________________
તથા કૂટલેખ કરણ (ખોટા દસ્તાવેજ કરવા) સ્વરૂપ આ પાંચ અતિચારોનું પચ્ચક્ખાણ કર્યું, ઘણાં દિવસો સુધી તેનું પાલન કર્યું. અને કોઇ વખત શાલિભદ્ર શ્રેષ્ઠી મરણ પામ્યો ત્યારે દુકાનને સંભાળતા આની પાસે મોહાદિએ અપ્રત્યાખ્યાનાવરણ લોભ અને મૃષાવાદ વગેરેને મોકલ્યા અને તેના આગમનથી પાડોશીઓના વસ્ત્ર સુવર્ણ વગેરે લાવીને બમણો નફો ચઢાવીને ઘરાકને આપે છે અને બહારથી આવેલા કોઇના પણ હાથમાં પોતાના વસ્રાદિ આપીને ઘણો ઊંચો ભાવ કહીને આપે છે અને જો ગ્રાહક પૂછે કે હે શ્રેષ્ઠિન્ ! આ કેટલી કિંમતનું છે ? પછી તે કહે છે કે આ વસ્તુ આટલી કિંમતની થશે તેથી જો ખરીદનાર પૂછે કે આની છેલ્લી કિંમત કહો. પછી તે કહે છે કે આ છેલ્લો વેચવાનો ભાવ કહેવાય છે અને નક્કીથી તને આટલો ભાવ પડશે તો પછી તેં કયા ભાવથી ખરીદી છે તે કહો એ પ્રમાણે પુછાયે છતે ફરીથી કહે છે કે તને કહ્યું કે આ મારી પોતાની વસ્તુ જે આને વેચાય છે તે આટલા કિંમતની છે ઇત્યાદિ વક્રતાથી ભોળવાયેલો એવો મુગ્ધ ખોટી કિંમતને સાચી માનતો લાભ આપીને જાય છે. (કમાણી કરાવીને જાય છે.)
પછી કોઇક વખત ઉગ્ર ઉદયમાં આવેલ સાગર અને મૃષાવાદ વડે માણિભદ્ર કહેવાયો કે આ પ્રમાણે જૂઠાણા બોલતો તું શંકા કેમ રાખે છે ? જેથી તું તેઓને ફેરવી ફેરવીને કેમ બોલે છે ? ખરેખર તું પ્રગુણ (૫૮) નીતિથી જ બોલ, કારણ કે ઘરો ઘણાં ખર્ચાળ છે, દુકાનો ઊંચા ભાડાવાળી છે, વિણકપુત્રોને પગાર આપવાનો છે, ભોગોપભોગ કરવાના છે અને સાચું બોલે છતે કોઇપણ મોટો લાભ આપશે નહીં અને બીજા ઘણાં (લોકો) જૂઠાણા બોલે છે તેઓની જે ગતિ થશે તે તારી થશે અને આ દીક્ષા લીધેલા કંઇક બોલે છે તેને પણ તું કેટલું કાનમાં ધારણ કરીશ ? કારણ કે આ પરગૃહને માટે વિક્રમાદિત્ય જેવા સતત કામધંધા વિનાના ઘરબાર વગરના સુખથી જ બોલે છે. બીજાની યાચના (જરૂરીયાત)ને જાણતા નથી અને આઓના અભિપ્રાય (વિચાર)થી મસ્તકને મુંડીને તુરત જ સાધુઓની સાથે ભેગા થવાય છે તેથી આ પણ તું કેમ નથી કરતો ? પછી એ પ્રમાણે સાગર અને મૃષાવાદની શિખામણને ચિત્તમાં પરિણમાવીને રોકટોક વગર ફૂટક્રિયાદિમાં જૂઠાણા બોલવા લાગ્યો. પછી વ્રતથી ભંગાયો જાણીને દેશવિરતિ વડે ત્યાગ કરાયો અને દેવગૃહાદિમાં જાય છે અને પૂજાદિકને કરાવે છે અને ગુરુ માતા-ભાઇ-શિષ્ટાદિની સાથે સાગર અને મૃષાવાદાદિ વડે ઉપદેશેલા દુષ્ટ ઉત્તરોને કરે છે. પછી સમ્યક્ત્વની વિરાધના કરી, મરીને હલકા યંતરોમાં ઉત્પન્ન થયો અને ત્યાં સર્વથા અનાદેય થયો. પોતાના સ્થાનમાંથી નીકળી ગયો અને અશુભ સ્થાનોમાં ભમે છે. ત્યાંથી પણ નીકળીને અહીં ક્યાંક સર્વથા મૂંગો થયો, ક્યારેક તોતડો થયો, ક્યારેક દુર્ગંધ મારતા કોહાઇ ગયેલા મુખવાળો થયો, ક્યારેક કંઠ-તાલુ-જીભ-દાંત-ઓઠ વગેરે મુખરોગી થયો, ક્યારેક પત્નીપુત્રાદિને પણ અગ્રાહ્ય વચનવાળો થઇ, મરીને નરકોમાં ગયો અને તિર્યંચોમાં અતિ દુઃખી ઘણો કાળ સુધી ભમ્યો.
અને કોઇ વખત આ શ્રાવક એવા વણિકનો સોમ નામે પુત્ર થયો અને તે ભવમાં તે જ
(૫૮) લોકો ધન કમાવવા ચતુરાઇ ભરેલી પણ કૂટનીતિથી બોલે છે તેમ તું બોલ.
237