________________
અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશોની સંખ્યા પ્રમાણ પ્રત્યેક ભવોમાં મોહના સૈન્ય વડે સમ્યકત્વથી ભ્રંશ કરાયો.
અને કોઈક વખત આ વિજયખેદપુર નગરમાં ધર્મ નામના શ્રેષ્ઠીના સુંદર નામના પુત્ર રૂપે ઉત્પન્ન થયો. તે ભવમાં કોઇક વખત સગુરુની પાસે ધર્મને સાંભળતા આને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થયે છતે, કારુણ્ય પરિણત થયેલ કર્મરાજાએ કાંઇક રીતે શુદ્ધતર અધ્યવસાય સ્વરૂપ તલવાર તેને અર્પણ કરી અને તે ખગ વડે તેણે મોહાદિ શત્રુઓનો પૂર્વ હૃસ્વ કરાયેલા દેહનો પલ્યોપમ પૃથકત્વ જેટલો અંશ છેડ્યો અને તેના ભયભીત થયેલા અપ્રત્યાખ્યાનવરણ કષાયો દૂર થયા. પછી ખુશ થયેલ સમ્યગ્દર્શન અમાત્યે ગુરુની પાસે જ રહેલો ચારિત્ર ધર્મ મહાચકવર્તી બતાવ્યો પછી જે અતિભક્તિથી આ ચારિત્રને ક્યારેક અલ્પ પણ સેવે છે તે મહર્તિક દેવ થઈને મોક્ષનો સ્વામી થાય છે એ પ્રમાણે ગુરુ વડે સવિસ્તર ચારિત્ર ધર્મના ગુણો વર્ણવાયા. પછી સુંદરે સ્વામીભાવથી સમ્યફચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો અને પરિતુષ્ટ ચારિત્ર ધર્મરાજાએ તેની યોગ્યતા સાપેક્ષ નાની દેશવિરતિ કન્યાને આપી અને દેશવિરતિના સાનિધ્યથી સુંદર સંકલ્પથી નિરપરાધી ત્રસ જીવોનો દ્વિવિધ ત્રિવિધ વધના ત્યાગ સ્વરૂપ પ્રથમનો એક જ સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો સ્વીકાર કર્યો અને બંધ-વધ-ચ્છવિચ્છેદ-અતિભાર આરોપણ-ભક્તપાન વ્યવચ્છેદ સ્વરૂપ પાંચ અતિચારોનું પચ્ચકખાણ કર્યું અને આનું ઘણાં દિવસો સુધી પાલન કર્યું. અને કોઇક વખત તેના પિતા મરણ પામ્યા. પછી સુંદર વ્યવહારમાં સર્વ કારભાર સંભાળ્યો અને પછી આ અવસર છે એમ જાણીને મોહાદિઓએ તેની પાસે નિર્દયતાને મોકલી. નિર્દયતાના સાનિધ્યથી આ (સુંદર) જેઓને વિલંબથી કમોને આપે છે તથા જેઓને અતિનિર્દયપણે ભક્તપાન નિરોધાદિ કરાવે છે તેઓ ભક્તપાન નિરોધથી ઘણાં પીડાય છે અને કોઈક ક્યારેક મરે પણ છે. અને કોઈક વખત વિભવની હીનતા થઈ ત્યારે સુંદરે કોઈક રીતે રાજાની આજ્ઞા (નોકરી)નો સ્વીકાર કર્યો અને ત્યાં અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિની સાથે હિંસા પણ પ્રકટ થઈ. પછી હિંસાના ઉદયથી વ્રતનિરપેક્ષ થયેલ કેટલાકોને બાંધે છે, બીજાઓને ચાબુકના પ્રહારથી તાડન કરે છે. બીજાઓને ઠંડી-આતપમાં ધારણ કરવું, ગરમ તેલનું છાંટવું, વગેરે પીડાઓથી પીડે છે અને કેટલાકોનો મૂળથી જ ઘાત કરે છે. પછી વિરક્ત થયેલ દેશવિરતિ પ્રિયાએ તેનો ત્યાગ કર્યો અને વંશની પરંપરાથી આ દેવગૃહમાં જાય છે, દેવોને વાંદે છે, પૂજાદિકને કરાવે છે, સમ્યગ્દર્શનના કારણોનું સેવન કરે છે અને તેના મોટા પક્ષપાતને કરે છે અને તે કારણથી તરત જ નરકાદિમાં ન ગયો પરંતુ દેશવિરતિના નાશથી વિરાધિત સમ્યકત્વ ગુણવાળો મરેલો સુંદર હલકા ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી ઘણો સંસાર ભમ્યો.
અને કોઈક વખતે આ સમ્યગ્દષ્ટિ એવા શાલિભદ્ર શ્રેષ્ઠીનો માણિભદ્ર નામે પુત્ર થયો અને આ પણ સમ્યગ્દષ્ટિ થયો અને કોઈક વખત દેશવિરતિ બાલિકાના અનુરાગથી તે જ પ્રમાણે કન્યા, ગામ, ભૂમિ-ન્યાસાપહાર-ફૂટસાક્ષી અને ફૂટ કિયાદિ વિષયવાળું બાદર જુઠાણું બોલવાના ત્યાગ સ્વરૂપ બીજા સ્થળ મૃષાવાદ વિરતિવ્રતને દ્વિવિધ-ત્રિવિધ પ્રકારથી લીધું અને સહસા કલંક દેવું, મંત્રણાદિ માટે બેઠેલની સન્મુખ જ્ઞાત કે અજ્ઞાત અર્થનું બોલવું (કોઇની છૂપી વાત જાહેર કરવી), સ્વદારાદિ મંત્ર ભેદ (સ્ત્રી મિત્રાદિકના મર્મ પ્રગટ કરવા), મૃષા ઉપદેશ
236