________________
પડે છે. તેથી ઉત્પન્ન થયેલ આ અભિપ્રાયથી વિષયભોગની ઈચ્છા વિનાના બલિકુમારે માતાપિતાના વચનને માન્ય કર્યું. પછી માતાપિતાવડે તે કન્યાઓની સાથે કુમારને મહાવિભૂતિથી ઉત્તમ લગ્નવેળાએ લગ્નોત્સવ કરાયો. પછી અકલંક રાજાએ કુમારને યોગ્ય ક્રીડા પર્વત શીતળ જળવાહિની-સરોવર પંક્તિ તથા વાવડીઓ સહિત મહાઉપવનથી શોભિત એક મહાભવનને મધ્યભાગમાં કરાવ્યું અને બાજુમાં તેની સ્રીઓને યોગ્ય રમ્ય મહેલો કરાવ્યા. પછી બલિકુમાર તે સ્રીઓની સાથે બત્રીશ પાત્રબદ્ધ નાટકોને જોતો,પૂર્વભવમાં ઉપાર્જન કરાયેલ દેવલોક સમાન વિપુલ ભોગોને અનુભવતો, પૂર્વોક્ત વિધિથી ધર્મને આરાધતો ઘણાં દિવસો પસાર કરે છે. અને પછી ચિર સમય પાલન કરાયું છે રાજ્ય જેનાવડે, ભવથી વિરક્ત થયું છે મન જેનું, જિન દીક્ષાને લેવાની ઈચ્છાવાળા એવા અકલંક રાજાએ પોતાના સ્થાનપર આને બેસાડ્યો અને સ્વયં ભગવાન કુવલયચંદ્ર કેવલીની પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપ ચારિત્રને આરાધીને થોડા દિવસોથી મોહાદિ દુશ્મનોનો ક્ષય કરીને મોક્ષમાં ગયો. દેવી સુદર્શનાએ પણ રાજાની સાથે દીક્ષા લઇને શુદ્ધભાવથી તેને આરાધીને દેવલોકમાં ગઇ. અતિપુષ્ટ થયેલા તે પુણ્યોદયથી બલિ પણ મહારાજા કરાયો અને તેના પૂર્વજોથી નહીં સધાયેલા અનેક માંડલિક સામંતો અને સીમાડાના રાજાઓને સાધ્યા. પછી બલિરાજા ઉપશાંત કરાયેલ છે દંગલનો ભય જેમાં એવા મહારાજ્યને નિષ્કંટક ચાલીશ લાખ પૂર્વ વર્ષ સુધી પાળે છે અને વીસ લાખ પૂર્વ વર્ષ કુમારપણામાં પસાર કર્યા. આ પ્રમાણે દેવોના પણ મનને ચમત્કાર કરનારી ઘણી મોટી જિનશાસનની પ્રભાવના સાઈઠ લાખ પૂર્વ વર્ષ સુધી કરાવી. ઘણાં સ્થાનોમાં જીર્ણોદ્ધાર કરાવ્યા
અને પોતાના દેશમાં અનેક ગ્રામ નગરોમાં નવા મોટા જિનાલયો બંધાવ્યા. સર્વત્ર મોટી રથયાત્રાઓ પ્રવર્તાવી. જિનધર્મનો ઘણો ફેલાવો કર્યો. દેવોને પણ સ્પૃહણીય એવા મહાભોગો ભોગવ્યા.
પછી કોઇક વખતે ચૌદશને દિવસે ઉપવાસ કરીને, સૂર્યાસ્ત સમયે દેવાર્ચન કરીને રાત્રીમાં સ્વાધ્યાયાદિમાં નિરત, સામાયિક પૌષધ વિધિથી, શુભ ભાવથી રાત્રીને પસાર કરીને, રાત્રીના અંતમાં વિશેષથી સદ્બોધાદિ ચારિત્રધર્મ સૈન્ય નજીક હોતે છતે બલિરાજાએ વિચાર્યું કે અહો વિચારો કે ! સામાન્ય પુરુષની જેમ વિષયરૂપી આમિષના લવમાં આસક્ત એવો હું પણ દુર્લભ એવા મનુષ્ય જન્મને મેળવીને હારી ગયો અને સાગરોપમાદિ કાળ સુધી દેવલોકના ભોગોથી પ્રાણીઓ તૃપ્તિ પામતા નથી તેઓ પાંચ કે છ દિવસ મળનારા અસાર વિડંબના સમાન એવા ભોગોથી કેવી રીતે તૃપ્તિ પામશે? તત્ત્વબુદ્ધિથી વિચારણા કરવામાં આવે તો આ સંસારમાં કંઇપણ રમણીય જોવાતું નથી અને જીવોને જે કંઇપણ ભ્રાંતિમાત્રથી સુંદર જેવું લાગે છે તે પણ અનિત્યતા રૂપી મહાદાવાનળના મુખરૂપી ગુફામાં પડેલું હોય તેવું જણાય છે તે આ પ્રમાણે
મૂઢ પુરુષો રૂપ અને યૌવન એ બેથી શરીરને સુંદર માને છે અને તે રૂપ અને યૌવન કુરોગાદિ રોગોથી એવી રીતે નાશ કરાય છે કે પૂર્વે દેવીઓને પણ ઈચ્છવા યોગ્ય એવો તે ચાંડલણીઓને જુગુપ્સનીય થાય છે. અને રોગનો અભાવ હોય ત્યારે શરીરનો નાશ કરનારી જરા વગેરે પ્રતિક્ષણ
256