________________
પીડિત થયો છું ક્યાંયથી પણ પાણી લઇ આવ એમ કહીને એક પગ પર બીજા પગને ચઢાવીને માર્ગના વૃક્ષની નીચે સૂવે છે પછી તેના જ પીળા વસ્ત્રથી તેને ઓઢાળીને બળદેવ પણ પાણી લેવા માટે જલદી જાય છે.
હવે ત્યાં ધારણ કરાયો છે શિકારીનો વેશ જેના વડે, યમની જેમ ધનુષ્ય અને બાણને ધારણ કરતો હોવાથી દુપ્રેક્ષ્ય મૃગોના શિકારને કરતો જરાકુમાર ક્યાંયથી પણ ત્યાં આવ્યો. આટલા કાળ સુધી પણ કૃષ્ણની રક્ષા કરવા માટે વનમાં રહ્યો. વનમાં રેશમી વસ્ર ઓઢેલા કૃષ્ણને જોઇને હરણની શંકાથી ધનુષ્યથી ખેંચેલા બાણને છોડે છે. તે બાણથી પગતળનાં મર્મપ્રદેશમાં વીંધાયેલ હરિ એકાએક બેસીને કહે છે કે અહો ! આ છલથી પ્રહાર કરનાર કોણ છે ? પોતાનું નામ ગોત્ર અને બીજું હમણાં મને જલદીથી કહો કારણ કે મારાવડે અજ્ઞાતવંશવાળો કોઇપણ ક્યારેય પણ હણાયો નથી. જરાકુમાર પણ કહે છે કે હરિવંશનો વિભૂષણ ધીર વસુદેવનો જરાદેવીની કુક્ષિમાં વસેલો હું પુત્ર છું અને ત્રૈલોક્યમાં બળવાન એક મલ્લભૂત એવા કૃષ્ણ અને બળદેવનો જરાકુમાર નામે ભાઇ છું અને કૃષ્ણની રક્ષા નિમિત્તે બાર વરસ સુધી આ વનમાં રહેલા મારાવડે ક્યારેય પણ અહીં માણસ જોવાયો નથી પરંતુ તું કોણ છે ? (૪૦૩૫) પછી કૃષ્ણ તેને કહે -છે કે હે પુરિસવર સિંહ ! તું અહીં આવ. હે નિરૂપમ સ્નેહવાળા ! તારો આ પરિશ્રમ નિષ્ફળ ગયો. તે હું પોતે તારો ભાઇ કૃષ્ણ છું જેના નિમિત્તે તું આટલો કાળ આ અરણ્યમાં દુઃખી થઇને વસીઓ. એ પ્રમાણે સાંભળીને ભયભીત થયેલો, શંકિત થયેલો હા હા દૈવ! શું આ કૃષ્ણ જ છે ? આ પ્રમાણે વિચારતો તે પણ જેટલામાં આગળ આવે છે તેટલામાં પોતાના ભાઇને જુએ છે તેથી મૂર્છાના વશથી ‘ધસ’ એમ કરતા જરાકુમાર પૃથ્વીપર પડે છે અને પછી કોઇક રીતે ચેતનાને મેળવીને પોકારોથી વિલાપ કરતો અતિ ઘણાં શોકથી દુઃખી થયેલો પૂછે છે કે હે નરકેસરી! તું ક્યાંથી આવ્યો ? તને શું થયું ? શું દ્વારિકા બળાઇ ? યાદવ કુળનો અંત થયો ? એ પ્રમાણે તેના વડે પુછાએ છતે કૃષ્ણ પણ તેને અહીં વનમાં આવ્યા સુધીનો સર્વ વૃત્તાંત કહે છે. પછી જરાકુમાર પણ અધિક વિલાપ કરે છે અને કહે છે કે ભાતૃઘાતી પાપી એવો હું ક્યાં શુદ્ધ થઇશ ? આ પ્રમાણે વિલાપ કરતા તેને કૃષ્ણ કહે છે કે હે નરેન્દ્ર ! શોકથી સર્યું. સર્વ પણ લોક પૂર્વે કરેલા પુણ્ય પાપને ભોગવે છે. (૪૦૪૩) શુભ કે અશુભ જે જીવો વડે અહીં જે રીતે ઉપાર્જન કરાયું છે તે તે રીતે જ પરિણમે છે ત્યાં અન્ય કોઇ અપરાધી બનતો નથી. તેથી જેટલામાં રામ મારા માટે પાણી લઇને ન આવે ત્યાં સુધીમાં તું જલદીથી પાછો ફર જેથી રામ પણ ભાતૃવધ ન કરે અને મારી પાસેથી કૌસ્તુભ રત્ન લઇને પાંડવપુરીમાં જા. તેઓને આ રત્ન અર્પણ કરજે અને આ વ્યતિકરને કહેજે થોડાક ભૂમિ ભાગ સુધી તારે અવડા પગે જવું નહીંતર પદાનુસરીથી રામ તને પકડી લેશે ઇત્યાદિ શિખામણ આપીને નહીં ઈચ્છતો છતાં પણ વિસર્જન કરાયો અને બાણને પગમાંથી કાઢીને અને કૌસ્તુભ મણિ લઇને તે ગયો. પછી ઘણો પીડાતો હોવા છતાં ઘણાં પ્રશાંત મુખવાળા તથા ચરણની વેદનાથી અંદરમાં તૂટતું છે સર્વ શરીર જેનું એવો કૃષ્ણ ઘાસનો સંથારો રચીને તેના ઉપર પલાંઠીવાળીને બેઠેલો, મસ્તક પર રચેલી છે અંજલિપુટ જેણે, વિનય સહિત કરાયો છે. ઉત્તરાસંગ જેનાવડે એવો તે કહે છે, ‘“ઇન્દ્રો વડે નમન કરાયા છે ચરણો જેના
180