________________
દરેક સ્થાને આપત્તિઓને પામે છે પછી કોઈક વખત દેશાંતર જવાને માટે ધનપિપાસાએ પ્રેરણા કરી તેથી માતાપિતાને મૂકીને ઘણાં કરીયાણાથી ભરેલા ગાડાંઓને લઈને દેશાંતર ગયો અને માર્ગમાં જતા મહાટવીમાં ફસાયો. સર્વપણ સાર્થ તરસથી પીડાયો. પ્રયત્નપૂર્વક તપાસ કરવા છતાં પણ ક્યાંય પાણી ન મળ્યું. પાણીને મેળવવાની આશા નાશ પામી. મૂચ્છથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો સર્વ પણ સાથે પડ્યો અને બેભાન થયો. એટલીવારમાં મોટી ધાડ પડી. વૈશ્રમણને તેવી અવસ્થાવાળો જોઈને ચોરો તેના સર્વ પણ સર્વસ્વને (સર્વસ્વ એટલે ભૌતિક અને માનસિક સર્વ પણ સંપત્તિ.) હરણ કરી ગયા. પછી ત્યાં આવેલા કોઇક કૃપાળુ મુસાફરે ક્યાંયથી પણ પાણી લાવીને થોડું જળ બધાને પાયું અને તે સ્વસ્થ થયા એટલે તેઓને જળાશય બતાવ્યું અને તેઓએ ત્યાં જઈને પાણી પીધું, અંગોને ધોયા, સ્વસ્થ થઈને આગળ જવા માટે ચાલ્યા અને ભાતા આદિના અભાવથી સર્વ પણ સાથે પોતપોતાના ઉપાયોથી ગયો. વૈશ્રમણ પણ એક ગામમાં પહોંચ્યો. ભૂખથી પીડાતો નિચેતન થઈને વૃક્ષની છાયામાં પડ્યો. અનુકંપામાં તત્પર એવા કોઈક વડે જોવાયો અને તેણે કંઇક ભાતાદિ આપ્યા અને સ્વસ્થ થયો અને આગળ જતાં ઘણો થાકયો. પગથી ચાલવા શક્તિમાન થતો નથી અને સુકુમારપણું હોવાથી પગનાં તળીયામાંથી લોહી ફુટીને નીકળે છે. વારંવાર મૂચ્છ પામે છે, આળોટે છે, પડે છે, ખેદ કરે છે, આકંદ કરે છે, શોક કરે છે, વિલાપ કરે છે, માર્ગના થાકથી અને વિભવ તથા કુટુંબોનો વિયોગ થવાથી બહાર અને અંદર ઉત્પન્ન થયું છે મહાદુઃખ જેને એવો દીનતાને પામેલો એવી કોઈ ચેષ્ટા નથી જે તેણે ન કરી હોય. પછી અતિકષ્ટથી દરેક ગામમાં ભિક્ષાને માટે ફરે છે. મહાનિર્દય-અતિકઠોર એવો લાભાંતરાય ભિક્ષાના લાભને પણ હણે છે એ પ્રમાણે અતિનિષ્કરુણ ડગલે ડગલે આવી પડતી મહાપત્તિઓથી આ કષ્ટપૂર્વક કોઈપણ રીતે તામ્રલિપ્તિ દેશમાં પહોંચ્યો. કોઈકવડે વણિકપુત્રપણાથી રખાયો અને કંઈક ધનવાળો થયો. ધનપિપાસાવડે પ્રેરણા કરાયો. વેપાર શરૂ કર્યો. ઘણું ધન કમાયો. પછી ક્યાંકથી પણ આ શ્લોકને સાંભળ્યો.
“શેરડીનું ક્ષેત્ર અને સમુદ્ર તથા જીવરક્ષા અને રાજાઓનો પ્રસાદ તરત જ દરિદ્રતાનો નાશ કરે છે.”
ધનપિપાસા વડે પ્રોત્સાહિત કરાયો અને કરીયાણાનું વહાણ ભર્યું. સમુદ્રમાં પ્રયાણ કર્યું. અને સમુદ્રના મધ્યમાં પહોંચ્યો. સમુદ્રના મધ્યભાગમાં ગાઢ વાદળ ઘેરાયું. મેઘ અને સમુદ્ર ગર્જે છે, સર્વત્ર વીજળી ચમકે છે, અતિપ્રતિકૂળ પવન શરૂ થયો પછી ઉછળતા પ્રચંડ મોજાઓથી તેનું વહાણ સેંકડો ટુકડાવાળું થયું અને વૈશ્રમણ એક લાકડાના પાટીયાને પકડીને જલચર જંતુ અને મોજાઓના પછડાટથી ઉત્પન્ન થયેલ દુઃખોને અનુભવતો સમુદ્રના મોજાના પાણીથી હંકારાયેલો કોઈક દૂર દેશમાં પહોંચ્યો. જે દેશમાં પોતાના દેશનું નામ પણ સંભળાતું નથી અને મિત્રો તથા સ્વજનોની વાત પણ સંભળાતી નથી પછી ત્યાં દુઃખના ભારથી આકાન્ત થયેલા તેના ગાલપર ફોડાની સમાન રોગની આપત્તિ પાછળ લાગી. રોગના અનુભાવથી તાવમાં પટકાયો. માથાની વેદનાથી પીડિત થયો. શૂળથી પીડાયો અને અન્ય રોગોથી પીડાયો. શૂન્યદેવકુળમાં સૂતો. સભામાં બેસતો, હવાડામાં પડતો, મઠોમાં આળોટતો, મુસાફરોની
212