________________
ટીકાર્ચઃ મારા ઘરમાં તેજથી સ્કુરાયમાન થતો રત્નનો ઢગલો છે. આંગણાના સ્તંભોમાં શ્રેષ્ઠ હાથીઓ બાંધેલા છે, અશ્વશાળામાં જાત્ય અશ્વો તથા સાધન સામગ્રી છે. ઘણાં વિસ્તારથી મારો રાજ્યાભિષેક કરાયો છે. ઈત્યાદિ પ્રકારથી કેવી રીતે સ્વપ્નમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં એક ક્ષણ જીવો ખુશ થાય છે. ફરીથી નિદ્રા દૂર થયે છતે ઉપર બતાવેલી વસ્તુઓમાંથી એક પણ વસ્તુને સામે નહીં જોઈને વિષાદને પામે છે એવી રીતે સાક્ષાત્ કેટલાક દિવસો માટે પ્રાપ્ત થયેલા રાજ્યાદિમાં પણ ભાવના કરવી.
સાક્ષાત્ પ્રાપ્ત થયેલ રાજ્યાદિ ઘણાં દિવસો સુધી રહેનારા છે જ્યારે સ્વપ્નમાં મળેલી ઋદ્ધિઓ ક્ષણ પુરતી ટકનારી છે એમ પણ તમારે ન કહેવું કારણ કે સાક્ષાત્ મળેલી લક્ષ્મી પલ્યોપમ અને સાગરોપમ કાળ સુધી ભોગવાયે છતે પણ તેનું સાધ્ય (ફળ) કંઈપણ જોવાતું નથી (હાથમાં આવતું નથી) અને કહ્યું છે કે
સકલ ઈચ્છિતને આપનાર કામધેનુ ગાય જેવી લક્ષ્મીઓ ભોગવાઈ તેથી શું? સ્વધનથી પ્રેમીઓને ખુશ કર્યા તેથી શું? જીવો શરીરની સાથે કલ્પકાળ (કલ્પ એટલે દેવોના બે હજાર યુગપ્રમાણકાળ). સુધી રહે તેથી શું? દુશ્મનના માથા પર પગ મૂક્યો તેથી શું? - એ પ્રમાણે સંસારમાં કંઈપણ સાધ્ય નથી, સાધ્યની સિદ્ધિ થતી નથી. આ સંસાર સ્વપ્ન અને ઈન્દ્રજાળ સમાન છે, પરમાર્થથી શૂન્ય છે.જો ચેતના હોય તો તે લોકો ! અત્યંત સુખને આપનાર અને જે બાધા વિનાનું છે તે બ્રહ્મ (પરમાનંદ) ની ઈચ્છા કરો. ૨ ' હવે ઈન્દ્રજાળ સંધ્યા-અભરાગ-ઈન્દ્રધનુષ અને ગંધર્વનગરની સમાનતાથી સર્વસમુદાયો (વસ્તુઓ)ની અનિત્યતાને જણાવતા કહે છે. रूप्पकणयाइ वत्थु जह दीसइ इंदयालविजाए। खणदिट्ठनहरूवं तह जाणसु विहवमाईयं ॥१७॥ रूप्यकनकादिवस्तु यथा दृश्यन्ते इन्द्रजालविद्यया । क्षणदृष्टनष्टरूपं तथा जानीहि विभवादिकम् ॥१७॥ संझब्भरायसुरचावविन्भमे घडणविहडणसरूवे । विहवाइवत्थुनिवहे किं मुज्झसि जीव ! जाणंतो ? ॥१८॥ संध्याभ्ररागसुरंचापविभ्रमे घटनविघटनस्वरूपे । विभवादिवस्तुनिवहे किं मुह्यसि जीव ! जानानः ? ॥ १८ ॥ पासायसालसमलंकियाइं जइ नियसि कत्थइ थिराइं। गंधव्वपुरवराई तो तुह रिद्धीवि होज्ज थिरा ॥ १९॥ प्रासादशालसमलंकृतानि यदि पश्यसि कुत्रचित् स्थिराणि । गान्धर्वपुरवराणि तर्हि तव ऋद्धिरपि भवेत् स्थिरा ॥१९॥
મૂળગાથાર્થ જેવી રીતે ઈન્દ્રજાળ વિદ્યાથી રુખ-સુવર્ણાદિ વસ્તુ ક્ષણમાં જોતાં જ નષ્ટ થયેલી દેખાય છે તેવી રીતે વિભવાદિમાં જાણવું. ૧૭
ચય અને અપચય સ્વભાવવાળી સંધ્યા સમયના વાદળના રાગ તથા ઈન્દ્રધનુષની શોભાની જેમ વિભાવાદિ વસ્તુ સમૂહ જાણવા છતાં હે જીવ! તું કેમ મુંઝાય છે? ૧૮ * પ્રાસાદ અને કિલ્લાથી અલંકૃત એવા ગંધર્વનગરોને જો તું ક્યાંય સ્થિર જુએ છે તો તારી રિદ્ધિ પણ સ્થિર હોય. ૧૯
191