________________
છે.આ માણસ વીશમા વર્ષે પડવાથી મરે અથવા દશ વર્ષનો કે ત્રીશ વર્ષનો હોય ત્યારે મૃત્યુ થાય અથવા આ એંસી વર્ષનો થાય ત્યારે પોષ મહિનામાં શુક્રવારને મૃગશીર્ષ નક્ષત્ર હોય ત્યારે રાત્રીના મરેં.
(૫) સિંહરાશિમાં જન્મેલ મનુષ્ય ધનવાન, માની, કિયાથી યુક્ત, મધ અને માંસનો પ્રિય, તથા દેશોમાં ભમવાના સ્વભાવવાળો, વિનીત, ઠંડીથી ડરનાર,જલદીથી ગુસ્સે થનાર, સારાપુત્ર વાળો, માતાપિતાને પ્રિય,લોકમાં પ્રગટ વ્યસની, પીળી આંખવાળો (માંજરો) ભૂખથી પીડાનાર, અલ્પબુદ્ધિવાન, રાજાનો ભક્ત,મિષ્ટાન પ્રિય અથવા જે આ સો વર્ષનો વસંતમાં મઘા નક્ષત્રમાં મરે તો શનિવારે પવિત્ર ક્ષેત્રમાં પ્રાણત્યાગ કરે.
(૬) કન્યારાશિમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય વિલાસિની સ્ત્રીઓને આનંદ આપનાર, ધનથી પૂર્ણ, દાતા, દક્ષ, કવિ વૃદ્ધાવસ્થામાં ધર્મપરાયણ નાટ્યમાં સર્વને લોકપ્રિય, સંગીત અને વ્યસનમાં રત, પ્રવાસશીલ, સ્ત્રીથી દુઃખી, નેત્રરોગી અને નિર્ભય, વિશાળ કેડ અને પેટવાળો થાય, વીશ કે ત્રીશ વર્ષનો થાય ત્યારે મસ્તક રોગથી, પાણીથી કે અગ્નિથી, કે શસ્ત્રથી મરે, ત્યાર પછી એંસી વર્ષનો મૂળ નક્ષત્રમાં વૈશાખ મહીને બુધવારે મરે.
(૭) તુલા રાશિમાં જન્મેલો મનુષ્ય કારણ વિના ગુસ્સે થનાર, દુઃખી, સ્પષ્ટભાષી, ક્ષમાથી યુકત, ચલ-ચક્ષુ. ચલલક્ષ્મી, ઘરમાં શૂર, વ્યાપારનિષ્ણાત,દેવોનો પૂજક, મિત્રવત્સલ,પ્રવાસી,મિત્રોને પ્રિય, ઉદાર, સત્યબોલનાર, અલાલચુ, સંવિભાગી અને દીર્ઘનેત્ર, દયામાં તત્પર,નિપુણ, સંગ્રહ કરનાર થાય છે વીસ વર્ષનો થાય ત્યારે ભીંતના પડવા વગેરેથી મરે છે અથવા એંસી વરસનો થાય તો જેઠમાસમાં મંગળવારે અનુરાધા નક્ષત્રમાં મરણ પામે
છે.
(૮) વૃશ્ચિક રાશિમાં જન્મેલા મનુષ્ય બાળપણામાં પ્રવાસ કરનાર, કૂર-સ્વભાવી, પરાક્રમી, માંજરી આંખવાળો, પદારા રત, માન, સ્વજન તથા લોકમાં નિષ્ફર, એકાએક ધનને પ્રાપ્ત કરનાર, માતાપિતાને વિશે પણ દુષ્ટબુદ્ધિવાળો, ધૂર્ત, ચોર, નિષ્ફળ આરંભી હોય છે. અઢાર કે પચીસ વર્ષનો થયેલો આ વીંછી, અસ્ત્ર, સાપ, અને ચોરથી જો મરતો નથી તો પછી સિત્તેર વર્ષ જીવે છે.
(૯) ધનરાશિમાં જન્મેલો મનુષ્ય પરાક્રમી, સત્યવર્તી, બુદ્ધિશાળી, સાત્વિક, લોકને આનંદ આપનાર, શિલ્પ અને વિજ્ઞાનને જાણનારો , ધનાઢ્ય, ઉત્તમ સ્ત્રીવાળો, માની, ચારિત્રસંપન્ન, મધુરવાણી બોલનાર, તેજસ્વી, સ્થૂળ દેહવાળો, કુળને હણનાર, રાજમાનિત, પાછલી અવસ્થામાં દરિદ્ર, મિત્રનો દેશી, કજિયાખોર, પગમાં અને આંગળીમાં છિદ્રવાળો, સુખશાંતિવાળો થાય છે. જો અઢાર વર્ષનો મરણ ન પામે તો આ સિત્તેર વર્ષનો થાય છે. શુક્રવારે શ્રવણ નક્ષત્રમાં મરણ પામે.
(૧૦) મકર રાશિમાં જન્મેલ મનુષ્ય દુષ્ટજનને પ્રિય, સ્ત્રીઓને વશ હોય, પંડિત, શીલથી યુક્ત, ગીતને જાણનાર, ગુહ્યસ્થાનમાં લાંછનવાળો, ઘણાં પુત્રવાળો, માતૃવત્સલ, ધની, ત્યાગી
253