________________
હું ભવનમાં મહાન શ્રી ભોગરાજાના ભવનમાં જન્મી છું. તું મહાન અંધકવૃષ્ણિના કુળમાં જન્મ્યો છે તેથી આપણે નીચને પણ કલંકિત કરનાર એવા અનુચિત કાર્યને કેવી રીતે આચરીએ? બંને પણ કુળોને અનંત ભવભ્રમણના દુઃખનું કારણ છે. અગંધન જાતિના તિર્યંચ સર્પો મરણ પ્રાપ્ત થાય તો પણ વમેલા ઝેરને પીતા નથી. પરંતુ તું તો તિર્યંચ કરતા પણ અધિક છો જેથી વમેલાનો અભિલાષ કરે છે. (૩૮૮૬) જો કે આજેપણ અખંડ શીલવાળા તારું મરણ પ્રશંસનીય છે પરંતુ વિચલિત શીલવાળા એવા તારા ગર્હણીય જીવિતને ધિક્કાર થાઓ. ભમનારાઓ વડે ઘણી વ્યાકુલ સ્ત્રીઓ દેખાય છે છતાં પણ તેઓને વિષે મનને આપતો તું જલકુંભિ વનસ્પતિની જેમ અસ્થિર થઇશ અને જીવિત અલ્પ છે. ભરેલી નદીની જેમ યૌવન ઓસરે છે અને શરીર રોગથી પીડિત છે તેથી કોના માટે પાપને આચરે છે? કાણી કોડીની સાટે કોડો સુવર્ણને ન હાર. હે સુંદર ! ધીરત્વને ધારણ કરીને સ્થિર સંયમને આચર. તેના સુભાષિત વચનોને સાંભળીને રથનેમિ મનમાં વિચારે છે. અહો જુઓ! શાસ્ત્રોમાં સ્રીઓ ઘણાં દોષવાળી (૪) સંભળાય (કહેવાઇ) છે. અથવા રાજીમતીને વિશે આ અનૈકાંતિક વ્યભિચાર થયો કે જે આ ગુણોની નિધાન છે પણ હું દોષોનો ભંડાર એવો પુરુષ છું. જુઓ તો ખરી! ગૃહવાસથી માંડીને આનું ધીરપણું કેવું છે? આનું ધીરપણું અસ્ખલિત વધે છે પણ ઘટતું નથી. આલોક અને પરલોક વિરુદ્ધ કાર્ય મારાવડે હમણાં આચરાયું જે પૂર્વે પણ આચરાયું હતું. પણ હમણાં વ્રતપ્રતિજ્ઞા રૂપી પર્વતના શિખર ઉપર જગતગુરુ શ્રી નેમિજિનેશ્વર વડે ચઢાવાયેલ અપ્રેક્ષણીય, પાપી એવા મારા મનમાં નીચે પાડનાર એવું મહાપાપ આજે કેવી રીતે થયું? જેવી રીતે ઉન્માર્ગ ગામી દુષ્ટ હાથી અંકુશવડે સન્માર્ગમાં લવાય તેમ આ સ્રીનો તે વખતે અને હમણાં વચન વિન્યાસ કોઇ તેવા પ્રકારનો છે જે નિરંકુશ એવા મારે માટે અંકુશ સમાન થયો કારણ કે તે વચન વિન્યાસ વડે નરક રૂપી કૂવામાં પડતો હું રક્ષણ કરાયો. (૩૮૯૭) અથવા મોહમહાગ્રહથી ગ્રસિત પુરુષ પણ કોઇ કિંમતનો નથી. મોહમહાગ્રહથી મુકાયેલી સ્ત્રી પણ સર્વ પ્રકારે સુંદર રહે છે. આથી જ જિનેશ્વરોવડે સર્વ વસ્તુને વિશે અનેકાંતવાદ બતાવાયો છે જેથી કોઇપણ વસ્તુ અશુભ કે શુભ એકાંતે નથી. ઇત્યાદિ તેના વચનોની ભાવના કરીને ફરી પણ તે મહાત્મા ચારિત્રરૂપ માર્ગમાં રહ્યો અને ભગવાન પાસે સર્વ દુશ્ચરિત્રની આલોચના કરીને તેવા કોઇ ઉગ્રતપનું આચરણ કરે છે જેથી એક વર્ષના પર્યાયવાળો તે કેવળજ્ઞાનને પામે છે. ચારસો વરસને અંતે રથનેમિની દીક્ષા થઇ. એક વર્ષ છદ્મસ્થ રહ્યો અને પાંચશો વર્ષ કેવલી પર્યાય રહ્યો અને આનું સર્વ આયુષ્ય નવસો વર્ષ અધિક એક વર્ષનું જાણવું. (અથાત્ નવસોને એક વર્ષ અને આટલો જ કાળ રાજીમતીનો પણ જાણવો.) (૩૯૦૩)
સૂર્યની જેમ જુદા જુદા દેશોમાં ભવ્ય જીવ રૂપી કમળોનો પ્રતિબોધ કરીને નેમિનાથ ક્યારેક દ્વારિકા નગરીમાં પધાર્યા. તે વખતે કૃષ્ણ પણ સ્કુરાયમાન થતા મણિ અને રત્નોના કિરણોના સમૂહથી આકાશ તળમાં રચાયું છે ઈન્દ્ર ધનુષ્ય જેનાવડે એવી પોતાની નગરીને વિશેષથી જુએ છે પ્રકર્ષથી પ્રાપ્ત કરાઈ છે શોભા જેનાવડે એવી દ્વારિકા નગરીને પ્રમોદના
(૪૧) શાસ્ત્રકારો કહે છે કે સ્ત્રીઓ દોષવાળી હોય છે અને પુરુષો ગુણવાન હોય છે પરંતુ અહીં તેનાથી ઊલટું થયું. રાજીમતી સ્ત્રી હોવા છતાં શીલવતી છે અને હું પુરુષ હોવા છતાં અશીલવાન છું. તેથી આ વ્યભિચાર થયો.
174