________________
શાબનો કોઈ સંબંધી પુરુષ ત્યાં લઈ જવાયો પછી તેના વડે સ્વયં મદિરાનો આસ્વાદ કરીને તેનાવડે એક તુંબડું મદિરાનું ભરાયું અને લઈને શાંબને પીવડાવાઈ. તે પણ ખુશ થયો અને મદિરામાં આસક્ત થયેલો પ્રભાત સમયે દુદત કુમારના વૃંદથી યુક્ત આકંઠ મદિરા પીને કદંબવનની મધ્યમાં ભમે છે અને ત્યાં ક્યાંક ધ્યાનમાં રહેલા દ્વિપાયનને જુએ છે. અતિશય સુરાપાનથી ભમતી છે આંખો જેની, ભમતું છે શરીર એવો શાંબ બાકીના કુમારો સાથે કહે છે કે આ તે આપણો વેરી છે અને મારીને આજે આપણે શાંતિથી રહેશું. (૩૯૩૪) આ પ્રમાણે કહીને દીપાયન દાંતોથી ઓઠોને ગાઢ રીતે કરડેલુ છે જેઓએ એવા તેઓ વડે હાથ અને પગના પ્રહારોથી માથામાં ગાઢ પ્રહાર કરાયો. નિર્દય પ્રહારથી હણાયેલ ક્ષણથી કષ્ટમાં પડેલા છે પ્રાણો જેના એવો તે મુખથી લોહીને વમતો ધરણીતલ પર પડ્યો. મૂચ્છથી મિંચાઈ છે આંખો જેની રુંધાયેલ છે શ્વાસ જેનો એવા તેને શિલાની જેમ નિષ્ટિત જોઈને પછી તે મર્યો છે એમ સમજીને તેઓ નગરીમાં ગયા પછી કોઈક પુરુષો વડે તે સમગ્રવૃત્તાંત કૃષ્ણને કહેવાયો, પછી સંભ્રાન્ત થતો કૃષ્ણ રામની સાથે ત્યાં આવ્યો. કોપથી સ્કુરાયમાન થતા છે હોઠ જેના, લાલ છે આંખો જેની, ક્રોધથી બળતું છે સર્વ અંગ જેનું, એવા તે દીપાયનને જોઇને કૃષ્ણ નમીને કહે છે કે હે મહર્ષિ! સામાન્ય પુરુષો વડે પણ કરાયેલ કોપ ધર્મ, અર્થ અને કામમાં વિદન કરનારો છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ અને જણાવેલ છે તત્ત્વો જેઓ વડે એવા મહર્ષિઓએ વિશેષથી પ્રયત્નપૂર્વક છોડવો જોઈએ અને જે અજ્ઞાનથી આંધળા બનેલા મઘથી ઉન્મત્ત બનેલા, દુષ્ટ કુમારોવડે જે કંઈપણ તમારો અપરાધ કરાયો હોય તે મારા પર પ્રસન્ન થઈ ક્ષમા કરવા યોગ્ય છે. (૩૯૪૧) અથવા કરાયેલ છે અપરાધ જેઓ વડે એવા બાલિશો (નાદાનો) પર તમારે કોપ ક્યાંથી હોય? કારણ કે કોપ શુભચારિત્રનો ઉચ્છેદ કરનારો છે. મહર્ષિઓ શુભચારિત્ર માત્ર ધનવાળા હોય છે. એ પ્રમાણે વિનયથી કેશવ ક્ષમાપના કરે છતે તે ત્રિદંડી લેશ પણ ઉપશમને પામતો નથી. ઉલટો અધિકતર ક્રોધે ભરાય છે અને કહે છે કે મારા વડે તે દુષ્ટ કુમારો પ્રહાર કરતા હતા ત્યારે અકાર્યમાં આ પ્રમાણે નિયાણું કરાયું કે હે કેશવ! તારી નગરીમાં તને અને બળદેવ બેને છોડીને બાકીના સર્વયાદવ કુળ તથા સર્વલોકનો વિનાશ મારાથી થાય. આ મારી પ્રતિજ્ઞા છે અને તે યુગાંતે પણ અન્યથા નહીં થાય. કેવલી વડે જોવાયેલી વસ્તુઓ અન્યથા થતી નથી. તેથી હે ગોવિંદ ! તું અહીં નિરર્થક ખેદ ન કર. તે આ પ્રમાણે બોલે છતે બળદેવ પણ ભાઈને આ પ્રમાણે વારે છે કે વક છે હાથ, પગ અને નાક જેના, વિસદશ છે આંખો જેની, હીન છે સર્વ અંગો જેના, સ્થૂળ છે હોઠ, દાંત અને નાક જેના એવા માણસો હે કૃષ્ણ! શાંતિને પામતા નથી. (૩૯૪૮) તેથી હે ભાઈ! ગુસ્સે થયેલા આના વડે જે કંઈપણ વિચારાયું છે તે થાઓ કેમકે થનારી વસ્તુઓને વિશે આપણે પણ સમર્થ નથી તો તે ભલે કરે. આ પ્રમાણે કૃષ્ણ અને રામ બંને પણ મોટા શોકવાળા પોતાની નગરીમાં આવ્યા અને કૃષ્ણવડે બીજે દિવસે સર્વ નગરીમાં દ્વિીપાયનવડે કહેવાયેલ દુર્વચનની ઘોષણા વિસ્તારથી સર્વત્ર કરાવાઈ. જેથી વ્રત નિયમ - ઉપવાસમાં રત સર્વ પણ લોકો થાઓ અને લોકો વડે પણ વ્રત - નિયમ - ઉપવાસ શરૂ કરાયા અને ફરીથી પણ રૈવતગિરિપર ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ રચાયું અને સર્વે પણ યાદવો અંતઃપુર સહિત પ્રભુના નંદન નિમિત્તે
176