________________
બહાર આવેલા મૃગરમણ નામના રમણીય ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ ત્યાં સુવર્ણ કમળની રચના કરી, ભગવાન કેવલી ત્યાં બેઠા. દેવ-ખેચર-મનુષ્યોના સમૂહો ત્યાં આવ્યા. કેવળીએ, અમૃતના ઝરણા સમાન દેશના શરૂ કરી અને કેવળીના આગમનની વાત સાંભળીને હર્ષપુલકિત અંગવાળો બલિ નરેન્દ્ર સર્વ સામગ્રીથી ત્યાં આવ્યો. પછી પંચવિધ અભિગમ સાચવીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, ભક્તિથી પ્રણામ કરીને શુધ્ધભૂમિ પર બેઠો. પછી ધર્મ સાંભળીને અવસરે કહ્યું કે હે ભગવન્! નિરર્થક જ હું આ મનુષ્ય જન્મ ઘણો હારી ગયો છું. મેં હમણાં આપના ચરણ યુગલનું શરણ પ્રાપ્ત કર્યું છે તેથી હે ભગવંત ! મારા બાકી રહેલા મનુષ્ય ભવના આયુષ્યને સફળ કરો. પછી કેવલીએ કહ્યું કે હે મહારાજ! આ જન્મમાં તારાવડે જે હારી જવાયું છે તે કેટલું માત્ર છે? પૂર્વે તે જે ગુમાવ્યું છે તે જે કહેવામાં આવે તો ભયજનક અને સકલ ભુવનને આશ્ચર્યકારી છે. પછી બલિરાજાએ કહ્યું કે હે સ્વામિ! તો હમણાં હું તે સાંભળવાને ઇચ્છું . કૃપા કરીને ભગવંત જણાવે. પછી કેવલીએ કહ્યું કે હે મહારાજ! આખા ભવસુધી કહેવામાં આવે તો પણ આ કહી શકાય નહીં. જો તને ઘણું કુતૂહલ છે તો સાંભળ કંઇક સંક્ષેપથી કહેવાય છે.
અહીંથી અનંતકાળપૂર્વે તું ખરેખર ચારિત્રધર્મ સૈન્યની સહાયવાળો થઈને મોહરૂપી શત્રુસૈન્યનો ક્ષય કરશે એ પ્રમાણે કર્મપરિણામ વડે અસવ્યવહાર નિગોદરૂપી નગરમાંથી કાઢીને વ્યવહાર નિગોદમાં લવાયો. પછી જણાયો છે તે વ્યતિકર જેનાવડે એવા ગુસ્સે થયેલા મોહાદિવડે વ્યવહાર નિગોદમાં અનંતકાળ સુધી ધારણ કરાયો. પછી પૃથ્વી-અપુ-તેઉ-વાયુ-વનસ્પતિબેઇન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિન્દ્રય-પંચેન્દ્રિય-તિર્યંચમાં-નરકોમાં અનાયમનુષ્યોમાં, તું કર્મપરિણામ વડે લવાયો. ફરી ફરી ગુસ્સે થયેલ મોહાદિવડે અનંતીવાર નિગોદાદિમાં ફેરવી-ફેરવીને પાછો લઈ જવાયો. આ પ્રમાણે ત્યાં સુધી ભમાવાયો કે મોહાદિ વડે અતિ દુઃખી કરાયેલો અનંતપુદ્ગલપરાવર્ત સુધી ભમાવાયો છે અને પછી આર્યક્ષેત્રમાં પણ મનુષ્યપણું અનંતવાર મેળવ્યું. પરંતુ આર્યક્ષેત્રમાં મળેલું મનુષ્યપણું કોઈક વખત નીચકુળમાં ઉત્પન્ન થવાથી, કોઈક ભવમાં કુળદોષથી, કોઈક-કોઇક ભવોમાં જન્મથી આંધળા-બહેરા-લૂલા-લંગડા આદિ વિકૃતિઓથી, કોઈક ભવમાં કોઢાદિ રોગોથી, કોઈક ભવમાં અલ્પ આયુષ્યથી એમ અનંત ભવોમાં ધર્મનું નામ જાણ્યા વિના, તે જ રીતે એકેન્દ્રિયાદિમાં અનંત પુદ્ગલપરાવર્ત સુધી પાછો ફેરા-ફેરી કરીને ભમ્યો. પછી કોઈક વખત શ્રી નિલયનગરમાં ધર્મતિલક શ્રેષ્ઠીનો તું વૈશ્રમણ નામે પુત્ર થયો અને તે ભવમાં. “હે લોકો! સ્વજન-ધન-ભવન-યૌવન-વનિતાશરીરાદિ આ સર્વપણ અનિત્ય છે” એમ જાણીને આપત્તિમાં રક્ષણ કરવા સમર્થ ધર્મનું શરણ કરો. એ પ્રમાણે વચનના સાંભળવાથી તેને ધર્મ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. પરમાર્થથી તો તે પણ ધર્મ કરવાની બુદ્ધિ કુદષ્ટિથી ઉત્પન્ન થયેલી હોવાથી મહાપાપ બુદ્ધિ જ થઈ. તે પાપ બુદ્ધિથી વશીકૃત કરાયેલો તું સ્વયંભૂ નામના ત્રિદંડીનો શિષ્ય થયો. પછી તે ભવમાં પણ મનુષ્યપણું નિષ્ફળ કરાવીને પૂંઠ ફેરવીને સંસારમાં અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ભમાવાયો. તે અનંતકાળ પછી ફરી પણ વચ્ચે વચ્ચે મનુષ્યપણું મેળવ્યું. પરંતુ આ કુધર્મબુદ્ધિ શુદ્ધધર્મ
258