________________
હાજર રહેલી છે. અમારા જેવા સર્વેને પણ જે લક્ષ્મી સારી લાગે છે તે લક્ષ્મી પણ મહાક્લેશને કરતા પણ જીવોને મળતી નથી અને જે મળે છે તો જોત જોતામાં એવી રીતે નાશ પામે છે કે તેની હાજરીમાં જગતમાં શેઠ થઈને પછી પરઘરોમાં દાસપણાને કરે છે. હવે જે કોઈપણ રીતે જીવતા લક્ષ્મી ટકી રહે તો પણ મરતો સર્વથા લક્ષ્મીને છોડીને બીજા જન્મમાં જાય છે તેથી કોણ લક્ષ્મીમાં રાગ કરે? જે પણ મોટું અભિમાન છે તે પણ અવિવેકનો વિલાસ જ છે કારણ કે ક્ષીણ પુણ્યોદયવાળો જીવતો પણ કોઈક ચક્રવર્તી પણ ભિક્ષાને માટે ભમે છે એમ સંભળાય છે. ચક્રવર્તી સિવાય બીજા રાજાઓમાં આ પ્રત્યક્ષ દેખાય છે. હવે જો જીવતા પ્રભુત્વથી ભ્રષ્ટ ન થાય તો મર્યા પછી ચક્રવર્તી પણ ઉત્કૃષ્ટથી સાતમી નરકમૃથ્વીનો નારક થાય છે. તો પછી સામાન્ય રાજાઓને પ્રભુત્વના સારાંશનું અભિમાન કેવું? જોકે મારી આજ્ઞાને કરનારા ઘણાં પુત્રો છે, સ્નેહવાળી અને સુરૂપ સ્ત્રી છે, શેષપણ પરિજન ઈશારા માત્રથી અનુકૂળ વર્તનારો છે એ પ્રમાણે મારો જ કુટુંબીભાવ (લાગણી) વખાણવા યોગ્ય છે. એ પ્રમાણે પરિભાવના કરતાં કેટલાક પ્રેમને પરવશ થાય છે તે પણ જ્યાં સુધી વિચારણા નથી કરી ત્યાં સુધી જ સારું છે કારણ કે પુત્ર કલત્રાદિ પ્રિયજન પોતાના કાર્યમાં રત છે. સ્વાર્થ ઘવાય છે ત્યારે અભીષ્ટ લોક પણ સંશય વિના જ વિરુદ્ધ થાય છે. અત્યંત પ્રિય હોય તો પણ રોગ, જરા, મરણાદિનું રક્ષણ કરવા સમર્થ નથી અને થોડા દિવસો પછી મરનારા અવશ્ય સર્વ પુત્રાદિને છોડે છે તો તેવા રમણીયપણાથી શું? અને હું સાંભળવા યોગ્ય ગીતોને સાંભળું છું, સુંદર રૂપોને જોઉં છું, સુગંધોને સૂવું છું, સુંદર રસોનો આસ્વાદ કરું છું. કોમળ અને અભીષ્ટ સ્પશને સ્પર્શ છું. એવું જે પણ કેટલાકોને વિષયની રમણીયતાનું અભિમાન છે તે પણ અજ્ઞાનનો જ વિલાસ છે કારણ કે આ ક્ષણે પ્રાપ્ત થયેલા અને ભોગવાતા વિષયો જે સુખને ઉત્પન્ન કરે છે તેનાથી અનંતગણું દુઃખ અન્ય સમયમાં નહીં પ્રાપ્ત થતા વિષયોથી ઉત્પન્ન થાય છે અથવા વિષયોની નિરંતર પ્રાપ્તિ થાય તો પણ ધર્મકૃત્ય કર્યા વિના મરેલાઓને વિષયોનો અવશ્ય નાશ થાય છે ત્યારે વિષયોના વિપાકથી (૧) ઉત્પન્ન થનાર દુઃખ અનંતગણું હોય છે. આ પ્રમાણે કોઈકને બીજી જે કંઇપણ સાંસારિક વસ્તુ ભ્રાંતિમાત્રથી રમણીય લાગે છે તે સર્વ અનંતદુઃખના ફળવાળું છે, અનિત્ય છે એમ હું હમણાં જાણું છું. તેથી ખરેખર આસક્તિ રૂપી દંડના અભિઘાતથી મૂચ્છિતની જેમ, રાજ્યમાં સુખ છે એવી બુદ્ધિ રૂપી મદિરાથી ઉન્મત્તની જેમ, વિષયરૂપી વઘારેલ વિષની જેમ, વૈભવરૂપી ઘેબરના આસ્વાદથી વિપર્વતની જેમ મેં નિરર્થક કે અનર્થ ફળોને આપનારા આટલા દિવસો ગુમાવ્યા. તેથી જો હું તે અકલંક મહારાજના સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન થયેલા કુવલયચંદ્ર કેવલી ભગવંતને કોઈપણ રીતે જોઉં તો નિશ્ચયથી હમણાં પણ હું મારું કાર્ય આચરું. (અર્થાત્ હું પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરું.) એ પ્રમાણેના શુભ ચિંતવનથી પ્રભાતે પૌષધાદિ વ્રતને પાળીને, સ્નાન કરીને દેવપૂજા કરીને સભા મંડપમાં બેઠો. . ભગવાન કુવલયચંદ્ર કેવલી પણ રાજાના અભિપ્રાય અને સમય જાણીને ચંદ્રપુરી નગરીની
. (૧૧) વિષયનો વિપાક - વિષયસુખ ભોગવતા જે પાપ કર્મ બંધાય છે તે પાપ કર્મનો ઉદય થાય ત્યારે અનંતગણુ દુઃખ થાય છે
257