________________
૧૨
શ્રીસંઘે ગિરનારતીર્થને ૫૦,000 અને શત્રુંજય તીર્થને ૩૦,000 પારુન્થયની ભેટ ધરી
હતી.
(આ. ચંદ્રસૂરિકૃતિ મુણિસુબ્રમચરિયું, ગાથા ૬૩ થી ૭૬)
મલવાર હેમચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથોની રચના કરી છે, જેનું પ્રમાણ લગભગ લાખ શ્લોક જેટલું થાય છે૧. આવસ્મય ટિપ્પણક-આવશ્યકપ્રદેશવ્યાખ્યા, ગ્રં૦ઃ ૫૦૦૦. ૨. સયગ કમ્પગંથ વિવરણ, ગ્રં૦ ૪000. ૩. અણુઓગદારસુત્તવિત્તી, ગ્રં૦ઃ ૬૦૦૦. ૪. ઉવએસમાલા-પુષ્કમાલાપગરણ મૂલ, ગ્રં૦ઃ ૫. પુખુમાલા સ્વોપજ્ઞવૃત્તિ, ગ્રં૦ઃ ૧૪૦૦૦. ૬. જીવસમાસ વિવરણ, ગ્રં૦ઃ ૭000, સં૦ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ ને સોમવાર, પાટણ.
(તેમણે સં૦ ૧૧૬૪ માં રચેલા આ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે.
એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ ગણાય છે.) ૭. ભવભાવના-મૂલ, સં૦ ૧૧૭૦, મેડતા અને છત્રાપલ્લી. ૮. ભવભાવના સ્વોપલ્લવૃત્તિ, ગ્રં૦ ૧૩૦૦૦, સં૦ ૧૧૭૦, મેડતા-છત્રાપલ્લી. ૯. નંદિસુત્ત ટિપ્પન. ૧૦. વિસેરાવસ્મય-બ્રહવૃત્તિ, ગ્રંવઃ ૨૮000, સં૦ ૧૧૭૫.
તેમને વિશેસાવસ્મય” વૃત્તિ રચવામાં ૧.૫૦ અભયકુમાર, ૨. પ૦ ધનદેવ ગણિ, ૩. પ૦ જિનભદ્ર ગણિ, ૫૦ લક્ષ્મણ ગણિ, ૫. મુનિ વિબુધચંદ્ર તથા ૬ સાધ્વી આણંદથી મહત્તરા અને ૭. સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી.
તેમના ગ્રંથોમાં ભવભીરુતાનો પરિચય આ પ્રકારે મળે છે. “મને ગરુજનોએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમજ્યો છું તેને આત્મસ્મરણ માટે અહીં ગોઠવ્યું છે આમાં જે જે દોષો હોય તે મુનિજનોએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમકે જગતમાં સૌ કર્મને આધીન છે. સૌ છદ્ભસ્મ છે અને મારા જેવા તો બુદ્ધિ વિહોણા છે, ને મતિવિભ્રમ તો કોને થતો નથી ?” (આવસ્મય ટિપ્પન)
તેમના શિષ્યોમાં ચાર બહુ પ્રસિદ્ધ હતા.
१. ग्रन्थलक्षविनिर्माता निर्ग्रन्थानां विशेषकः॥८॥
(-ન્યાયકંદલીપંજિકા-પ્રશસ્તિ)
येन ग्रथितग्रन्थस्य लक्षमेकंमनाक्सनम्॥ (-આ. જયસિંહસૂરિકૃત ‘ધમપદેશમાલા વિવરણ')