________________
આઠ પ્રભુના પિતા સનતકુમારમાં ગયા છે. પછીના આઠપ્રભુના પિતા માટેન્દ્ર દેવલોકમાં ગયા છે. પ્રથમના આઠ જિનેશ્વરની આઠ માતાઓ મોક્ષમાં ગઈ છે, પછીના આઠની માતાઓ સનતકુમાર દેવલોકમાં અને તેના પછી આઠની માતાઓ માટેન્દ્ર દેવલોકમાં ગઈ છે. પદ્માવતી, ગોરી, ગંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમણી એ આઠ કૃષ્ણની પટરાણીઓ મોક્ષમાં ગઈ છે. દેવેન્દ્રની આજ્ઞાથી કુબેર મણિ અને સુવર્ણમય શિબિકાને બનાવે છે. રડતા દેવો જિનેશ્વરને તેમાં સ્થાપન કરે છે. (૪૧૪૬) ઈન્દ્રો સહિત સર્વ દેવો નૈઋત્ય દિશામાં જઈને મણિ અને રત્નોની શિલાથી બંધાયેલ ભૂમિપર વિપુલ ચિતાને રચે છે. ગોશીષ ચંદન-અગરુ કલ્પવૃક્ષ પ્રમુખ કાષ્ટથી યુક્ત ચિતામાં પ્રભુને સ્થાપીને અગ્નિ કુમાર દેવો અગ્નિને મૂકે છે. વાયુકુમાર દેવો પવનથી તેને ચારે બાજુથી ઉદ્દીપન કરે છે. પછી સમયે ક્ષીરોદધિના પાણીથી તેને બુઝાવે છે. શક અને ઈશાનેન્દ્ર દાઢાઓ અને વજ સમાન નખોને ગ્રહણ કરે છે અને બાકીના દેવો ચંદ્રના કિરણ સમાન બાકીના અવયવો ગ્રહણ કરે છે. (૪૧૫૦) દેવીઓ ફુલો ગ્રહણ કરે છે. રાજા, સ્ત્રી, પુરુષના સમૂહો વસ્ત્રોને ગ્રહણ કરે છે અને સર્વ પણ લોક હું પહેલો હું પહેલો એમ રાખને ગ્રહણ કરે છે. જિનેશ્વર ભગવાનની નિર્વાણ શિલા પર ઈન્દ્ર વજ વડે પ્રભુના શરીરના લક્ષણાદિને અને અરિષ્ટ નેમિનું નામ કોતરે છે. લક્ષણને ધરનારી પ્રતિમા તે પ્રદેશમાં બનાવીને જિનેશ્વરના ચરિત્રોને યાદ કરતા દેવસમૂહો પોતાના સ્થાને જાય છે. જિનેશ્વરના વંદનમાં ઉત્સુક એવા તે પાંડવો પણ કમથી આવતા ઉજજયંત પર્વતથી બાર યોજના અંતર સુધી પહોંચ્યા. અત્યંત ખુશ થયેલા પાંડવો પરિભાવના કરે છે કે સવારે નેમિજિનેશ્વરને વંદન કરીને, અમે માસખમણનું પારણું કરશું. પછી તેઓ વડે પ્રભુના નિર્વાણ ગમનનો મહોત્સવ સંભળાયો(જણાયો). ઉત્પન્ન થયો છે મોટો વિષાદ જેઓને એવા તેઓ પુંડરીક પર્વત પર આરૂઢ થયા. પછી મહાસત્ત્વશાળી તેઓ પારણાને કર્યા વિના અનશનને સ્વીકારે છે. નાશ કરાયા છે કર્મ રૂપી શત્રુઓ જેઓ વડે એવા તેઓ પાદપોપગમન અનશન કરીને મોક્ષમાં ગયા. (૪૧૫૭).
આ પ્રમાણે શ્રી નેમિજિનેશ્વર અને રાજમતીનો નવમો ભવ કહ્યો અને આ નવમો ભવ કહેવાની સાથે તે ધીરનું આ ચરિત્ર પૂર્ણ થયું. સુપુરુષોના ચરિત્રો કોના મનમાં મોટા સંતોષને નથી કરતા? પરંતુ સૌભાગ્ય નિધિ શ્રી નેમિનાથનું ચરિત્ર વિશેષથી સંતોષને કરે છે. મહાપુરુષોના નામાક્ષરો પણ સંપૂર્ણ પાપોને નાશ કરવામાં સમર્થ હોય છે તો પછી પરમ મંત્ર સમાન શુદ્ધ ચરિત્રોની શી વાત કરવી? પોતાની શક્તિને ગણ્યા વિના અહીં કંઈપણ મારાવડે ભક્તિથી કહેવાયું છે કારણ કે ભરવાડ સર્વોત્તમ રત્નના ગુણો કેવી રીતે કહી શકે? (૪૧૬૧) શ્રી નેમિજિનેશ્વરનું ચરિત્ર ખરેખર નીતિ, વિનય, ધર્મ, કામ, મોક્ષ, સુખ લક્ષ્મી અને સર્વ પણ કલ્યાણને સાધી આપે છે. પરંતુ અહીં એક દોષ છે કે જે આ કાર્યમાં અમારી જેવો અબુધ વક્તા છે અને ધીમંતો કલ્યાણના કાર્યમાં દીન હૈયાથી તે દોષને ગ્રહણ કરતા નથી. માટીના વાસણમાં ગ્રહણ કરેલું અમૃત પણ પોતાનું કાર્ય કરે છે. કાદવમાં ઉત્પન્ન થયેલું કમળ દેવોવડે પણ મસ્તક પર ધારણ કરાય છે. રત્નાદિ પદાર્થો પામરના હાથરૂપી પલ્લવમાં ગ્રહણ કરાયા હોય તો પણ પોતાનું કાર્ય કરે છે તેમ બીજા સર્વે પણ સ્વગુણોથી પોતાનું કાર્ય સાધે છે.
186