________________
ભારથી સમગ્ર સુખી લોકને તથા વિલાસના ભરથી જીતાયેલ છે દેવલોક જેનાવડે એવા યાદવ કુલને જુએ છે.(૩૯૦૬)અને પછી વંદનને માટે શ્રી નેમિજિનેશ્વરના ચરણ પાસે આવ્યો. પ્રાપ્ત કરાયો છે અવસર જેનાવડે એવા કૃષ્ણ પુછયું કે હે પ્રભુ! શું આવી પણ નગરી અને વિસ્કુરિત થતું છે ઘણું માહભ્ય જેનું એવું આ કુળપણ શું વિનાશને પામશે? પછી જિનનાથ કહે છેકે હે કેશવ! જે કંઈપણ વસ્તુ આ જીવલોકમાં ઉત્પન્ન થાય છે તે સર્વ ઈન્દ્રધનુષની જેમ ક્ષણ ભંગુર છે. આ નગર, ઘર, શરીર, વૃક્ષો, પર્વતો અને સમૃદ્ધિ ઉત્પન્ન થાય છે પછી તેના વિનાશમાં કોઈ શંકા રહે? નહીંતર અનંતકાળથી સ્થૂળ વસ્તુઓનો ઢગલો કરાય તો અસંખ્ય લોકમાં પણ કેવી રીતે સમાય? આ પ્રમાણે કોઈને પણ આવી વસ્તુઓના ઢગલાનું દર્શન થતું નથી. પછી યાદવ કૃષ્ણ કહે છે કે હે નાથ! જો એ પ્રમાણે છે તો કોના કારણે મારા દેખતા આ નગરી અને કુળ વિનાશ પામશે? (૩૯૧૨) પછી ભુવનનાથ કહે છે કે આ નગરીની બહાર પારાશરનામનો નંદિક કુળમાં ઉત્પન્ન થયેલો તાપસ હતો તેને ક્યાંક નિંદુ (૪૨) કન્યા પ્રાપ્ત થઈ અને તેને લઈને તે યમુના દ્વિીપમાં ગયો અને ત્યાં તેઓને દીપાયન નામે પુત્ર થયો અને તે પણ બ્રહ્મચર્યને ધારણ કરનારો, છઠ્ઠ ભક્ત ભોજી અને પરિવ્રાજક થયો છે તેનાથી હે નરનાથ! તથા મદિરાથી તારી નગરી અને કુળનો વિનાશ થશે. હવે જિનેશ્વરને નમીને હરિ પૂછે છે કે હે જગતનાથ! મારું મરણ સ્વાભાવિક થશે કે બીજા કોઈ નિમિત્તથી થશે? પછી મુનિનાથ કહે છે કે તારું મરણ પોતાના ભાઈ જરાકુમારથી થશે. સમુદ્રમાં જેમ નદીઓ એક કાળે પડે તેમ આ જરાકુમાર ઘાત કરશે એ પ્રમાણે વિસ્મિત મનવાળા સર્વ યાદવોની દષ્ટિ એક જ સમયે જરાકુમાર ઉપર પડે છે અને તેથી જરાકુમાર લજિત થયો. હું આને અસત્ય કરું એ પ્રમાણે વિમોહિત થયેલો જિનવરને નમીને ભાથાથી યુક્ત બાણને ધરનારો કેશવની રક્ષા માટે વનમાં ગયો અને દીપાયન પણ નગરીના લોકો પાસેથી નેમિના વચનને સાંભળીને યાદવોના રક્ષણ માટે અરણ્યમાં જાય છે અને યાદવોની સાથે કૃષ્ણ પણ નેમિનાથ જિનને નમીને, સર્વ સ્વપ્ન કે ઇન્દ્રજાળ માનીને નગરીમાં પ્રવેશે છે અને યાદવો પણ અત્યંત દુર્મન અને નિરાનંદ થયા. (૩૯૨૨) પછી કૃષ્ણના આદેશથી આથો આવેલી લોટ (આટા) વાળી સર્વ મદિરા લોકો વડે ગાડાઓના સમૂહમાં ભરીને નગરીની બહાર કઢાય છે અને ત્યાં કાદંબરી અટવીના મધ્યમાં કદંબવન છે અને તેમાં કદંબર પર્વતથી સંબંધવાળી કાદંબરા નામની સુપ્રસિદ્ધ ગુફા છે. તે ગિરિની ગુફામાં જઈને સેંકડો શિલાકુંડોમાં લોકો વડે તે મદિરા મુકાઈ. - બલભદ્રનો સિદ્ધાર્થ નામનો ભાઈ પોતાનો સારથિ હતો. તેણે આ ઉપસર્ગને સાંભળીને બલદેવ પાસે દીક્ષાની રજા માંગી. તે કહે છે હે બાંધવ! હું મોહિત થયેલો છું. તને રજા આપવા માટે સમર્થ નથી. પરંતુ આવા પ્રકારનો જ આ સમય પ્રવર્તે છે તેથી પોતાના વ્યવસાય (દીક્ષા)નું અનુષ્ઠાન કર(અર્થાત્ તું દીક્ષા લે.) પરંતુ હે ગંભીર! દેવલોકમાં ગયેલો એવો તું સમયે પ્રતિબોધ કરવાને માટે આવજે. આ વચનને સ્વીકારીને તેણે દીક્ષા લીધી. (૩૯૨૮)
આ બાજુ છ માસ પછી જુદા જુદા પ્રકારના વૃક્ષોના ફુલ અને ફળોના સમૂહથી વાસિત થયેલું તે મઘ સુસ્વાદવાળું થયું. (૩૯૨૯) ભવિતવ્યતા વડે વૈશાખ મહિનામાં તરસથી શોષાયેલ
(૪૨) મરેલા બાળકને જન્મ આપનારી
175