________________
ત્યાં ગયા અને જિનને નમીને સ્વસ્થાને બેઠા. (૩૯૫૩) ત્યાં ધર્મ સાંભળીને અલમુક, શાબ, નિષધ – પ્રદ્યુમ્ન અને સારણ પ્રમુખ સંવિગ્ન કુમારોએ દીક્ષા લીધી. આંસુથી ભરાયેલી છે આંખો જેની એવા કૃષ્ણ પાસેથી કોઈક રીતે રજા લઈને, સંસારવાસથી કંટાળેલી રુકિમણી દીક્ષા લે છે. સનિદાનવાળો દ્વિપાયન પણ મરીને ભવનપતિના અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થાય છે અને પૂર્વભવના વૈરને યાદ કરીને ગુસ્સે ભરાયેલો દ્વારિકા નગરીમાં આવે છે અને ત્યાં વ્રત અને નિયમમાં રહેલ, ધર્મમાં ઉઘત, દેવગુરૂના ભક્ત એવા સર્વલોકને જુએ છે, તેથી ધર્મના પ્રભાવથી ઉપસર્ગ કરવાને શક્તિમાન થતો નથી અને છિદ્રોને શોધતો પાપી ત્યાં જ ભમે છે. દ્વારિકા નગરીનો લોક પણ છઠ્ઠ – અઠ્ઠમ - ચાર ઉપવાસ ત૫ વિશેષથી તથા વ્રત અને બ્રહ્મચર્યને ધારણ કરતો હંમેશા પણ અપ્રમત્ત રહે છે (૩૯૫૯) જેટલામાં અગીયાર વરસ પૂરા થયા અને બારમું વરસ શરૂ થયું ત્યારે તપથી જીતાયેલ દ્વિીપાયન દેવ ભ્રષ્ટ થયેલો નાશી ગયો. આ પ્રમાણે વિચારી ફરીથી પણ લોક કીડા કરે છે. માંસમઘાદિનું ભોજન કરે છે. પાપોમાં આસક્ત મનવાળા લોકો પ્રમાદી થયા. પછી તે સમય જાણીને પ્રાપ્ત કરાયું છે છિદ્ર જેના વડે એવો તે દેવ ગુસ્સે ભરાયો અને સર્વ નગરીમાં વિચિત્ર ઉત્પાતને બતાવે છે. ઘરોમાં રહેલા લેપ્યાદિમય પુતળાઓ અટ્ટહાસને કરે છે. ઊંચી કરેલી ભૂકુટિવાળા ચિત્રમાં આલેખેલા દેવો હસે છે. ભવનના શિખરો કંપે છે, ચારે બાજુ વૃક્ષો સળગે છે, નગરીમાં વ્યાપદો ભમે છે, ભૂકંપો થાય છે, ગ્રહો ધૂમાડાને છોડે છે, ઉલ્કા પડે છે. વ્યંતરકૃત ગર્જના થાય છે. છિદ્રવાળું રવિમંડળ અંગારાના વરસાદને વરસે છે. અપર્વમાં (૪૩) ચંદ્ર અને સૂર્યના ગ્રહણો થાય છે. અને તે દેવ વેતાલ - ભૂત - શાકિનીઓથી યુકત નગરીના મધ્યમાં ભમે છે. (૩૯૬૬) નગરનો લોક પણ સ્વપ્નમાં લાલ વસ્ત્ર અને કુસુમના વિલેપનથી વિલિસ એવા પોતાને કાદવના મધ્યમાંથી ખેંચાતા જુએ છે. પછી નગરીમાં કાષ્ટ, તૃણ અને પાંદડાને ભરી દેતો યુગાંત તુલ્ય સંવર્તકવાય તેનાવડે વિદુર્વાયો અને ભયભીત થયેલા ચારે દિશાઓમાં બહાર પલાયન થતા લોકોને તે ક્રોધી સુરાધમ દેવ બળાત્કારે અંદર નાખે છે. આઠેય દિશામાં અંદર ઘણો પવન તેનાવડે વિક્યો અને આ પવનથી વનોને ઉખેડીને તથા તૃણ, કાષ્ઠ, ઢેફા તથા સેંકડો શિલાઓને દ્વારિકા નગરીમાં નાખે છે. (૩૯૭૦) સાઈઠ કોડનો સમૂહ બહાર અને બોતેર કોડનો સમૂહ અંદર બંને ભેગો કરીને નગરીની અંદર કર્યો. આ પ્રમાણે કાષ્ઠ અને ઘાસના સમૂહવાળી તે નગરીને કરીને કોધે ભરાયેલો દેવ પ્રચંડ પવનથી ફેલાયેલી અગ્નિથી નગરીને સળગાવે છે. ક્ષણથી જ્વાળાઓ વડે ગગનતળ પૂરાય છે જેની અંદર બાળવૃદ્ધ સહિત ચિંતાતુર સર્વલોક વિલાપ કરતો બળે છે. કોડો ઘરો તથા તિર્યંચોને બાળે છે. દ્વારિકા નગરીના દાહના સ્વરૂપને વિસ્તારથી વર્ણન કરવા કોણ શકિતમાન છે? પછી તે સર્વ અનાથ લોકને બળતો જોઇને કૃષ્ણ તથા રામ પોતાના પિતા વસુદેવને માતા દેવકી તથા રોહિણીને ચઢાવીને નીકળ્યા પરંતુ જોડાયેલા ઘોડા તથા વૃષભો દેવવડે ખંભિત કરાયા હોવાથી ચાલતા નથી. પછી રથને
(3) અપર્વગ્રહણ : સૂર્યગ્રહણ અમાસના જ થાય અને ચંદ્રગ્રહણ પુનમના જ બીજા કોઇ દિવસે ન થાય પણ અહીં પુનમ અને અમાસ તિથિ સિવાય પણ ગ્રહણો થાય છે તે અપર્વ ગ્રહણ કહેવાય છે.
177