________________
- તિલક - પુન્નાગ - નાગ - હરિચંદન - પરિજાત - કલ્પવૃક્ષ - કપૂર વૃક્ષના ખંડોથી મંડિત એવા કરતાં ઝરણાના સમૂહોના પાણીઓના પૂરથી શીતળ પરમ રમણીય એવા તે ઉજ્જયંત મહાપર્વત પર પ્રભુ પધાર્યા. આસન કંપાદિથી પ્રભુના નિર્વાણ સમયને જાણીને અપ્સરાઓના સમૂહોથી યુક્ત અસંખ્યતા કોડ ભવનપતિ - વાણવ્યંતર - જ્યોતિષ અને વૈમાનિક દેવોથી વીંટળાયેલા બત્રીશ ઇન્દ્રો ત્યાં આવ્યા અને તે જ ક્ષણે પ્રભુનું અંતિમ સમોવસરણ રચાયું. પૂર્વે વર્ણન કરાયેલા સ્વરૂપવાળા સિંહાસન પર ત્રિલોકબંધુ ભગવાન અરિષ્ટનેમિ સ્વામી બેઠા. પૂર્વ દિશાથી પ્રવેશ કરીને અને જિનને વિધિથી વંદન કરીને, અગ્નિખૂણામાં પૂજ્ય વરદત્તાદિ અઢાર ગણધરો બેઠા. તેઓની પાછળ પંદરસો કેવલીઓ બેઠા અને તેઓની પાછળ એક હજાર મન:પર્યવજ્ઞાનીઓ અને તેઓની પછી અવધિજ્ઞાનાદિ અતિશયવાળા અને પછી બાકીના સાધુઓ બેઠા અને તેઓની પાછળ અસંખ્ય વૈમાનિક દેવીઓ અને તેઓની પાછળ યક્ષિણી પ્રમુખ સર્વ સાધ્વીઓ બેઠી. દક્ષિણ દિશામાંથી પ્રવેશ કરીને ભવનપતિ - વાણવ્યંતર અને જ્યોતિષી દેવીઓ નૈઋત્ય ખૂણામાં બેસે છે. પશ્ચિમ દિશાથી પ્રવેશીને ભવનપતિ - વાણવ્યંતર અને જ્યોતિષી દેવો વાયવ્યખૂણામાં બેસે છે. ઉત્તરદિશામાં પ્રવેશ કરીને અતિશય ભક્તિથી જોડાયેલ છે અંજલિના પુટ જેનાવડે એવા સર્વે વૈમાનિક સુરેન્દ્રો ઈશાન ખૂણામાં બેસે છે. જણાયેલ છે શ્રી નેમિ જિનેશ્વરનો નિર્વાણ ગમનનો સમય જેઓવડે એવા જુદા જુદા દેશોમાંથી આવેલા રાજાઓ તથા ખેચર સ્ત્રી-પુરૂષોના સમૂહો બેઠા. અને એ પ્રમાણે એકેક દિશામાં ત્રણ ત્રણના કમથી ચતુર્વિધ પણ સંઘ બેસે છતે અને બીજા ગઢમાં પરસ્પર વિરૂદ્ધ અને અવિરૂદ્ધ સર્વ તિર્યંચો રહ્યા અને ત્રીજા પ્રકારમાં સર્વ યાન - વાહન મુકાયે છતે અને સકલ દેવ - મનુષ્ય અને અસુર લોક મળે છતે ભગવાન વડે સર્વ જીવોને પરમસંવેગ ઉત્પન્ન કરનાર જિનધર્મ કહેવાયો. ફરી સર્વ પુરૂષો કરૂણાથી સારી રીતે શિખામણ અપાયા, નહીં પૂછાયેલા એવા ઘણાં પ્રશ્નોના ઉત્તર અપાયા અને સંવેગને પામેલા ઘણાં જીવો દીક્ષા અપાયા અને કેટલાકોએ દેશવિરતિ ગ્રહણ કરી અને બીજા મિથ્યાત્વ રૂપી મહાકાદવની ગહનતામાંથી ઉદ્ધારાયા અને બીજા ભદ્રક ભાવમાં સ્થપિત કરાયા અને આ પ્રમાણે કુમારભાવમાં ત્રણસો વરસ ગૃહવાસમાં વસીને પછી દીક્ષા લઈને ચોપન દિવસ સુધી કર્મસ્થપણાથી રહીને અને સાતસો વરસમાંથી ચોપન દિવસ ઓછા એટલા વરસો સુધી કેવલી પર્યાય પાળીને સૂર્યની જેમ જુદા જુદા દેશોમાં વિચરતા ઘણાં ભવ્ય જીવો રૂપી કમળોને પ્રતિબોધ કરીને અંતે એક માસ ભક્ત પરિત્યાગથી પાદપોપગમન અનશન કરીને પરમશૈલેશીકરણમાં પ્રવેશીને સંપૂર્ણ ભવોપગપતિ કર્મ નિર્જરીને અષાઢ સુદ આઠમના દિવસના અંતિમ સમયે પાંચશો છત્રીશ સાધુઓની સાથે સર્વથા શરીરનો ત્યાગ કરીને શૈલેશીકરણના ચરમ સમયે પ્રભુ સિદ્ધ, બુદ્ધ, મુક્ત,પરીનિવૃત્ત અને સર્વ દુઃખથી રહિત થયા.
પ્રદ્યુમ્ન- શાંબ- સારણ પ્રમુખ તથા રથનેમિ આદિ સાધુઓ સિદ્ધ થયા અને રાજીમતી પ્રમુખ સાધ્વીઓ સિદ્ધ થઈ. (૪૧૪૧) રાજા સમુદ્રવિજય તથા શિવાદેવી માહેન્દ્ર દેવલોકમાં ગયા અને કૃષ્ણની આઠ પટરાણીઓ મોક્ષમાં ગઈ જેથી કહેવાયું છે કે- 22ષભ પ્રભુના પિતા નાગ દેવલોકમાં ગયા છે. પછીના સાત પ્રભુના પિતા ઈશાન દેવલોકમાં ગયા છે અને પછીના
185