________________
ગ્રંથકાર મલધારી આ.ભ. હેમચંદ્રસૂરિનો પરિચય ૨. આ૦ હેમચંદ્રસૂરિ - તેઓ આ૦ અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે ગુજરાતના રાજા સિદ્ધરાજ અને કુમારપાલના સમયે જૈનશાસનમાં આ૦ હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. માલધારી આ૦ હેમચંદ્રસૂરિ એ સૌમાં ઉમ્મરથી મોટા હતા. શાંત અને પ્રભાવક હતા.
આ૦ અભયદેવસૂરિના ઉપદેશથી મહામાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યો ત્યારે લાખોની મિલકત,. રૂપાળી સ્ત્રીઓ-પત્નીઓ, સાહ્યબી અને મંત્રીપદને છોડી દઇ દીક્ષા લીધી અને શાસ્ત્રો ભણીગણીને ગુરુમહારાજના હાથે આચાર્યપદ પ્રાપ્ત કર્યું, તે જ અંતે મલધાર હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા.
આ૦ હેમચંદ્રસૂરિ સ્વભાવથી જ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવન ઘટનાઓ અને ગ્રંથોમાં તેમના આ ગુણોની ઝળક મળે છે. તેઓ વધુ પ્રમાણમાં ‘ઉપમિતિભવપ્રપંચા કથા” નું વ્યાખ્યાન આપતા હતા, ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસર્ગિક ગુણોથી આકર્ષાયો હતો. તે તેમના વ્યાખ્યાનમાં પોતાના પરિવાર સાથે ઘણીવાર જતો હતો અને ચિત્તને સ્વસ્થ બનાવી વ્યાખ્યાન સાંભળતો હતો. તેમના દર્શન માટે અવારનવાર આવતો હતો. આલાપ-સંલાપ પણ કરતો હતો અને કોઇ કોઈ વાર આચાર્યશ્રીની રાજમહેલમાં પધરામણી પણ કરાવતો હતો.
રાજાએ એક વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધરાવ્યા. ઊંચે બેસાડી ડાભ વગેરે વસ્તુઓથી આચાર્યશ્રીની ત્રણ વાર આરતી ઉતારી અને આચાર્યશ્રીના ચરણમાં પડીને તેમને પંચાંગ નમસ્કાર કર્યા. પોતાને માટે પિરસાઈને આવેલા થાળમાંથી આચાર્યશ્રીને ચાર પ્રકારનો આહાર વહોરાવ્યો.
જાણે પોતાનું જીવન સફળ થયું એમ માનીને તેણે સહર્ષ જાહેર કર્યું કે, હું માનું છું કે આજે ભ૦ મહાવીર સાક્ષાત્ મારા આંગણે પધાર્યા છે.”
રાજાએ આચાર્યશ્રીના ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરો ઉપર સોનાના કળશ ચડાવ્યા.
ભરૂચના દંડનાયક શાંતુ મહેતાએ આચાર્યશ્રીના ઉપદેશની સમળીવિહાર ઉપર સોનાનો કળશ ચડાવ્યો.
ધંધુકા, સાચોર વગેરેના અજેનો જૈનોને કનડતા હતા. જૈનોની રથયાત્રાના ઉત્સવમાં વિન નાખતા હતા. રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી આ કનડગત દૂર કરાવી. રથયાત્રા નિર્વિદને નીકળી શકે એવો પાકો પ્રબંધ કરાવ્યો. રાજ્યના અમલદારોએ સત્તાના મદથી જિનમંદિરના લાગા બંધ કરાવ્યા હતા તે રાજાએ ફરીથી ચાલુ કરાવ્યા. કોઈ કોઈ ગામોમાં તો
१. प्रतिबोध्य सिद्धभूधवमुद्दण्डकनककलशैर्यः।
उत्तंसितवान् परितः स्वदेश-परदेशचैत्यानि॥९ (-પ્રાકૃત દ્વયાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, સં૦ ૧૩૮૭, ન્યાયકંદલી-પંજિકા-પ્રશસ્તિ, સં૦ ૧૩૮૫, પિટર્સનનો રિપોર્ટ, પાના ૧૪, ૧૬)
सकलनिजधरित्रीमध्यमध्यासितानां जिनपतिभवनानां तुङ्गशङ्गावलीषु ।
अनघयदुपदेशात् सिद्धराजेन राज्ञा स्फुरदविरलभास: स्थापिता स्वर्णकुम्भाः। (-પિટર્સન રિપેટિ, પાનાઃ ૮૯)