________________
આનંદ નામનું સંવત્સર છે (વર્ષ છે).શરદઋતુનો કાળ છે. કાર્તિક મહિનો છે. ભદ્રામાં બીજ તિથિ છે, ગુરુવાર છે, કૃતિકા નક્ષત્ર છે, વૃષભ રાશિ છે, ધૃતિ યોગ છે, લગ્ન પ્રશસ્ત ગ્રહો વડે જોવાયેલ છે. સર્વગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા છે, ચંદ્રની હોરા છે, પાપગ્રહો અગીયારમાં સ્થાનમાં રહેલા છે તેથી શુભ છે. હે દેવ! આવા પ્રકારની રાશીમાં કુમારનો જન્મ થયો છે તેથી કુમાર વિપુલ લક્ષ્મીવાળો તથા અપરિમિત વિક્રમાદિ ગુણોથી યુક્ત મહારાજા થશે. પછી રાજાએ કહ્યું કે આર્ય! આ રાંશિઓ શું છે? અને એના શું ગુણો છે? એ પ્રમાણે મને જણાવ જેથી રાશિઓના જે ગુણો છે તે કુમારની રાશિમાં સંગત થાય છે કે નહીં તેની મને ખબર પડે. સિદ્ધાર્થે કહ્યું કે
હે દેવ! કુલ રાશિઓ બાર છે. તે આ પ્રમાણે ૧. મેષ ૨. વૃષભ ૩. મિથુન ૪. કર્ક ૫. સિંહ ૬. કન્યા ૭. તુલા ૮. વૃશ્ચિક ૯. ધન ૧૦. મકર ૧૧. કુંભ ૧૨ મીન. આ રાશિઓના ગુણ ટુંકમાં આ પ્રમાણે છે
(૧) મેષ રાશિમાં જન્મેલા જીવો ચસુવિલાસી, બળવાન, રોગી, ધર્મ માટે દઢ નિશ્ચયવાળા, પાણીથી ડરનારા, સ્ત્રીઓને પ્રિય, કૃતજ્ઞ, રાજમાન્ય, ઉગ્રકર્મવાળા, અંતમાં શાંત થનારા, પ્રવાસી થાય છે. તેનું અઢાર વર્ષે મૃત્યુ થાય અથવા પચીશ વર્ષને અંતે કોઇક રીતે ભ્રષ્ટ થાય અને તે બેથી જે બચી જાય તો (અઢાર કે પચીશ વર્ષે મૃત્યુ ન થાય તો) સો વર્ષ સુધી જીવે અને આ કૃતિકા નક્ષત્રમાં અધરાત્રે મરે.
(૨) અને ચૌદશમાં મંગળવારે વૃષભ રાશિમાં જનમ્યો હોય તે ભોગી, દાતા, પવિત્ર, દક્ષ, મોટા લમણાવાળો, મોટા ગળાવાળો, ધનવાન, અલ્પભાષી અને સ્થિર ચિત્ત, જનપ્રિય, પરોપકારી અને મનોહર, ઘણાં પુત્રવાળો, શોર્યથી યુક્ત, તેજસ્વી, ઘણો રોગી, કંઠરોગી, સારા મિત્રવાળો, ભોગપ્રિય, સત્યવાદી, કાંધ અને લમણા પર ચિહનવાળો થાય. વૃષભ રાશિમાં જન્મેલો આવા ગુણ સમૂહથી મુક્ત થાય તે સો વર્ષ જીવે. જે પચ્ચીસ વર્ષનો થાય અને ભાગતા ચતુષ્પદથી તેનું મરણ થાય તો બુધવાર અને રોહિણી નક્ષત્ર હોય ત્યારે થાય.
(૩) મિથુન રાશિમાં જન્મેલો મનુષ્ય મિષ્ટાનપ્રિય, ચક્ષુવિલાસી, મૈથુનમાં આસકત મનવાળો, ધનાઢ્ય, કરુણાથી યુક્ત, કંઠરોગી, જનપ્રિય, ગાંધર્વનાટ્યમાં કુશળ, કીર્તિને ભજનાર,ઉત્કટ ગુણવાળો, પ્રથમ દુઃખ ભોગવીને પછી આ ધનવાન થાય છે, કુતૂહલી અને અભિમાની અને તે વિજ્ઞાની થાય. તથા ગૌરવર્ણવાળો, દીર્ઘ, ચતુરાઈ પૂર્વક બોલનાર, બુદ્ધિશાળી, દઢવતી, સમર્થ અને ન્યાયવાદી થાય. સોળમે વર્ષે પાણીમાં તેનું મૃત્યુ થાય. જો આ એંશી વર્ષનો થઈને મરે તો પોષ મહિનામાં પાણી કે અગ્નિમાં મરે.
(૪) કર્ક રાશિમાં જન્મેલ હોય તો કાર્ય કરવામાં સત્ત્વશીલ, ધની, શૂર, ધર્મિષ્ઠ, ગુરુનો પ્રેમી, મસ્તક રોગી, મહાબુદ્ધિવાન, કૃશ શરીરવાળો, કરેલ કર્મોનો ભોક્તા, પ્રવાસ કરવાના સ્વભાવવાળો, કોપથી અંધ, બાળપણમાં દુઃખી, સારા મિત્રવાળો, ઘણાં નોકરવાળો, કંઈક વક, ઘણી સ્ત્રીઓવાળો તથા પુત્રવાન, હાથમાં શ્રીવત્સ અને શંખ એ બે ચિહનોથી યુક્ત હોય
252