________________
ઝૂંપડીમાં આકંદ કરતો, દરેક ઘરે ભમતો, દીનવચનોને બોલતો, હિતકર ઔષધી આદિની યાચના કરતો, લાભાંતરાય વડે હણાતો છે પૌષધાદિનો લાભ જેનો એવો તે લાંબા સમયથી દુઃખી થયેલો કોઇક રીતે રોગોથી મુકાયો. ફરી ધનપિપાસાથી પ્રેરાયેલો વ્યાપારોને કરે છે અને ઘણી વખત કોઈપણ રીતે કંઇક ધનને મેળવે છે. પરંતુ ક્યાંક રાજાઓ વડે લુંટાય છે, ક્યાંક ધૂવડે ઠગાય છે, ક્યાંક ચોરોવડે ગ્રહણ કરાય છે, ક્યાંક અગ્નિવડે ઉપદ્રવ કરાય છે. એ પ્રમાણે જુદા જુદા દેશોમાં ભટકતો ક્યાંક ધાતુવાદને કરે છે ત્યાં ગુપ્તચરો વડે ભક્ષણ કરાય છે. ક્યાંક ખાણવાદનો વારંવાર અભ્યાસ કરે છે ત્યાં વ્યંતર અને પિશાચોવડે શિલાપથ્થરાદિથી હણાય છે. સર્પો વડે ભક્ષણ કરાય છે. વીંછીઓવડે ડંશાય છે. મહાવેદનાના સમૂહને સહન કરે છે. આ પ્રમાણે પ્રતિસમય આવતી છે મહા-આપત્તિ જેને, ઘણો કંટાળેલો, ધન-સ્વજનપ્રદેશ-પત્નીથી વિમુકત, અતિદુઃખી ગ્રામ અને નગરોમાં ભટકતો ક્યારેક કોઈક વિદ્યામઠમાં ગયો અને ત્યાં કોઈક ધર્મશાસ્ત્ર પાઠક વડે ભાણાયું કે
સ્વજન-ધન-ભવન-યૌવન-સ્ત્રી-શરીરાદિ સર્વ અનિત્ય છે એ પ્રમાણે જાણીને આપત્તિમાં રક્ષણ કરવા સમર્થ એવા ધર્મને તે લોકો! તમે સેવો” . ૧
તેણે આ શ્લોક સાંભળ્યો પછી વિચાર્યું કે અહો! જ્યાં ક્યાંય પણ દુઃખી જીવોવડે શરણ કરાય છે અને જેની આગળ પોતાનું દુઃખ જણાવાય છે તે બધા પણ આ પ્રમાણે જ બોલે છે કે તે આગલા જન્મમાં ધર્મ કર્યો નથી અને ધર્મ વિનાના અશરણ પ્રાણીઓને ડગલે ને પગલે મહાઆપત્તિઓ આવે છે. તેથી કેવળ આફતોથી ભરેલા આ સંસારમાં તેઓને ધર્મ જ શરણ છે બીજો કોઈ નહીં. આટલામાં મિથ્યાદર્શનની ગૃહિણી કુદષ્ટિએ વિચાર્યું કે અહો ! લાંબા સમય પછી મને અવસર મળ્યો છે કારણ કે હમણાં વૈરાગ્ય નામના પ્રતિપક્ષ મનુષ્યનો આ પાત્રમાં કંઈક પ્રવેશ થયો જણાય છે તથા આની પાછળ જ અમારી શત્રુણી એવી સમ્યગ્દર્શનની પુત્રી કોઈપણ રીતે આવે છે ત્યારે સર્વ પણ સમર્થ થાય છે એ પ્રમાણે વિચારીને જલદીથી ધર્મબુદ્ધિ નામની પોતાની પુત્રીને મોકલી અને તે તેની પાસે ગઈ. તેના પ્રભાવથી વૈશ્રમણને વિચાર જાગ્યો અને વિચારે છે કે જે સર્વ વિદ્વાનોનો આ જ અભિપ્રાય છે તો પછી સર્વ અભિલષિત અર્થસિદ્ધિનું કારણ ધર્મ પ્રથમથી જ શા માટે ન કરાય? પુષ્ટ કારણની હાજરી હોય તો કાર્ય સ્વતઃ સિદ્ધ થાય છે તેથી સ્વદેશમાં જાઉં, માતાપિતાને મળું. પછી નિશ્ચયથી ધર્મની જ આરાધના કરીશ એ પ્રમાણે નક્કી કરીને કોઈક સમુદ્રના કાંઠે ગયો. નોકર થઈ વહાણમાં આરૂઢ થયો. પછી વહાણ સામે કિનારે પહોંચ્યું. ત્યાંથી જમીન માર્ગે પોતાના દેશમાં લાંબા કાળે પહોંચ્યો. પછી શ્રીનિલયનગરમાં જેટલામાં પહોંચે છે તેટલામાં પિતા તથા માતા મરણ પામ્યા. અને જે કંઈ પરિજન હતો તે ક્યાંય પણ ચાલ્યો ગયો. ઘર શીર્ણ થયું. દુકાનો ખંડિયેર થઈ. વિભવ નાશ પામ્યો. પછી તેને તેવા પ્રકારનું જોઈને પરમ વિષાદને પામ્યો. મહાશોકમાં ડૂળ્યો. લાંબો સમય પ્રલાપ કર્યો. ઘણાં પ્રકારે પોતાની નિંદા કરી. પછી ધર્મબુદ્ધિથી બંધાયેલ છે મન જેનું એવો વૈશ્રમણ કોઇપણ રીતે પોતાને સ્વસ્થ કરીને માતાપિતાના પરલોક કૃત્યોને કરે છે. એટલામાં ચારિત્રધર્મ વગેરે બધાવડે ભેગા થઈને કહેવાયેલા એવા સબોધ મહત્તમ કર્મપરિણામરાજ પાસે જઈને કહ્યું કે હે મહારાજ! તમારાવડે પૂર્વ આ પ્રતિજ્ઞા કરાઈ હતી કે
213