________________
એક સંસારી જીવ તમને સહાય થશે અને આ વાક્ય જ્યારે બોલ્યા હતા તેને અનંતપુગલ પરાવર્ત કાળ થઈ ગયો અને હજુપણ એ અમારી વાર્તાનો વિષય બન્યો નથી તેથી આ આવું કેમ છે? કેમકે મહાપુરુષોએ જે પ્રતિજ્ઞા કરી હોય તે યુગાને પણ બદલતી નથી. પછી કર્મ રાજાએ ભૂકુટિ ચઢાવવાપૂર્વક મુખને ઊંચુ કરીને કહ્યું કે અરે! વત્સ! સંસારી જીવન વ્યતિકરમાં જે બનતું છે તેને તું જાણતો નથી, હું તમારી સન્મુખ તેને લાવું છું, બંધાયો છે અભિનિવેશ જેઓ વડે એવા મારા ભાઈઓ તે વરાકડાને ફરી ફરીને પાછો પટકે છે તેથી આવા પ્રકારના ઘરના લોકોના વિરોધમાં હું શું કરું? મારા એક વડે જ આ નથી કરાયું પરંતુ અહીં બીજું કંઇપણ છે. તથા ભવ્યત્વ-સ્વભાવ-લોકસ્થિતિ તેનો પુરુષાર્થ-કાળ પરિણતિ વગેરે પણ અહીં પ્રવૃત્તિ કરે છે (ભાગ ભજવે છે) તેથી તેઓની સાથે વિચારણા કરીને સમયે હું તમારા સર્વનું પણ ઈચ્છિત કરીશ. મેં જેને સ્વીકાર્યું છે તેને હું ભૂલ્યો નથી. ખરેખર હમણાં ધર્મબુદ્ધિ સંસારી જીવ પાસે ગઈ છે એમ સંભળાય છે તો પણ (તેની સેવા કરવાનો) શું હમણાં અમારો સમય પરિપકવ નથી થયો?' એ પ્રમાણે સબોધ કહ્યું છતે કર્મરાજાએ સ્વભાવ નામના પોતાના અમાત્યના હાથમાં તાળી લગાવીને મોટેથી હસીને કહ્યું કે અહો શું તે ધર્મબુદ્ધિ સાચી છે! જુઓ સબોધ પણ કેવું બોલે છે? ખરેખર તે મહાપાપબુદ્ધિ જ છે. લોકમાં ફક્ત નામમાત્રથી પોતાની ધર્મબુદ્ધિપણાની ખ્યાતિ કરીને ફક્ત નામના સમાનપણા માત્રથી ભ્રમિત કરાયેલ સર્વપણ વરકડા એવા આ જગતને ઠગે છે અને જે સમ્યગ્દર્શનની પુત્રીરૂપે ધર્મબુદ્ધિ છે તેને તું અન્ય રૂપે જ જાણે છે કારણ કે સમ્યગ્દર્શનની પુત્રી એવી ધર્મબુદ્ધિ જીવો માટે અમૃતવૃષ્ટિ સમાન છે અને તમારા અભ્યદયનું કારણ છે પરંતુ આ તો તેઓને આમંત્ર અને અભેષજ એવા મહાકાલકૂટ વિષની કંદલી (મૂળ) છે અને તમને મૂળમાંથી ઉખેડવાના કારણ રૂ૫ છે. કારણ કે પદાર્થો નામથી તુલ્ય હોવા છતાં સ્વભાવમાં ઘણાં વિસંવાદી હોય છે. કારણ કે તરત જ પ્રાણ હરવામાં અને પ્રાણ ટકાવવામાં વિષ (૫૫) એ પ્રમાણે નામ સમાન જ છે. હપૂરપર્ણ અને નાગવલ્લીદળમાં પત્ર નામ સમાન છે. કાંસા-સીસા-તાંબામય તથા ચાંદી અને સુવર્ણમય રૂપિયાદિ નાણામાં રૂપીયાપણું સમાન છે, આંબા અને લીમડાના વૃક્ષમાં વૃક્ષપણું સમાન છે, દહીં, દૂધ અને ઘી આદિમાં તથા સરસવ-કરંજતેલ આરનાલમાં રસસંજ્ઞા સમાન છે, છતાં સ્વભાવમાં વિસંવાદ છે એમ સર્વત્ર પ્રસિદ્ધ છે અને અમારે અહીં આ કહેવું ઉચિત નથી કારણ કે તે અમારા ભાઈના સચીવની પુત્રી છે પરંતુ તે સબોધ શત્રુ અને મિત્રને વિશે યથાવત્ બોલતા એવા પણ અમારી પાસે આવે છે તેથી અમે શું કરીએ ? પછી સ્વભાવ અમાત્યે કહ્યું કે હે દેવ! સોધથી શું ? હે ઈશ! તે ધર્મબુદ્ધિની સર્વપણ ચેષ્ટાને શું આ લોકો અનુભવથી જ નથી જાણતા? પછી માથું ધુણાવીને નખની ચપટી વગાડીને કર્મપરિણામ રાજાએ કહ્યું કે અહો! તે સાચું કહ્યું. આ ખરેખર સર્બોધ છે આનાથી અજાણ શું હોય? પરંતુ આ સોધ પૂર્વ અને તરુણ છે, આર્યોને અને મહાપુરુષોને ઝાંખા પાડે છે અને અમને ઉપદ્રવ કરે છે. પછી બે કાન બંધ કરીને સબોધે કહ્યું કે આહ! તમે આમ ન બોલો. આ સર્વ
(૫૧) વિસ-વિષ- ઝેર, પાણી એમ બે અર્થ થાય છે, ઝેર પ્રાણને હરનારું થાય છે અને પાણી પ્રાણને ટકાવનારું છે તેમ અહીં ધર્મબુદ્ધિ નામ બે વ્યકિતમાં સમાન છે પણ બંનેના કામો વિરુદ્ધ છે એક ધર્મબુદ્ધિ ધર્મમાં સહાય કરે છે. બીજી ધર્મબુદ્ધિ ધર્મનો નાશ કરે છે.
214