________________
૧૧
૧. આ. વિજયસિંહસૂરિ - તેમણે સ. ૧૧૯૧ના માહ વદિ ૩ના રોજ કૃષ્ણર્ષિના શિષ્ય આ. જયસિંહેહસૂરિની ‘ધર્મોપદેશમાલા ગાથા.”ગાથાઃ ૯૮નું વિવરણ ૨૦ઃ ૧૪૪૭૧ રચ્યું, જેમાં તેમના ગુરુભાઈ પં૦ અભયકુમાર ગણિએ સહાય કર હતી. આ આચાર્ય ઘણા રૂપાળા અને શાંત હતા.
૨. આ૦ ચંદ્રસૂરિ-તેઓ લાટદેશના નાણાપ્રધાન મંત્રી હતા.
૩. આ૦ વિબુધચંદ્ર- તે પણ લાટદેશના મંત્રી હતા. તેમણે મંત્રીપદ તજી દીક્ષા લીધી. તેમણે ગુરુદેવની ‘વિસે સાવસ્મય’ની બૃહતિનું તથા આ૦ચંદ્રસૂરિએ રચેલા મુણિસુવ્યયચરિય” નું સંશોધન કર્યું હતું તેમના શિષ્ય ઉપાધ્યાય પદ્મચંદ્ર હતા.
૪.૫૦લક્ષ્મણ ગણિ - તેમણે સ૦૧૧૯૯ના માહસુદિ ૧૦ના રોજ ગુજરશ્વરકુમારપાલના રાજ્યમાં માંડલમાં સુપાસનાચરિયું ગ્રંથાગ : ૧૦૦૦૦ પ્રમાણ રચ્યું છે.
આ૦ હેમચંદ્રસૂરિએ ઘણી ધર્મપ્રભાવના કરી હતી. ગિરનાર તીર્થનો કબજો અપાવ્યો હતો. અમારિ પ્રવર્તાવી હતી. સાધુઓનો થતો પરાજય નિવાર્યો હતો. ચૈત્યવાસનો ફેલાવો ન થાય એ માટે તેમણે સક્રિય પ્રયત્ન કર્યો હતો. જિનમંદિરો માટે થતા વિનો દૂર કરાવ્યાં હતા. લગભગ એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરેલી છે. - તેઓ સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા. રાજા સિદ્ધરાજ તેમની સ્મશાન યાત્રામાં થોડાએક માર્ગ સુધી સાથે ગયો હતો અને એ રીતે પોતાનો આચાર્ય શ્રી પ્રત્યેનો હાર્દિક પૂજ્યભાવ વ્યકત કર્યો હતો.
- આચાર્ય શ્રી પરમનૈષ્ઠિક પં.શ્વેતાંબચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા. એકંદરે તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. (જૂઓ, જીવસમાસની સ્વલિખિત પ્રત) (-આ૦ ચંદ્રસૂરિકૃત ‘સણયકુમારચરિય’ અને ‘મુણિસુવ્યચરિયું' - પ્રશસ્તિ, આ૦ વિજયસિંહસૂરિકૃત “ધમોંપદેશમાલાવિવરણ” -પ્રશસ્તિ, ૫૦ લક્ષ્મણગણિકૃત ‘સુપાસનાચરિય” -પ્રશસ્તિ; આ૦ દેવપ્રભસૂરિકૃત ન્યાયાવતાર-ટિપ્પન, આ૦ દેવભદ્રકૃત પાંડવાયન'; આ૦ રાજશેખરસૂરિકૃત
ન્યાયકંદલીપંજિકા-પ્રશસ્તિ અને પ્રાકૃત દયાશ્રયમહાકાવ્યવૃત્તિ' - પ્રશસ્તિ; પિટર્સન રિપોર્ટ પા૦ ૮૯ થી ૯૬, જૈનસત્યપ્રકાશ' ક્રમાંક ૧૩૬; જૈન” અંક તા-૨-૧૦-૧૯૨૭. પાના ૬૯૭)
૨. આ૦ હેમચંદ્રસૂરિ પોતે “જીવસમાસની વૃત્તિમાં પોતાનો પરિચય આપે છે કે, “યમ, નિયમ, સ્વાધ્યાય અને પદસ્થ ધ્યાનાનુષ્ઠાનરત, પરમનૈષ્ઠિક પંડિત શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક
શ્રી હેમચંદ્રાચાર્યે સં૦ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ ને સોમવારે પાટણમાં જયસિંહના રાજ્યમાં " “જીવસમાસવૃત્તિ' (ગ્રીઃ ૭00) લખી છે. આ પ્રતિ આજે ખંબાતના ભંડારમાં વિદ્યમાન છે. (જૈનપરંપરાનો ઈતિહાસ ભાગ ૨ માંથી સાભાર ઉત)