________________
જીવિત શરીર અને લક્ષ્મી અનિત્ય છે. -૧૧
नरलोकस्तावत् सर्वात्मना नगनगरग्रामभवनादिभिः सर्वप्रकारैरनित्य इति प्रत्यक्षसिद्धत्वात्तिष्ठतु तावत्, न प्रतिपाद्यते, योऽपि सुरलोको लोके शाश्वततया प्रसिद्धस्तत्रापि भवनादीनां कथंचित् शाश्वतत्वेऽपि जीवितादीन्यनित्यान्येव, जीवितदेहयोः सुचिरमपि स्थित्वा कदाचित् सर्वनाशेन विनाशात्, लक्ष्म्या अपि महर्द्धिकैरितरेषां हठादपह्रियमाणत्वादिति ॥ अथ नदीपुलिनसार्द्रवालुकाविरचितहस्त्याद्युदाहरणेन सर्ववस्तूनां सामान्येनानित्यतामाह-
ટીકાર્થ : પર્વત નગર ગામ - ભવનાદિથી સર્વ પ્રકારે નરલોક અનિત્ય છે એ પ્રમાણે પ્રત્યક્ષ સિદ્ધ છે તેથી તે ભલે તેમ હો તેનું અહીં પ્રતિપાદન કરાતું નથી પરંતુ જે દેવલોક લોકમાં શાશ્વત બુદ્ધિથી પ્રસિદ્ધ છે તેમાં પણ ભવનાદિનું કથંચિત્ શાશ્વતપણું હોવા છતાં લાંબો સમય સુધી પણ રહીને ક્યારેક પ્રાણ અને શરીરનો સર્વનાશથી વિનાશ થતો હોવાથી જીવિત વગેરે અનિત્ય જ છે. સામાન્ય દેવોની લક્ષ્મી મહર્ધિક દેવોવડે બળાત્કારે હરણ કરાતી હોવાથી તે પણ અનિત્ય છે. હવે નદીના કાંઠે ભીની રેતીથી બનાવેલ હાથી આદિના ઉદાહરણથી સર્વવસ્તુઓનું સામાન્યથી અનિત્ય પણું જણાવે છે. (૧૧)
-
नइपुलिणवालुयाए जह विरइयअलियकरितुरंगेहिं । घररज्जकप्पणाहि य बाला कीलंति तुट्ठमणा ॥ १२ ॥ नदीपुलिनवालुकायां यथा विरचितालीककरितुरङ्गैः । गृहराज्यकल्पनाभिश्च बालाः क्रीडन्ति तुष्टमनसः ॥ ॥ १२ ॥ तो सयमवि अन्नेण व भग्गे एयम्मि अहव एमेव । अन्नऽन्नदिसिं सव्वे वयंति तह चेव संसारे ॥ १३ ॥ ततः स्वयमप्यन्येन वा भग्ने एतस्मिन्नथवा एवमेव ।
अन्याऽन्यदिशं सर्वे व्रजन्ति तथा चैव संसारे ॥ १३ ॥ युग्मम्
घररज्जविहवसयणाइएसु रमिऊण पंच दियहा । वच्चंति कहिंचिवि निययकम्मपलयानिलुक्खित्ता ॥ १४ ॥ गृहराज्यविभवस्वजनादिके रन्त्वा पंच दिनानि । व्रजन्ति कापि निजककर्मप्रलयानिलोत्क्षिप्ताः ॥ १४ ॥
મૂળ ગાથાર્થ : જેવી રીતે નદીના કાંઠે રેતીમાં બનાવેલ ખોટા હાથી ઘોડાઓથી અને ઘર - રાજ્યાદિની કલ્પનાઓથી ખુશ થયેલ મનવાળા બાળકો ક્રીડા કરે છે. ૧૨
પછી સ્વયં કે બીજા વડે રેતીમાં બનાવાયેલ આ હાથી - આદિ ભાંગે છતે અથવા એમજ મૂકી અન્ય - અન્ય દિશામાં સર્વ બાળકો ચાલ્યા જાય છે તેવી રીતે જ સંસારમાં જાણવું. ૧૩
ઘર -રાજ્ય - વિભવ - સ્વજનાદિમાં પાંચ દિવસ રમીને પોતાના કર્મરૂપી પ્રલય કાળના પવનથી ઊંચકાયેલા જીવો ક્યાંય પણ ચાલ્યા જાય છે. ૧૪ यथा नदीपुलिनवालुकादौ तथाविधतत्तत्कार्यासाधकत्वेनालीक विरचितक रितुरंगादिभिर्गृहराज्या दिकल्पनाभिश्च डिम्भास्तुष्टमनसः क्रीडन्ति, ततः स्वयमेव यदृच्छया अन्यान्यदिक्षु ते सर्वेऽपि व्रजन्ति, एवं संसारेऽपि सुरनरखेचरचक्रवत्र्त्यादयः प्राणिनो गृहराज्यविभवभार्यास्वजनादिषु विषये रन्त्वा रतिं बद्ध्वा
189