________________
લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન દેરાસરોને પાછી અપાવી.
(-પિટર્સન રિપોર્ટ, પાનાઃ ૧૪-૧૬)
એક દિવસે રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી ખુશ થઈ દર સાલ માટે વર્ષના ૮૦ દિવસોમાં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીના ચરણમાં અર્પણ
આ૦ દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકાક્ષરીમાં આ રીતે રજૂ કરે છે - “માલધારી આ અભયદેવના પટ્ટરૂપી આકાશમાં આવહેમચંદ્રરૂપી ચંદ્ર ઉગ્યો. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીઘયુષી બન્યા. ૨
આ૦ હેમચંદ્રના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શંત્રુજય તીર્થનો છ'રી પાળતો યાત્રા સંઘ નીકળ્યો. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલીમાં પડાવ નાખ્યો. સંઘના પુરુષો અને સ્ત્રીઓ નાહી-ધોઈ શરીરે કેસર ચોળી, બહુમૂલ્ય વસ્ત્રો પહેરી, રત્નજડિત દાગીના ધારણ કરી દેરાસરમાં દર્શન-પૂજા-પ્રભાવના કરી રહ્યા હતા. સંઘપતિ પાસે પણ ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી.
સ્વરાર સુરાપો નાથં મvi દુર્દો” ૬૮ પાસવાનોએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજ! સમજી લે કે ગુજરાત-પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારે આંગણે આવ્યું છે. માન કે, લક્ષ્મી તને ચાંલ્લો કરવા આવી છે.
"ता गिण्ह तुम्हं एवं भंडारो होइ तुह जहा पोढो।
संभाविज्जइ णाणं एकाए दव्वकोडीए॥७०॥" રાજ! આ સંઘને લૂંટી લે, તારો ખજાનો છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.
આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વસ્વ લૂંટી લેવાનો મનસૂબો કરી લીધો પણ તેને રાજમર્યાદાનો ભંગ અને અપયશનો મોટો ડર હતો, તેથી શું કરવું એની વિમાસણમાં તે પડી ગયો. તેણે સંઘને જાણી-જોઈને એક દિવસ અહીં વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળ્યો જ નહીં. બીજે દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. આ.હેમચંદ્ર રાજા ખેંગારનું મન પારખી લીધું હતું તેથી તેમણે આ મરણના બાનાથી રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યો. રાજવીને નીતિના માર્ગે દોરવણી આપી. રાજાએ પણ ઉપકાર માની પ્રસન્ન થઈને સંઘને આગળ પ્રયાણ કરવાની રજા આપી. સંઘ ત્યાંથી રવાના થઈ શત્રુંજયતીર્થ યાત્રા કરી પાટણ ગયો.
२. प्रतिवर्ष जीवरक्षा अशीत्यहमशीत्यहम्।
यस्योपदेशात् सिद्धेश: ताम्रपत्रेष्वलीलिखत्॥१०॥ (-પાકૃત દયાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, ન્યાયકંદલીપુંજિકા-પ્રશસ્તિ)
૨. રાજા રાજયના કેવળ મનુષ્યોનો જ નહીં પણ સઘળાં પ્રાણીઓનો રક્ષક બને છે ત્યારે તેનું રાજ્ય બહુ તપે છે. રા'ખેંગાર, રાજા સિદ્ધરાજ, રાજા કુમારપાલ, બાદશાહ અકબર, કચ્છનરેશ અને મોરબીનરેશ વાઘજી ઠાકોર વગેરે અનેક દાખલાઓ એ અંગે મળે છે.