________________
બ્રાહ્મણને ક્ષત્રિણી સ્ત્રીથી પુત્રી ઉત્પન્ન થઈ અને ગજસુકુમાલ અતિશય રૂપથી યુકત એવી તેને વર્યો. (૩૮૬૨)
એટલામાં ભગવાન ત્યાં આવીને સમોવસર્યા અને કૃષ્ણ ભરતાદિના નિર્મળ ચરિત્રો સાંભળીને અભિગ્રહને ગ્રહણ કરે છે કે મારે પ્રિય હોય કે અપ્રિય હોય પણ જે તે દીક્ષાને ગ્રહણ કરે તો તેને મારે રજા આપવી પણ રોકવો નહીં. વર્ષાઋતુમાં ચાર મહિના ધર્મના કાર્યને છોડીને ઘરની બહાર ક્યારેય ન નીકળવું આવો અને બીજા અભિગ્રહોને ગ્રહણ કરે છે. એટલામાં ગજસુકુમાલ પણ જિનેશ્વરની પાસે ધર્મને સાંભળીને સંવિગ્ન થયેલ કૃષ્ણ વડે રજા અપાયેલ દીક્ષાને લે છે. જિનેશ્વરના ભાઇઓ રથનેમિ વગેરે તેની સાથે દીક્ષાને ગ્રહણ કરે છે અને તેની સ્ત્રીઓ રાજીમતીની પાસે દીક્ષાને ગ્રહણ કરે છે. (૩૮૬૭)
અને પછી ધીરપુરુષ ગજસુકુમાલ સિદ્ધ થયે છતે ક્યારેક દેશોમાં વિહાર કરતા પ્રભુ રૈવતગિરિપર પધાર્યા દેવોવડે સમોસરણ રચાયે છતે સાધ્વીઓની સાથે રાજીમતી ભગવાનને વાંદીને દિવસના પાછલા ભાગમાં પાછી ફરી અને માર્ગમાં કોઇક રીતે મેઘવૃષ્ટિ થઇ અને શ્રમણીઓમાં કૅટલીક ક્યાંય પણ લતાદિમાં ચાલી ગઈ અને સુસંભ્રાન્ત રાજીમતી પણ એક ગુફામાં પ્રવેશે છે અને નહીં જાણતી ભીના વસ્ત્રો મોકળા કરે છે પછી વસ્રરહિત રાજીમતીને જોઈને પૂર્વે પ્રવેશેલો અને ગુફાના અંધકારથી નહીં જણાયેલો એવો રથનેમિ સંક્ષોભ પામ્યો અને કામના બાણોથી વીંધાયો અને આવીને રાજીમતીને કહે છે કે હે સુંદરી! તું આવ આપણે ભોગોને ભોગવીએ પાછળની વયમાં આપણે બંને દીક્ષાને આચરીશું. (૩૮૭૩) તેના નહીં સાંભળવા યોગ્ય વચન સાંભળીને તે મનમાં ભય પામી અને બે હાથથી છાતી પર ગાંઠ બાંધીને એકાએક ધ્રુજતી બેસે છે અને ધીર મનવાળી થઈ તેને કહે છે કે તું સાક્ષાત્ ઈન્દ્ર, ચકી કે કામદેવ જો હોય તો પણ પરલોકમાં ઉદ્યત છે મન જેનું એવી મારે તારાથી કોઈ પ્રયોજન નથી. હે અભાગ્ય! હાથમાં અમૃત રહેલું છે છતાં તું વિષની કેમ પ્રાર્થના કરે છે? પૂર્વે પણ ગૃહસ્થાવસ્થામાં, મહાવ્રતની પ્રતિજ્ઞા ન લેવાઈ હતી ત્યારે પણ તું મારા વડે ક્યારેય ઈચ્છાયો ન હતો તો હમણાં મહાવ્રતના ભારની પ્રતિજ્ઞાપર આરોહણ કરીને શું હું તને ઈચ્છીશ? એટલું પણ તું આ જાણતો નથી? પોતે જાતે પણ કરેલી વ્રતની પ્રતિજ્ઞાને તું કેમ ભૂલે છે? શ્રી નેમિજિનેશ્વરના મુખમાંથી નીકળેલા આગમના વચનો જે સ્પષ્ટ પણે મુનિઓ વડે ભણાય છે તેને પણ શું તું ભૂલી ગયો? (૩૮૭૯)
ચૈત્યનો વિનાશ, ઋષિનો ઘાત, પ્રવચનનો ઉડાહ (ઉસૂત્ર પ્રરુપણા) તથા સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ આ બોધિલાભના મૂળમાં અગ્નિ છે. (૩૮૮૦) જે લુબ્ધ, નિર્લજ્જ એવો મહાપાપી સાધ્વીઓને સેવે છે તેના વડે સર્વ જિનેરોની સાધ્વીઓનો સંઘ આશાતના કરાયો. (૩૮૮૧) ..
જે જિનમુદ્રા (જિનેશ્વર દેવ જે રીતે કાઉસ્સગ્નમાં રહે છે તે રીતે શરીરને રાખવું-આસન વિશેષ) ને ધારણ કરનારી સાધ્વીઓને નમીને તેનો નાશ કરે છે તે પાપીઓમાં પણ પાપી છે તેને દષ્ટિથી પણ ન જોવો જોઇએ. (૩૮૮૨)
પાપરૂપી મળના પટલથી ઢંકાયેલા જીવો જિનમુદ્રાનો નાશ કરવાથી જન્મ-જરા-મરણની વેદનાથી પ્રચુર એવા અનંત સંસારમાં ભમે છે. (૩૮૮૩)
173