________________
તમારો પ્રસાદ છે તેથી અમે જઈએ છીએ અમારે યોગ્ય જે કંઈપણ કાર્ય હોય તે તમારે જણાવવું. પછી કર્મરાજાએ કહ્યું કે એમ કરાશે, તમે જાઓ. તમારો માર્ગ કલ્યાણકારી થાઓ.આ સબોધ ગયો અને પોતાના સ્વામી ચારિત્રધર્મરાજને સર્વ નિવેદન કર્યું.
અને આ બાજુ માતા-પિતાદિના મરણાદિના દુઃખથી દુઃખી થયેલો વૈશ્રમણ કુદષ્ટિ પુત્રી વડે વિશેષથી જ ધર્મ કરવાનો નિશ્ચયવાળો કરાવાયો અને ખેંચીને તે નગરના વાસી સ્વયંભૂનામના ત્રિદંડીના મઠમાં લઈ જવાયો અને ત્રિદંડીનો ધર્મ સંભળાવાયો અને દરરોજ અહીં મઠમાં આવવું એવો અભિગ્રહ ગ્રહણ કરાવાયો. ફરી ફરી મઠમાં આવતો તે એવો ભાવિત કરાયો કે જેથી તેણે ત્રિદંડીની દીક્ષા લીધી. પછી સ્વયંભૂએ પોતાની શિક્ષા તેને આપી. શૌચવાદને કરે છે, દરરોજ ત્રણ વાર અળગણ નદીઆદિના પાણીમાં સ્નાન કરે છે. તાંબાનું વાસણ અને લંગોટી આદિ ઉપકરણોને વારંવાર ધુવે છે. પછી ગુરુ મરે છતે ગુરુના સ્થાને નિમણુંક કરાયો અને સતત ઉન્માર્ગનો ઉપદેશ આપે છે સન્માર્ગનું દૂષણ કરે છે. સદ્ધર્મીઓનો દ્વેષ કરે છે. હંમેશા જ પોતાને બહુ માને છે. પછી કોઈક વખત આ પ્રમાણે કુધર્મબુદ્ધિથી વશ કરાયેલ મઠાદિમાં મૂચ્છિત થયું છે મન જેનું એવો તે મરીને, નીચે પડીને એકેન્દ્રિયાદિમાં ગયો. તે એકેન્દ્રિયાદિ ગતિઓમાં અનંત પુગલ પરાવર્ત ભમ્યો પછી કુબુદ્ધિ પુત્રીવડે કુદષ્ટિ ખુશ કરાઈ. કુદષ્ટિ વડે મિથ્યાદર્શન ખુશ કરાયો. મિથ્યાદર્શનવડે મોહરાજા ખુશ કરાયો.
પછી ફરીથી પણ આ સંસારી જીવ કર્મપરિણામ રાજાવડે કોઈપણ રીતે મનુષ્યોમાં લવાયો અને બ્રહ્મદત્ત બ્રાહ્મણનો પુત્ર સોમદત્ત નામનો બ્રાહ્મણ કરાયો અને ત્યાં પણ પતિ અને પરિજન સહિત કુદષ્ટિ આવીને પોતાની પુત્રી કુધર્મબુદ્ધિને આગળ કરીને તેની અતિ નજીક રહી અને મોહવડે મોકલાયેલ કદાગ્રહ હિંસાદિ દુષ્ટ સૈન્ય તેને સહાયભૂત થયું. પછી ત્યાં પણ તેણે ઘણાં યજ્ઞોને કરાવ્યા. પશુવયમાં પ્રવૃત્ત થયો. તેના માંસોનું ભક્ષણ કર્યું. જોડેલ હળલોહ- મીઠું, સંસક્ત તલ- કપાસ, જોડા- ઘોડા- ગાય-ભૂમિ- કામવિષયો- યજ્ઞાદીના દાનો અપાવ્યા, કન્યાના લગ્નો કરવાને પ્રેરણા કરાયો. આ પ્રમાણે ધર્મના બાનાથી બીજા પ્રચુર પાપો કરાવીને નરકાદિમાં પડાયો એ પ્રમાણે ફરી પણ વિમુખ કરીને એકેન્દ્રિયાદિમાં ભ્રમણ કરતો અનંતપુગલ પરાવર્ત સુધી રુંધાયો. આ પ્રમાણે બીજા બીજા સૌગતાદિ દર્શનમાં ધારણ કરીને ધર્મના બાનાથી ઘણાં પાપો કરાવીને, કુટુંબસહિત મિથ્યાદર્શન સચીવે તે વરાકડાને અનંતવાર પટક્યો અને દરેક વખતે એકેન્દ્રિયાદિમાં નાખ્યો અને ત્યાં અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો.
પછી કોઈક વખત મનુષ્યક્ષેત્રની અંતર્ગત સૌભાગ્યપુર નગરમાં સુંદર ગૃહપતિના ઘરે વરુણ નામના પુત્ર રૂપે ઉત્પન્ન કરીને કર્મપરિણામ રાજાએ વિચાર્યું કે અહો મારે આને કોઇપણ રીતે ચારિત્રધર્મની પાસે લઈ જવો જોઈએ અને નામથી ધર્મબુદ્ધિ પણ સ્વરૂપથી મહાપાપી એવી મિથ્યાદર્શનની કુદષ્ટિ પુત્રી જ્યાં સુધી આના સંનિધાનથી દૂર નહીં કરાય ત્યાં સુધી ચારિત્રધર્મની પાસે લઈ જવો શકય નથી અને કુબુદ્ધિની હાકલપટ્ટી સમ્યગ્દર્શનની પુત્રી શુદ્ધબુદ્ધિના સ્વીકારમાં થાય છે આ બે (શુદ્ધ બુદ્ધિ અને કુબુદ્ધિ) ના ભેદને જાણ્યા પછી સ્વતઃ જ વરુણ શુદ્ધબુદ્ધિનો સ્વીકાર કરશે અને શુદ્ધબુદ્ધિનો વિશેષ બોધ (જાણકારી) શુદ્ધ સિદ્ધાન્તની
215