________________
સ્વયં કૃષ્ણ અને રામ ખેંચે છે એટલે તડ” એમ કરતા બંને ધરીઓ તૂટી તો પણ તેઓવડે બળથી ખેંચીને કઢાય છે ત્યારે હે પરાક્રમી કૃષ્ણ ! હે હે વીરોમાં પરાક્રમી બળદેવ! હે સ્વામિન્ ! અગ્નિમાં બળતા એવા અમારું તું રક્ષણ કર. (૩૯૭૯) આ પ્રમાણે દ્વારિકામાં ઘરે ઘરે પ્રલાપ કરતા લોકોને સાંભળતા તેઓ વડે તે રથ નગરીના દરવાજા પાસે લવાયો. ગાઢબંધ કરાયેલ કપાટને દેવવડે ઇન્દ્ર ખીલાથી (જ) બંધ કરાયો. પછી બળદેવ પેનીના પ્રહારથી તે કપાટને ભાંગે છે તો પણ રથ બહાર નીકળતો નથી. પછી દેવ તે બંનેને આ પ્રમાણે કહે છે કે અરે ! તમે મારા પર ફોગટ ગુસ્સે ન થાઓ. કેમકે તમને પહેલાં કહ્યું છે કે તમે બેને છોડીને બાકીના સર્વમાંથી કોઈપણ બચશે નહીં તેથી તમે માતા - પિતાના રાગને છોડો. આ પ્રમાણે દેવવડે કહેવાય છતે માતા - પિતા વડે રામકૃષ્ણ કહેવાય કે હે વત્સ! તમે જલદીથી બહાર નીકળો અને પોતાના પ્રાણોનું રક્ષણ કરો. યાદવ કુલના નાભિભૂત, પ્રસિદ્ધ પરાક્રમવાળા એવાં તમે જીવે છતે સર્વ પણ લક્ષ્મીઓ ફરીથી મળશે. અમારા વિશે તમારા વડે સર્વ પ્રકારનો ઉદ્યમ કરાયો છે. ત્રિભુવનમાં પણ કોઈપણ ભવિતવ્યતાથી બળવાન નથી. (૩૯૮૬) શ્રી નેમિજિનેશ્વર પાસે અમારાવડે દીક્ષાને કેમ ગ્રહણ ન કરાઈ ? તેથી તમે જાઓ અહીં અમે સ્વકૃત કર્મને ભોગવીશું. આ પ્રમાણે માતા પિતા વડે આગ્રહપૂર્વક કહેવાયેલા, દુઃખથી ભરપુર શરીરવાળા કૃષ્ણ અને બળભદ્ર માંડ-માંડ નગરીમાંથી નીકળ્યા અને જીર્ણ ઉદ્યાનમાં રહ્યા. પછી તે સળગતી નગરીને તથા ઘણાં પ્રલાપોથી રડતા લોકને જુએ છે. બળતા નાના છોકરાઓ માતાના કંઠમાં વીંટળાય છે. દુઃખી માતા પણ બળેલા અન્યની ઉપર પડે છે. ભવનના સમૂહો ફુટે છે, કીડા પર્વતોના શિખરો તૂટે છે. તિર્યંચો વિરસ રહે છે, ભયભીત સ્ત્રીવર્ગ પ્રલાપ કરે છે. ઈત્યાદિ દ્વારિકામાં અસમંજસ જોઈને, મોટા પોકારોથી કૃષ્ણ કરૂણાવાળા દીન વચનોને બોલતો રહે છે. (૩૯૯૨). હે હતભાગ્ય ! ત્રણસો સાઈઠથી અધિક લડાઇઓ જેના વડે જીતાઈ છે તથા જરાસંધનું માન જેનાવડે મોડાયું છે એવું મારું પરાક્રમ ક્યાં ગયું? દેવોથી અધિષ્ઠિત ચકાદિ રત્નો હેલાથી ક્યાં ગયા? મારી આજ્ઞાને કરનારા આઠ હજાર દેવો ક્યાં ગયા? અશિવને, ઉપશમ કરનારી તે ભેરી એકાએક ક્યાં નષ્ટ થઈ ? (૩૯૯૫) ઈન્દ્રનો સહાયક વૈશ્રમણી નગરીનો રચનાર તથા તે વીરકુમારો તથા રાજાઓ ક્યાં ગયા? ઇત્યાદિ પ્રલાપ કરતા કૃષ્ણને કોમળવાણીથી બલદેવ કહે છે કે હે બાંધવ ! તારાવડે શું ભગવાનનું વચન નથી સંભળાયું? સમૃદ્ધિની જે પરાકાષ્ટા છે તે સર્વે પણ અહીં જ પતનના અંતવાળી છે જેમ ગાઢ એવા અરણ્યના તૃણ - વૃક્ષોના સમૂહોની પરાકાષ્ટા અંતમાં નાશ પામે છે તેમ અહીં દ્વારિકામાં સર્વ પણ વસ્તુઓ નાશ પામનારી છે. પુણ્યના ઉદયમાં સમૃદ્ધિનો ઉદય થાય છે, પુણ્યના ક્ષયમાં સમૃદ્ધિનો ક્ષય થાય છે અંતે બંનેનો ક્ષય થાય છે. (૩૯૯૯) ઈન્દ્રજાળ સમાન સંસારના રસીક જીવોને પુણ્ય અને સમૃદ્ધિના ઉદયનો કંઇપણ ભેદ જણાતો નથી. પરંતુ તે જીવોની કોઇપણ તે મોહની નિબિડ ગ્રંથિનો ઉદય છે કારણ કે કેટલાકો એક વસ્તુ અસ્થિર પણ માને છે, જાણે છે અને બીજાને સ્થિર માને છે, જાણે છે અને બીજું અહીં સેંકડો આરંભોને શાશ્વત બુદ્ધિથી ચલાવે છે નહીંતર જિનેશ્વર વડે કહેવાયેલા તે વચનો જેના મનમાં વસે છે તે
(m) ઇન્દ્ર ખીલો : ઈંદ્રનીલો દરવાજાનો એક ભાગ છે જેનાથી દરવાજો સજ્જડ બંધ કરાય છે.
178