________________
पाठसिद्धैव ॥ नन्वेषा भवभावना भवद्भिरागमे क्क पठ्यमाना दृष्टा ? इत्याह-- પ્રશ્નઃ આ ભવભાવના આપના વડે આગમમાં ક્યાં કહેવાયેલી જોવાઈ છે? ઉત્તર : આ ભવભાવના નીચેની ત્રણ ગાથાઓ વડે આગમમાં કહેવાઈ છે.
તે ગાથાઓ આ પ્રમાણે છે – भवभावणा य एसा पढिजए बारसण्ह मज्झम्मि । ताओ य भावणाओ बारस एयाओं अणुकमसो ॥ ८॥ भवभावना च एषा पठ्यते द्वादशानां (भावनानां) मध्ये । ताश्च भावना द्वादश एता अनुक्रमशः॥८॥ पढमं अणिच्चभावं १ असरणयं २ एगयं च ३ अन्नत्तं ४ । संसार ५-मसुई चिय ६ विविहं लोगस्सहावं च ॥९॥ प्रथममनित्यभावमशरणत्वमेकत्वं । संसारमशुचित्वं चैव विविधं लोकस्वभावं च ॥९॥ कम्मस्स आसवं ८ संवरं च ९ निजरण १० मुत्तमे य गुणे । जिणसासणम्मि ११ बोहिं च दुलहं चिंतए मइमं १२॥ १०॥ युग्मम् कर्मणः आश्रवं संवरं च निर्जरणं उत्तमाँश्च गुणान्। जिनशासने बोधिं च दुर्लभं चिंतयेत् मतिमान् ॥१०॥
મૂળ ગાથાર્થ: આ ભવભાવના બાર ભાવનાની અંદર કહેવાઈ છે તે બાર ભાવનાઓ ક્રમથી આ પ્રમાણે છે –
પ્રથમ અનિયત્વ ૧. અશરણત્વ ૨. એકત્વ ૩. અન્યત્વ ૪. સંસાર ૫. અશુચિ– . અને વિવિધ લોક સ્વભાવ ૭. કર્મનો આશ્રવ ૮. કર્મનો સંવર ૯. કર્મની નિર્જરા ૧૦. ઉત્તમ ગુણો ૧૧. અને જિનશાસનમાં બોધિ દુર્લભ એ પ્રમાણે મતિમાન વિચારે. एतासु द्वादशभावनासु मध्ये पञ्चमस्थाने संसारभावनेयं पठ्यते, सा चेह विस्तरतोऽभिधास्यते, तत् प्रसंगतः संक्षेपेण शेषा अपीति गाथात्रयभावार्थः ।
આ બાર ભાવનામાં સંસાર ભાવના પાંચમા ક્રમે કહેવાય છે અને તે અહીં વિસ્તારથી કહેવાશે અને તેના પ્રસંગથી બાકીની અગીયાર ભાવનાઓ પણ સંક્ષેપથી કહેવાશે એ પ્રમાણે ત્રણ ગાથાઓનો ભાવાર્થ છે.
अवयवार्थं तु स्वयमेवाभिधित्सुः अनित्यत्वभावनां तावदाह-- વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાવાળા સ્વયં ટીકાકાર પ્રથમ અનિત્ય ભાવનાને જણાવતા
सव्वप्पणा अणिच्चो नरलोओ ताव चिट्ठउ असारो जीयं देहो लच्छी सुरलोयम्मिवि अणिच्चाई॥ ११ ॥ सर्वात्मनाऽनित्यो नरलोकस्तावत् तिष्ठत्वसारः । जीवितं देहो लक्ष्मीः सुरलोकेऽप्यनित्यानि ॥ ११ ॥
મૂળ ગાથાર્થ : મનુષ્ય લોક બધી રીતે અનિત્ય છે તે બાજુ પર રહો દેવલોકમાં પણ
188