________________
થયેલ રામ પણ વિચારે છે કે આ ભયંકર અરણ્યમાં આ પુરુષ નિષ્કારણ ભમતો નથી તેથી અહીં કાંઈક પ્રયોજન હોવું જોઈએ. આ પ્રમાણે રામવડે ઝડપથી વિચારાયે છતે પ્રકટ કરાયું છે પોતાનું સ્વરૂપ જેનાવડે અને બતાવ્યું છે સિદ્ધાર્થભાઈનું રૂપ જેનાવડે એવો દેવ રામના પૂર્વના કરાયેલ સંકેતને યાદ દેવડાવે છે અને આ પ્રમાણે કહે છે કે જરાકુમાર વડે બાણથી વીંધાયેલ કૃષ્ણ મરણને પામ્યો ઈત્યાદિ સર્વ કહ્યું છતે બળદેવ પ્રતિબોધ પામ્યો પછી તે બંને સાથે કૃષ્ણના શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે. શ્રી નેમિ જિનેશ્વરની પાસેથી આકાશ માર્ગે બલદેવને દીક્ષા આપવાને માટે એક સાધુ આવ્યા. સંવિગ્ન થયેલ બળદેવ પણ તેની પાસે દીક્ષાને ગ્રહણ કરે છે. મંગી તુંગી પર્વતના શિખરો પર સિદ્ધાર્થ વડે કરાયેલ છે સેવા જેની, વધતો છે સંવેગ જેનો એવા તે બલદેવમુનિ ઉગ્ર તપ કરીને રથકાર અને મૃગની સાથે પાંચમાં દેવલોકમાં ગયા અને ત્યાંથી આવીને કૃષ્ણના તીર્થમાં સિદ્ધ થશે.(૪૧૦૪) અને દિવ્ય ઉપયોગવાળો આ (બળરામ દેવ) કૃષ્ણના મોહથી મૂઢ થયેલ કૃષ્ણની વેદનાના ઉપશમને માટે ત્રીજી નરક પૃથ્વીમાં ક્યારેક જાય છે. પોતાના પ્રભાવથી ત્યાં અશુભ ગંધાદિને દૂર કરે છે અને પોતાનો વૃત્તાંત કહે છે. અને કૃષ્ણનો પૂર્વભવ કહીને રામ હાથથી તેને ઉપાડવાની શરૂઆત કરી પણ પારાના રસની જેમ ફેલાઈ જતો હોવાથી કૃષ્ણના દેહને પકડવાને માટે દેવ સમર્થ થતો નથી. પછી હરિ કહે છે કે હે બાંધવ! અહીં તારા પ્રયાસથી સર્યું કેમકે પોતાના કરેલ સુકૃત અને દુષ્કતોને ભોગવ્યા વિના કોઈ છૂટી શકતો નથી.(૪૧૦૮) વિષય રૂપી આમિષમાં આસક્ત થયેલ મારા વડે શ્રી નેમિજિનેશ્વરના તે વચનો પૂર્વે ન કરાયા તેનું આ ફળ ભોગવાય છે અને તે દુઃખોને તું કે અન્ય બીજો કોઈપણ દૂર કરવાને માટે સમર્થ નથી. જેવી રીતે તારું સુખ બીજા કોઈથી હણાતું નથી તેવી રીતે મારું દુઃખ પણ બીજા કોઈથી હણાતું નથી. પછી દેવ પણ તેને કહે છે કે હે ભાઈ! તો પણ મને કંઈક આદેશ કર. પછી હરિ કહે છે જે એમ છે તો હું કહું છું કે મારું બીજું પણ મોહનું જે વિલસિત છે તેને તું સાંભળ. પહેલાં હું સમગ્ર ભુવનમાં પણ વિખ્યાત થઈને ત્યાંજ પાછો અપમાનિત થયેલો દુઃખથી અનાથની જેમ મરણ પામ્યો તે મને અત્યંત પીડા કરે છે તેથી ભરત ક્ષેત્રમાં દ્વારિકાના દાહમાં દુશ્મનો ખુશ થયા અને મિત્રો દુઃખી થયા. તેથી તું ત્યાં જઈને સર્વ અજ્ઞાન લોકને પ્રકટપણે મારા દર્શન કરાવ અને સર્વત્ર પૂજાને યોગ્ય કર આ પ્રમાણે સ્વીકારીને દેવ પણ ક્લદીથી ત્યાં આવ્યો. (૪૧૧૫) ગજ-શંખ-ચક્ર છે હાથમાં જેના, પીળા વસ્ત્રવાળા, ગરુડના ચિહ્નવાળા એવા કૃષ્ણને તથા હળ-મુશળને ધરનાર, નીલવસ્ત્રવાળા, તાલધ્વજથી યુક્ત રામને શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલ શ્રેષ્ઠ રૂપને ધરનારા તે બંનેને વિદુર્વે છે પછી સંપૂર્ણ દેશ-નગર-ગામ-પ્રમુખ સ્થાનોમાં લોકોને પોતાના કુળથી સંયુક્ત, મહદ્ધિક પરિવારથી પરિવરેલ એવા પોતાના પૂર્વના રૂપોને બતાવતો દેવ સર્વત્ર આકાશ માર્ગથી પરિભ્રમણ કરે છે અને કહે છે કે હું કૃષ્ણ ભૂતગણને ઉત્પન્ન કરીને સંહાર કરું છું, સંહાર કરીને ફરીથી જીવોને ઉત્પન્ન કરું છું દ્વારિકા પણ પહેલાં મારાવડે રચાઈ અને પછી તે મારા વડે જ સંહારાઈ. તેથી હું કર્તા અને હણનાર બંને છું. (૪૧૨૦) હમણાં સ્વર્ગમાં જાઉં છું ફરી અહીં કારણવશથી આવીશ. બીજા બીજા શરીરોથી ઇચ્છા મુજબ હું કીડા કરું છું. હું માછલો, કાચબો, વરાહ, નરસિંહ, વામન, રામ, બળદેવ, પરશુરામ, ચકી તથા બુદ્ધ પણ હું
183