________________
મોટા કષ્ટને પ્રાપ્ત થયો હોય તો પણ બાળકની જેમ કેમ પ્રલાપ કરે? તેથી જિનવચનને યાદ કર, ધીરજનું અવલંબન કર અને સ્થિર થા. સાહસ છે ધન જેઓનું એવાઓને ફરીથી પણ સંપત્તિઓ દુર્લભ નથી. આ પ્રમાણે રામવડે આશ્વાસિત કરાયેલ કેશવ કહે છે કે હે ભાઈ! સમૃદ્ધિથી રહિત અને સ્થાનથી ભ્રષ્ટ આપણે હમણાં કઈ દિશામાં જઈશું? (૪૦૦૪) પછી બલભદ્ર કહે છે કે પાંડુપુત્રો આપણા પરમ બંધુઓ છે અને તેઓ હમણાં દક્ષિણ મથુરામાં છે, આપણે ત્યાં જઈએ. આ પ્રમાણે મંત્રણા કરીને કૃષ્ણ અને બળદેવ મથુરા નગરી તરફ ચાલ્યા.
હવે આ બાજુ દ્વારિકા નગરી ચારે બાજુથી બળે છે ત્યારે રામનો કુજ વારક નામનો શ્રેષ્ઠપુત્ર, બાળક એવો ચરમ શરીરી મહેલના ટોંચ ઉપર ચઢીને, ઊંચી બાહુ કરીને પોકાર કરે છે કે તે નેમિ સ્વામીનો હું શિષ્ય છું. હમણાં હું વ્રતનિયમને ધરનારો છું. નેમિ જિનેશ્વરની આજ્ઞામાં નિરત છું. જે જિનવચન સત્ય હોય તો અને જો જિનેશ્વરોનું શાસન હોય તો અને હું આ ભવમાં મોક્ષગામી કહેવાયેલ હોઉં તો હું શા માટે બળું છું? આ પ્રમાણે કહે છતે જીં ભક દેવોવડે ઊંચકીને પલ્લવદેશમાં જિનેશ્વરની પાસે લઈ જવાયો. (૪૦૧૦) અને ત્યાં દ્વારિકામાં રહેલી રામની પત્નીઓ સહિત બત્રીસ હજાર કૃષ્ણની સ્ત્રીઓએ બીજા યાદવ સ્ત્રી પુરૂષોએ અને કુમારોએ શ્રી નેમિ જિનેશ્વરને ચિત્તમાં કરીને અનશન કર્યું. છ માસ સુધી બળેલી દ્વારિકા નગરી સમુદ્રવડે ડુબાવાઈ. રામ અને કેશવ પણ માર્ગમાં કંદમૂળ અને પત્રોનું ભોજન કરતા અને શુદ્ધ ભૂમિપર શયન - આસન સ્થાનોને કરતા, પર્વતના ઝરણાં અને નદીઓના જળનું પાન કરીને, શોકથી ગળતા છે આંસુ જેના એવા તેઓ સામાન્ય જનની જેમ પગેથી જ જાય છે. નથી જણાયું સ્વરૂપ જેઓ વડે (અર્થાત્ માર્ગના અજાણ) એવા કૃષ્ણ અને બળદેવ કોઈપણ રીતે (મુશ્કેલીથી) સૌરાષ્ટ્ર દેશને પાર કરે છે. (૪૦૧૫) અને દુઃખથી ભરાયેલું છે મન જેઓનું એવા તે બે આગળ ચાલે છે ત્યારે માર્ગમાં હસ્ત કલ્પ નગરમાં કૃષણ ભુખથી એવો પીડાયો કે જેથી કરૂણતાથી કહે છે કે હે બાંધવ! થાકેલો હું હવે આગળ ચાલવાને સમર્થ નથી. તેથી ક્યાંયથી પણ ભક્ત પાનને લઈ આવ. પછી બળદેવ કહે છે કે હે વત્સ! તું ધીરજ રાખ આ હું હમણાં લઈ આવું છું. પછી નગરની અંદર જઇને વીંટીને વટાવીને અન્નાદિકને ખરીદીને નગરમાંથી નીકળતો ધૃતરાષ્ટ્રના પુત્રવડે જોવાયો.(૪૦૧૮) નગરના દરવાજાને જલદીથી બંધ કરાવીને તે મહાબલ રાજાએ તેઓના વધને માટે ઘણું મોટું સૈન્ય મોકલ્યું. કરાયો છે સિંહનાદ જેનાવડે એવો બલદેવ પણ આલાન સ્તંભને ઉખેડીને સૈન્ય તરફ ચાલ્યો અને કૃષ્ણ પણ તેના શબ્દને જાણીને, આવીને નગરના દરવાજાને પેનીના પ્રહારથી ભાંગે છે અને દરવાજાના ટૂકડાને લઈને બલદેવની સાથે તેના સર્વ સૈન્યને ચૂરે છે. આગીયાના ઘણાં સમૂહો ભેગા થાય તો પણ તેઓ વડે અસ્ત સમયનો પણ સૂર્ય તેજથી ક્યારેય પણ જીવાતો નથી. લીલાથી નગરમાંથી બહાર નીકળી નિર્મળ સરોવર પર જઇને તે બંને પણ ભોજન પાણી કરીને ક્રમથી આગળ જતાં ફળ અને ફુલોના સારવાળા વૃક્ષોથી રહિત પોકાર કરતો હોય તેની જેમ ઊંચા હાથવાળો, સૂકાયેલ વૃક્ષોની સફેદ (ફિક્કી) ડાળીઓવાળા કૌશંબવનમાં પહોંચ્યા. (૪૦૨૪) મધ્યાહ્નના સૂર્યના 'કિરણોથી અને માર્ગના પરિશ્રમથી ઘણો દ્રુષિત થયેલો, મૂચ્છથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો કૃષ્ણ તે વનમાં ઝાડની નીચે બેસે છે અને કૃષ્ણ બળદેવને કહે છે કે હું તરસથી ઘણો
179