________________
થાઉં છું. હું સર્વગત છું તથા ત્રસ અને સ્થાવર સર્વભૂતોમાં વસુ છું. જીવો મારા સ્વરૂપે છે હું જીવોથી ભિન્ન નથી. તેથી હું જ પરમાત્મા છું. અહીં મને જ પૂજો જો પોતાની સમૃદ્ધિને ઇચ્છો છો તો હંમેશા મારી આરાધના કરો. આ પ્રમાણે દેશોમાં, નગરોમાં અને ગામોમાં તે દેવવડે સકલ લોકમાં ઘણાં પ્રકારે આ પ્રરૂપિત કરાયું તથા ઘણાં મોટા દેવકુલો કરાવીને અને સર્વત્ર જળ સ્થળોમાં સભા - પ્રા - મઠ - મંદિરોમાં દેવતાના રૂપથી કૃષ્ણને સ્થાપે છે. જે તેને સતત પૂજે છે તેને દેવ દ્રવ્ય વગેરે આપે છે અને જે અવજ્ઞા કરે છે તેને અનિષ્ટ પણ બતાવે છે. આ પ્રમાણે કૃષ્ણવડે કહેવાયેલા તે દેવ વડે સ્નેહથી તે રીતે આ મિથ્યાત્વ લોકમાં સ્થાપન કરાયું જે રીતે આજે પણ આ પ્રમાણે વર્તે છે. (૪૧૨૮)
અને આ બાજુ જરાકુમાર મંડુમથુરા જઇને તે પાંડવોને દ્વારિકાના દાહાદિથી કેશવના મરણ સુધીના સર્વવૃત્તાંતને કહે છે અને કૌસ્તુભ મણિ તેઓને અર્પણ કરે છે તેથી પરિજન સહિત તેઓ પણ ઘણાં પ્રકારથી પ્રલાપ કરે છે.
હવે કોઇક વખત યુધિષ્ઠિરાદિના દીક્ષા સમયને જાણીને શ્રી નેમિ જિનેશ્વર ચતુર્ગાની શ્રી ધર્મઘોષ મુનિને મોકલે છે. પાંચશો સાધુઓથી પરિવરેલા તે મુનિ પણ ત્યાં આવ્યા તેમની પાસે શ્રી નેમિ જિનેશ્વર વડે કહેવાયેલ ધર્મને સાંભળીને પંડુના પાંચે પણ પુત્રો ધીર સંવિગ્ન થયેલા, જરાકુમારને રાજ્ય પર સ્થાપીને દ્રોપદી વગેરેની સાથે દીક્ષા લે છે. (૪૧૩૩) અને ઘોર અભિગ્રહો લઇને ઘોર તપ કર્મ કરે છે. કોઇક વખત ભીમ પણ ભયંકર અભિગ્રહને આ પ્રમાણે ગ્રહણ કરે છે. ભાલાના અગ્રભાગથી અપાયેલી ભિક્ષાને ગ્રહણ કરીશ, બીજું ગ્રહણ નહીં કરું. ધીર એવા તેનો તે પણ અભિગ્રહ છ માસે પૂર્ણ થયો. પછી તેઓ બાર અંગને ભણીને પૃથ્વીતળપર અનુક્રમે વિચરતા નેમિ જિનેશ્વરને વંદન કરવા ચાલ્યા. ભગવાન પણ મધ્યદેશમાં જુદા જુદા જનપદો (દેશો) માં જઇને ઉત્તર દેશમાં રાજ્યપુરાદિ નગરમાં વિચરે છે. ીમંત પર્વત તરફ જઇને પ્રભુ ઘણાં મ્લેચ્છ દેશોમાં રાજાઓને તથા અમાત્યોને ધર્મમાર્ગમાં સ્થાપન કરતા વિચરે છે. એ પ્રમાણે આર્ય અને અનાર્ય ઘણાં દેશોમાં વિચરીને ગંગા જળના પ્રવાહથી ધોવાયેલો છે શિલાનો સમૂહ જેનો એવા ીમંત પર્વત પાસે પધારે છે અને કિરાત દેશમાં વિચરે છે. પછી હ્રીમંત પર્વત પરથી ઊતરીને ભવ્ય જીવો રૂપી કમળોને બોધ કરતા પ્રભુ દક્ષિણ દેશમાં (દક્ષિણ ભરતાર્ધમાં) વિચરે છે. (૪૧૪૦) અને પછી ભગવાન અઢાર ગણધરોથી યુક્ત, અઢાર હજાર સાધુઓથી યુક્ત, ચુમાલીસ હજાર સાધ્વીઓથી યુક્ત, ચારસો ચૌદપૂર્વીઓથી પ્રણામ કરાતા, અવધિજ્ઞાનથી સંપન્ન પંદરશો સાધુઓથી સેવાતા, એક હજાર મનઃપર્યવજ્ઞાનીઓથી પર્યુંપાસના કરાતા, પંદરસો કેવળીઓથી અલંકૃત, પંદરસો વૈક્રિય લબ્ધિધારી સાધુઓથી વંદન કરાતા, આઠસો શ્રેષ્ઠ વાદી મુનિઓથી સ્તવના કરાતા, એક લાખ ઓગણોસીત્તેર હજાર મિથ્યાત્વરૂપી મહાપિશાચના મુખમાંથી મુકાયેલ શ્રાવકોવડે તથા ત્રણ લાખ છત્રીશ હજાર શ્રાવિકાઓ વડે બહુમાન કરાતા, દેવેન્દ્રોવડે સ્તવના કરાતા, અસંખ્યાતા કોડ દેવોથી સેવાતા, દેવીઓના સમૂહોથી અભિનંદન કરાતા, હજારો રાજાઓથી વીંટળાયેલા, વિદ્યાધર રાજાઓના સમૂહથી નમન કરાતા, પોતાના નિર્વાણ ગમનના સમયને જાણીને, ક્રમથી વિહાર કરતા સર્વદેશોમાં અલંકારભૂત એવા સૌરાષ્ટ્ર દેશમાં પધાર્યા અને પછી આમ્ર - બકુલ
184