્તાદિ રાજાઓ ધન્ય છે, પ્રદ્યુમ્ન, શાંબ, સારણ વગેરે કુમારો પણ સુકૃતાર્થ છે. (૪૦૬૨) રાજીમતી, રુક્મિણી તથા માતાઓ અને યાદવીઓ ધન્ય છે જેઓવડે સંપૂર્ણ દુઃખનું ઘર એવો ગૃહવાસ ત્યાગ કરાયો. તત્ત્વમાં સારી રીતે લીન થયેલા, તપ-નિયમમાં રહેલા એવા સુખી છે કે જેઓ આ લોકમાં આવી વિટંબનાઓ સહન કરતા નથી અને પરલોકમાં પણ સુગતિમાં ગયા છે. વિષયમાં આસક્ત એવા મારાવડે ત્યારે વ્રત ગ્રહણ ન કરાયું તેથી અહીં પણ દારુણ દુઃખોને સહન કરું છું આ પ્રમાણે કૃષ્ણ આત્માની ભાવના કરે છે ત્યારે સર્વ અંગોને ભાંગતો પ્રબળ વાયુ કોપાયમાન થાય છે. પછી ઘણી વેદનાવાળો, તૃષ્ણાને વશ થયેલો, પ્રહારથી પીડાયેલો, પ્રબળ પવનની પીડાથી દુઃખી થયેલો ચાલ્યો ગયો છે પૂર્વનો વિવેક જેનો એવો કૃષ્ણ નગરીને અને ઋદ્ધિને તથા ભાઇઓને યાદ કરીને વિચારે છે કે હું એક હજાર વર્ષના આયુષ્યવાળો થયો ત્યાં સુધી કોઇપણ વડે પરાભવ નથી કરાયો પરંતુ જુઓ તો ખરી ! તે લિંગી માત્ર દ્વીપાયન વડે અકારણ મારા ઉપર શા માટે આવું આચરાયું ? ભુવનમાં એક મલ્લ એવા મારી પાસે તે કેટલો માત્ર છે. (૪૦૬૯) જો હું ક્યાંય પણ તેને જાઉં તો તેના નામને પણ નાશ કરું અને તેના ઉદરમાંથી નગરી કુલ અને રિદ્ધિને બહાર કાઢું. આ રીતે અંતમાં મનની અંદર અલક્ષ્ય (૪૬) એવા રૌદ્રધ્યાનને કરીને ત્રીજી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. (૪૦૭૧)
અને આ બાજુ બલભદ્ર પાણી લઇને ત્યાં આવ્યો અને કૃષ્ણ સુખથી સૂતો છે એમ માનતો એક ક્ષણ જેટલામાં રહ્યો તેટલામાં કાળી માખીઓ તેના મુખ પર ચોંટી. તે જોઇને જેટલામાં વજ્રને દૂર કરે છે તો મરેલા ભાઇને જુએ છે. સ્નેહના અતિરેકના વશથી શોકથી ઉત્પન્ન થયેલ
(૫) જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર છે.
(૪૬) અલક્ષ્ય રૌદ્રધ્યાન : વચન અને કાયાનું રૌદ્રધ્યાન પ્રગટ રૂપે ન હોય અને માત્ર મનથી જ રૌદ્રધ્યાન થયું હોય તેવું.
181