________________
અપરાધમાં પણ દાંતને કચકચાવતો ઊઠીને પત્નીને ગાઢ બાંધે છે અને મારે છે, કોઈ છોડાવે તો પણ છોડતો નથી. બાળકોને પણ ગુના વિના મારે અને બાંધે છે અને પિતાની આમાન્યા રાખતો નથી, માતાને દાદ દેતો નથી, ભાઇઓનો વિચાર કરતો નથી, શિણોને જેતો નથી. ગુરુ અને વડીલોનો વિચાર કરતો નથી પરંતુ એક વૈશ્વાનર થયેલો, બદ્ધ ભૂકુટીવાળો પગથી માથા સુધી લાલચોળ થયેલો, ઊગતા સૂર્યના કિરણ જેવી લાલ આંખવાળો, કપાયેલા પાંદડાની જેમ ધ્રુજતો, ગળતા પરસેવાના બિંદુવાળો, બોલવાના ભાન વિનાનો એવો તે નિમિત્ત વિના પણ બધાની સામે અસમંજસને બોલે છે. પછી તેનો હાથ બહુ પ્રચંડ હોવાથી ખપ્પરો એ પ્રમાણે તેનું નામ પ્રસિદ્ધ થયું અને અવજ્ઞાથી વાણીમાત્રથી પણ તેની સાથે કોઈ વાત કરતું નથી.
અને કોઈક વખત આ માટીના ઢેફાના કાંઠાવાળા ચણાના ખેતરમાં હળથી ખેડે છે અને ત્યાં હળમાં જોડેલો ગળિયો (૫૪) બળદ યુવાન અને પુષ્ટ શરીરવાળો હોવા છતાં ચાલતો નથી ત્યારે અતિ ગુસ્સે થયેલો આ બ્રાહ્મણ પરોણાથી તેને મારે છે તો પણ નહીં ચાલવાથી પેટ અને પગની વચ્ચે બંને જંઘામાં, બંને ખુરની પાછળ, બંને બાજુના પેટમાં, બાહુ પ્રદેશમાં કાંધપેર અને ડોકમાં આર (૫૫) ને ભોંકે છે, પછી ગળિયો જીભને કાઢીને બેસી ગયો અને બળદ બેઠે છતે આ બ્રાહ્મણ ગાઢતર કોધથી દાંતાવાળા ગાડામાં બાંધીને તેના પૂંછડાને મરડે છે અને મોટા ઢેફાઓથી તેને ત્યાં સુધી મારે છે જ્યાં સુધી પૃથ્વી ઉપર લાંબો થયેલો આ બળદ પ્રાણોથી મુકાયો તો પણ બ્રાહ્મણનો ક્રોધરૂપી અગ્નિ શાંત ન થયો અને તેથી આ અધિકાર પ્રજ્વલે છે. પછી મહાક્રોધથી આંધળો થયેલ, હૃદયમાં ઉત્પન્ન થયો છે સંઘર્ષ જેને એવો તે સર્વથા સમગ્દર્શન અને પ્રાણોથી મુકાયો અને પછી મિથ્યાદર્શનાદિ મોહના સૈન્ય તેને ગળામાં પકડી અને ઘોર નરકમાં નાખ્યો પછી મહાદુઃખથી દુઃખી થયેલો ઘણા કાળ સુધી સંસારમાં ભમાવાયો.
અને કોઈક વખત સમ્યગ્દષ્ટિ ધનંજય મહારાજની સમગ્ર અંતઃપુરમાં પ્રધાન પરમશ્રાવિકા એવી રુકિમણી નામની સ્ત્રીને વિશે કુબેર નામે પુત્ર રૂપે ઉત્પન્ન કરાયો. તે ભવમાં પણ શ્રાવક કુળમાં ઉત્પન્ન થવાથી આને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. પ્રજ્ઞાના ઉત્કર્ષથી આ જલદીથી કળાઓને ભણ્યો અને સર્વ સ્ત્રીઓને રમણીય એવા ભરયૌવનને પ્રાપ્ત કર્યું.
અને આ બાજુ વિષમ પલ્લીવનમાં રહેલો, ધનંજય રાજાના પૂર્વજોથી પણ અસાધિત વ્યાઘ નામે પલ્લીપતિ હતો અને તે કિલ્લાના આધારે હંમેશા ધનંજય રાજાના છેડાના દેશોને લૂંટે છે અને તે સમયે કોઈ એક દેશ ઘણો ઉપદ્રવ કરાયો તેથી કુબેર કુમારે તેના ઉપર ચઢાઈ કરી અને ભાગ્યયોગથી કોઈક રીતે પલ્લીપતિ પકડાયો અને તેનો નિગ્રહ કર્યો અને જાતે તે કિલ્લાને વશ કર્યો અને પછી આ (કુબેરકુમાર) ગીતોમાં ગવાય છે. પાઠોમાં પાઠ કરાય છે, બંદિવૃન્દો વડે સ્તવના કરાય છે, આશ્રિતો વડે પ્રશંસા કરાય છે. પછી અવસર જાણીને પિતાને જણાવીને વૈશ્વાનરનો સગોભાઈ જેનું બીજુ નામ શૈલરાજ છે એવો અનંતાનુબંધી માન નામનો દ્વેષ
(૫૪) ગળિયો બળદ એટલે સામર્થ્ય હોવા છતાં ભાર નહીં વહન કરનારો આળસુ
(૫૫) આર એટલે પરોણાને છેડે તીણ લોખંડની ખીલી ભરાવેલી હોય છે તે બળદના પેટાદિમાં જોકે ત્યારે તેની વેદનાથી બળદ જલદી ચાલે
230