________________
જેવી રીતે દૂધના ઘડામાં લીંબડાના રસનો એક છાંટો પડ્યો હોય તો વિકારને કરતો નથી તેમ ગુણોના સમુદાયમાં એક તુચ્છ દોષ વિકારને લાવતો નથી. ઘણું કરીને અન્યશાસ્ત્રોમાં મારા વડે જે જેવાયું છે તે સર્વ પણ મારાવડે અહીં કહેવાયું છે અને જે સ્વમતિથી જ કરાયું હોય અથવા સ્ખલના થઇ હોય તેની ક્ષમા કરવી. (૪૧૬૬) જે વિવેકી છે તે ધર્મને આચરે છે અને પાપોનો ત્યાગ કરે છે તે સર્વસુખનો ભાગી થાય છે અને કલ્યાણની પરંપરાને પામે છે. જે નેમિ જિનેશ્વરના ચરિત્રને કરે છે, સાંભળે છે, વાંચે છે, વ્યાખ્યાન કરે છે, લખે છે તે જરા - મરણ - રોગથી મુકાયેલો શાશ્વત સ્થાનને પામે છે. (૪૧૬૯)
(આ પ્રમાણે નવ ભવથી યુક્ત શ્રીમદ્ નેમિજિનેશ્વરની ચરિત્ર કથા સમાપ્ત થઇ.)
આ પ્રમાણે જેમ શ્રીમદ્ નેમિજિનવડે સંસારના સ્વરૂપની વિચારણા કરીને સદ્ - અનુષ્ઠાન કરાયું તેમ આદિ શબ્દથી સંગૃહીત અન્ય મુમુક્ષો વડેપણ સંસારના સ્વરૂપની વિચારણા કરીને જ સદ્ અનુષ્ઠાનો કરાયા છે અને તે મુમુક્ષો કહેવા મુજબ અનંતા છે તે સ્વયં જાણી લેવું. અહીં પણ કેટલાક કહેવામાં આવશે. આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ પૂર્ણ થયો.
ભવભાવનાની ઉપાદેયતામાં બીજું પણ કારણ છે તેને વિશેષથી કહે છે. भवभावणनिस्सेणिं मोत्तुं च न सिद्धिमंदिरारुहणं । भवदुहनिव्विण्णाणऽवि जायइ जंतूण कइयावि ॥ ६॥ भवभावनानिःश्रेणिं मुक्त्वा च न सिद्धिमंदिरारोहणम् । भवदुःखनिर्व्विण्णानामपि जायते जंतूनां कदाऽपि ॥ ६॥
મૂળ ગાથાર્થ : સંસારના દુઃખથી કંટાળેલા જીવોને પણ ભવભાવના રૂપી નિસરણીને છોડીને સિદ્ધિરૂપી મંદિરમાં આરોહણ થતું નથી. (૬)
किंच--भवदुःखनिर्विण्णानामपि जन्तूनां भवभावनैव निःश्रेणिर्भवभावनानिश्रेणिः तां मुक्त्वा सिद्धिसौधारोहणं न कदाचित् सम्पद्यते, अतः शेषपरिहारेण विशेषतः सैवोपादेयेति भावः ॥
ટીકાર્થ ઃ અને વળી સંસારના દુઃખોથી કંટાળેલા જીવોને પણ ભવભાવના રૂપી નિસરણીને છોડીને સિદ્ધિ રૂપી મહેલનું આરોહણ ક્યારેય પ્રાપ્ત થતું નથી આથી બીજા બધાનો ત્યાગ કરવાપૂર્વક વિશેષથી ભવની વિચારણા એજ ઉપાદેય છે એમ કહેવાનું તાત્પર્ય છે. यत एवं ततः किमित्याह
જેથી આ પ્રમાણે છે તેથી શું કરવું એને કહે છે
तम्हा घरपरियणसयणसंगयं सयलदुक्खसंजणयं । मोत्तुं अट्टज्झाणं भावेज सया भवसरूवं ॥७॥ तस्मात् गृहपरिजनस्वजनसंगतं सकलदुःखसंजनकम् । मुक्त्वाऽऽर्त्तध्यानं भावयितव्यं सदा भवस्वरूपम् ॥ ७॥
મૂળ ગાથાર્થ : તેથી ઘર - પરિજન તથા સ્વજનોની સંગવાળા સર્વ દુઃખોને ઉત્પન્ન કરનાર એવા આર્ત્તધ્યાનને છોડીને સદા સંસારના સ્વરૂપની વિચારણા કરવી જોઇએ. (૭)
187