________________
: પ્રાકથન : વિ. સં. ૨૦૪૭ માં મારી દીક્ષા થયા પછી વડી દીક્ષાના જોગના દિવસથી સંસ્કૃત બુકોનો તથા પાકૃત પાઠમાળાનો અભ્યાસ કરાવવા દ્વારા સતત કાળજી લઈ મને જેમણે સ્વાધ્યાયમાં જડ્યો છે તથા બુકોનો અભ્યાસ પૂર્ણ થયા પછી ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર દશપર્વ, પરિશિષ્ટ પર્વ, ઉપમિતિ ભવ પ્રપંચાસાર, ઉપદેશમાલા, સમરાઠચ્ચ કહા વગેરે પાયાના ગ્રંથોનું સતત વાંચન કરાવી અમને જેમણે શાસ્ત્રગ્રંથો વાંચતા કર્યા છે તથા દીક્ષા પૂર્વે આયંબિલ વર્ધમાન તપમાં પ્રબળ પ્રેરણા કરી બાહ્યતપ કરતા કર્યા છે તથા સંયમ જીવનમાં સ્થિર કર્યા છે એવા વર્ધમાન તપોનિધિ પ્ર. પ્ર. ગુરુદેવ, ૫.પૂ.આ.દે શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ.સા.ના ઉપકારને ક્યારેય વિસરી શકાય તેમ નથી.
વિ. સ. ૨૦૩૪માં વાપી ચાતુમાસાર્થે પધારેલ, નિત્ય પ્રભુપૂજા કરવાના નિયમના પ્રદાનથી સંસારરૂપી અટવીમાંથી ખેંચીને મોક્ષમાર્ગ પર પ્રયાણ કરાવનાર અને દીક્ષા પછી ઉત્તરોત્તર યોગ ગ્રંથોનો અભ્યાસ કરાવનાર, સ્વાધ્યાય નિમગ્ન, પ્રશાંતમૂર્તિ એવા વિદ્રવદ્વર્ય પ્રગુરૂદેવ પ.પૂ.આ.દે શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ.સા. (તે વખતે મુનિરાજ) ના ઉપકારને ક્યારેય વિસરી શકાય તેમ નથી.
કર્મગ્રંથોનો અભ્યાસ કરાવનાર, કર્મ સાહિત્ય સર્જક પૂ. ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્ વિજય વીરશેખર સૂરીશ્વરજી મ.સા.નો ઉપકાર વિસરી શકાય તેમ નથી.
તથા આ ગ્રંથના ભાષાંતરને તપાસી કાળજીપૂર્વક સંશોધન કરી આપનાર પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખર વિજયજી મ.સા. ના ઉપકારને ભૂલી શકાય તેમ નથી.
તેમ છતાં મારી મતિ મંદતાના કારણે આ ગ્રંથના અનુવાદમાં ક્ષતિઓ રહી ગઈ હોય તેને સુજ્ઞજન સુધારીને ભાવનાઓને આત્મસાત્ કરી વહેલામાં વહેલા પોતાના મોક્ષ પર્યાયને પ્રગટ કરી શાશ્વત સુખના ભોક્તા બને એ જ એક શુભાભિલાષા અને મારી મોક્ષમાર્ગની આરાધના વાવ ભવ અતૂટ રહે તેવી અભિલાષા પૂર્વક વિરમું છું.
મુનિ શ્રી સુમતિશેખર વિજય વિ. સં. ૨૦૫૭, જેઠ વદ-૧ સંભવનાથ જિન મંદિર, વિરાર