________________
તેનો ત્યાગ કર્યો. મિથ્યાદર્શનાદિ મોહના સૈન્ય નિઃશંકપણે આક્રમણ કર્યું પછી દ્રવ્યોપાર્જનના ઘણાં ઉપાયોનો આરંભ કર્યો અને ક્લેશો તેમજ અસંતોષની સાથે પ્રતિદિન તેનો વિભવ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી તેણે ઘણાં કોડ રત્નો મેળવ્યા. અને વણિકોમાં અગ્રેસર થયો તો પણ ઉપાર્જન કરેલ દ્રવ્યના પરિપાલનની આસક્તિથી અને નહીં ઉપાર્જન કરેલ દ્રવ્યના ઉપાર્જનની મહા-આકાંક્ષાથી આ રાત્રે સૂઈ શકતો નથી અને દિવસે ખાતો નથી. હિસાબોને હંમેશા તપાસે છે, હંમેશા કાઢવું મૂકવું કરે છે, કોડીને માટે પિતાનો ત્યાગ કરે છે, કોડીના લાભની શંકામાં માતાનો ત્યાગ કરે છે, તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું યાચના કરતો યાચક તેને ગમતો નથી. એક કોડીને પણ આપવાની ઇચ્છાવાળો તેને સુખી કરે છે. કુટુંબને પણ આપવાનું વર્તન (આજીવિકાની સામગ્રી) ગણેલું અને તોલેલું સ્વદ્રષ્ટિથી જોયેલું હોય તો પણ ઘણા પ્રકારે મોટા કષ્ટથી આપે છે. સ્વયં પણ ઘણું જુનું ધાન્ય ખાય છે. પછીના વર્ષ માટે નવા ધાન્યનો સંગ્રહ કરે છે. કોઇના પણ જાતે ગયા વિના ધનનો ભરોસો કરતો નથી અને કોઈ વખત મામાના છોકરા ભાઈને કોઈ પ્રયોજનવશથી કોડરત્ન પ્રમાણ ધન અપાયું અને તેનો હિસાબ મેળવતા કોઇક રીતે પાંચ કોડી ઘટી અને તેના માટે આણે સાત દિવસરાત્રીનો ઉજાગરો કરીને તેની પાસે હિસાબ કરાવ્યો અને મામાનો છોકરો વિસૂચિકાથી મર્યો અને કરચંડ, મહાકંથ અને દગ્ધહસ્ત એ પ્રમાણેના હુલામણા નામથી સોમદત્ત પ્રસિદ્ધ થયો હોવાથી સર્વથા અપાતા આના (સોમદત્તના) ધન રાશિને કોઇપણ હાથથી સ્પર્શ કરતો નથી. અને કોઈક વખત તેના નગરમાં કોઇક રીતે મહાકિંમતી ખદિરાદિનું કાષ્ઠ ઉત્પન્ન થયું. પછી સાગરવડે પ્રેરણા કરાયો કે આ લાભને તું કેમ જવા દે છે. અને તે પુત્રનો પણ વિશ્વાસ કરતો નથી તે સોમદત્ત બીજા કોઈને મોકલાવે છતે કોઈપણ ક્યાંય પણ જતો નથી. પછી સર્વપણ કુટુંબ, પરિજન અને લોકે વારે છતે ફક્ત સાગર વડે ઉત્સાહિત કરાયેલો પાંચશો ગાડાંને લઈને મહા-અટવીમાં ગયો. નોકરો પાસે લાકડાં કપાવે છે અને જેટલામાં કોઈક નોકર આ બાજુ, બીજો પેલી બાજુ ક્યાંક પણ કાપવામાં વ્યગ્ર થયો અને એકલો વૃક્ષની નીચે બેઠેલો ભૂખ્યા દૂર વાઘ વડે જોવાયો અને પછી ચપેટા મારીને, નખોથી ફાડીને, શરણવિનાનો પ્રલાપ કરતો તે વાઘ વડે ભક્ષણ કરાયો અને એકેન્દ્રિયાદિમાં ગયો અને તેજ પ્રમાણે ઘણો કાળ ભમ્યો.
તેથી આ પ્રમાણે અતિદુર્લભ સમફત્વને પ્રાપ્ત કરીને વરાકડો હારી ગયો. કોઇક ભવમાં રોગથી પીડાવાથી, કોઈકમાં દ્રષના વશથી, કોઈકમાં અનંતાનુબંધી ક્રોધથી, કોઈકમાં માનથી, કોઈકમાં માયાથી, કોઈકમાં લોભથી, અને આ પ્રમાણે અન્ય ભવોમાં સમ્યકત્વથી ભંશિત કરાયો. કોઇક ભવમાં શંકાદિ અતિચારોથી, ક્યારેક વિદુષકપણાથી, (૫૭) ક્યારેક અલીક વિષયસુખની આસકિતથી, ક્યારેક દુઃશીલ કુટુંબની દારિદ્રયાદિની અરતિથી, ક્યારેક પ્રિયના વિયોગથી અને ધનાશાદિના શોકથી, ક્યારેક પરચકાદિના ભયના દુઃખથી, ક્યારેક જુગુપ્સાથી, ક્યારેક સ્ત્રીવેદના ઉદયથી, ક્યારેક પુરુષવેદની પીડાથી અનંતકાળ પૂર્વે સમફત્વની પ્રાપ્તિ થયા પછી વચ્ચે વચ્ચે અનંતકાળના આંતરાથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વવાળા એવા ક્ષેત્રપલ્યોપમના
(૫) વિદષક એટલે નાટકમાં રંગલાનું પાત્ર ભજવનાર.
235