________________
પૂર્વોક્ત વિધિથી મોહાદિનું ખંડન કરીને આ સંસારી જીવ અનંતવાર કહેવાયેલા સ્વરૂપવાળા સમ્યગ્દર્શન મહા-અમાત્યના ભવનના દ્વાર પર આવ્યો. પરંતુ ક્યારેક અશ્રદ્ધાથી, ક્યારેક રાગાદિના વશથી, ક્યારેક ક્રોધાદિથી, ક્યારેક વિષયોની આસક્તિઓથી મહાપાપોને ઉપાર્જન કર્યા. દ્વારમાં પ્રવેશ મેળવ્યા વગર જ ફરી પણ પુષ્ટ અને પૂર્ણ થયેલા મોહાદિથી તે જ પ્રમાણે પાછો લઇ જવાયો અને દરેક વેળાએ અનંતકાળ સુધી એકેન્દ્રિયાદિમાં રહ્યો.
અને આ બાજુ મનુષ્ય ક્ષેત્રમાં મલયપુર નામનું નગર છે અને ત્યાં ઇન્દ્ર નામનો રાજા છે તેની વિજયા નામની પત્ની છે. ક્યારેક કર્મપરિણામ રાજાવડે તે બેના પુત્રરૂપે આ સંસારીજીવ ઉત્પન્ન કરાયો અને તેનું વિશ્વસેન એ પ્રમાણે નામ સ્થાપિત કરાયું. વૃદ્ધિને પામ્યો, કળાઓ ભણ્યો. યુવત જનના મનને મોહ કરનાર એવા શ્રેષ્ઠ યૌવનને પામ્યો અને તે નગરમાં કોઇક કુમારોના વૃન્દથી પરિવરેલો, ક્રીડા કરતો અશોકસુંદર નામના ઉદ્યાનમાં ગયો અને ત્યાં ફરી પણ કર્મરાજાએ સદ્ગુરુ અને સમાગમને બતાવ્યા અને તેઓના દર્શનથી વિશિષ્ટતર વીર્ય સમુલ્લસિત થયું. સવિશેષ કરાયેલી છે તીક્ષ્ણતા જેની એવા કર્મરાજા પાસેથી પ્રાપ્ત કરાયેલ પૂર્વે કહેવાયેલ ખડ્ગવડે પૂર્વે કહેવાયેલ છેદથી અધિકતર મોહાદિશત્રુઓને છેદીને પરિવાર સહિત કુમાર અસ્ખલિત પણે સદ્ગુરુ અને સદાગમની પાસે ગયો અને વિનય સહિત પ્રણામ કરીને ઉચિત પ્રદેશમાં બેઠો અને સદાગમને કહીને ગુરુ સાથે તેનો શ્રુતિ સંગમ કરાવાયો અને વિશ્વસેનના કાનમાં લાગીને શ્રુતિવ્રૂતિકાએ કહ્યું. તે આ પ્રમાણે
હે ભદ્ર! દુષ્ટ મોહરાજાના મિથ્યાદર્શન નામના મંત્રીએ ભોળી બુદ્ધિવાળા તને ભવસાગરમાં ભમાડ્યો છે. કારણ કે દુષ્ટબુદ્ધિવાળો આ કુદૃષ્ટિ પત્નીની સાથે પોતાની પુત્રીને ધર્મબુદ્ધિ રૂપે જણાવીને (કહીને) મોકલે છે. તેથી પરમાર્થથી આ મહાપાપબુદ્ધિ છે. સર્વે વરકડા પ્રાણીઓને પોતાને વશ કરીને ત્રણ જગતમાં ભમાડતી ધર્મના બાનાથી મહાપાપો કરાવીને અતિરૌદ્ર નરકમાં પાડે છે અને પછી અનંત સંસારમાં ભમાડે છે અને પિતા મિથ્યાદર્શન મંત્રીની તથા માતા કુદૃષ્ટિની ઘણી સેવા કરાવે છે અને તે બે તેઓનું જે કરે છે તેનું તને શું કહેવાય ?દુષ્ટ એવા તે બંને (મિથ્યાદર્શન અને કુદૃષ્ટિ) રાગાદિ દોષોથી મુક્ત ગુણના સ્વરૂપવાળા એવા દેવો વિશે દેવબુદ્ધિ અને તેજ પ્રમાણે હંમેશા દ્વેષભાવને ઉત્પન્ન કરે છે. નિઃસ્પૃહ, દયાળુ, ગુણવાન એવા ગુરુઓને વિશે અગુરુબુદ્ધિને સ્થાપે છે. દયા-દાન-ક્ષમા-શીલ -ધ્યાન-જ્ઞાનાદિ સ્વરૂપ સદ્ધર્મમાં હંમેશા ઘણો દ્વેષ કરાવે છે અને જીવોના ઘાત સ્વરૂપ અધર્મમાં ઘણો પક્ષપાત કરાવે છે. પછી વિપરીત બુદ્ધિવાળા થયેલા જીવો ઘણું પાપ ભેગું કરીને એવું કોઇ દુઃખ નથી કે જે તેઓના પ્રસાદથી સહન ન કરતા હોય, પછી ભેગાં થયેલા બધા મોહાદિ દુશ્મનો વડે તું પણ આટલા અનંતકાળ સુધી ઘણો કદર્શિત કરાયો. વિશેષથી અહીં તારો વૈરી, કુટુંબસહિત, દુષ્ટબુદ્ધિવાળો, તે મિથ્યાદર્શન મંત્રી દુરંત અનંત દુઃખને આપનારો છે. તેની પત્ની કુદષ્ટિ તથા પુત્રી કુધર્મબુદ્ધિ વડે તું ફરી ફરી દુઃખો વડે એવો બળાયો કે અહીં હજાર મુખવાળો હોય તો પણ તે દુઃખોને કોણ વર્ણવી શકે ? આ પ્રમાણે શ્રુતિદૂતિકાના વચનો સાંભળીને ચિત્તમાં ભય પામેલ,શાંત થયેલ રાજપુત્ર, ગુરુને પ્રણામ કરીને સગાણીથી બોલ્યો. અજ્ઞાનથી હણાયું છે ચિત્ત જેનું એવા મારા વડે હે પ્રભુ ! આટલા કાળ સુધી પૂર્વે ક્યારેય આ કંઇ ન
220