________________
લીલાથી જીતાયેલું છે તેઓ પણ સંસાર રૂપી મોટા સરોવરમાં પરપોટાના ગુચ્છા (ઝૂમખાં)ની લીલાને ધારણ કરી તરત વિલય પામે છે તેમ સર્વ રાજાઓ ચાલ્યા ગયા છે(નાશ પામ્યા છે). ૦૧.
વસ્તુની અનિયતા હોતે છતે ભલે તેમ થાઓ. કેટલીક વસ્તુઓ ભલે તેમ હોય પણ તે અનિત્ય વસ્તુઓ વડે પણ મરણથી સ્વ કે પર કોઈપણ રક્ષણ કરાય છે કે નહીં તે તમે નિવેદન કરો (જણાવો) આથી કહે છે કેभवणाई उववणाई सयणासणजाणवाहणाईणि । निच्चाई न कस्सइ नविय कोइ परिरक्खिओ तेहिं ॥ २२ ॥ भवनान्युपवनानि शयनासनयानवाहनादीनि । नित्यानि न कस्यापि नापि च कोऽपि परिरक्षितस्तैः ॥ २२॥
મૂળગાથાર્થ ભવનો, ઉપવનો, શયન, આસન, વાહન વગેરે કોઈને પણ નિત્ય નથી અને તેઓ વડે કોઈપણ રક્ષણ કરાયું નથી. ૨૨ प्रकाटाथैव, अभ्यधायि च"गजतुरगभटानां कोटयो दर्पितानां, प्रवरर'मणिरम्याः सौधसंघाः श्रियश्च । वज्रति यमनगर्यां यान्ति नैतानि पत्यौ, विदधति न च तस्य त्राणमापद्गतस्य ॥१॥" इति, मात्रादिभिरप्यतिवल्लभैरेकत्र सहवासः प्रेमा'संधकौ चानित्याविति दर्शयति--
અને કહેવાયું છે કે
કોડો અભિમાની હાથી-ઘોડા અને સૈનિકો, શ્રેષ્ઠ પ્રિય સ્ત્રીઓ, મહેલોના સમૂહો અને લક્ષ્મીઓ જ્યારે તેનો ધણી (સ્વામી) યમ નગરીમાં જાય છે ત્યારે ધણીની સાથે આ સર્વવસ્તુ પાછળ જતી નથી અને આપત્તિને પ્રાપ્ત થયેલ સ્વામીનું રક્ષણ કરતી નથી. ૧
અતિપ્રિય એવી માતાઓની સાથે એકત્ર સહવાસ તથા પ્રેમનો સંબંધ બંને અનિત્ય છે તેને બતાવે છે. . मायापिईहिं सहवड्डिएहिं मित्तेहिं पुत्तदारेहिं । एगयओ सहवासो पीई पणओविय अणिच्चो ॥२३॥ मातापितृभिः सहवृद्धैर्मित्रैः पुत्रदारैः । एकतः सहवासः प्रीतिः प्रणयोऽप्यनित्यः ॥२३॥
મૂળગાથાર્થ માતા-પિતા સહવર્ધિત (ભાઈઓ) મિત્રો, પુત્ર અને સ્ત્રીઓ સાથેનો સહવાસ પ્રીતિ તથા પ્રણય પણ અનિત્ય છે.૨૩ "कृत्वा गौरवमादरेण विपुलं दत्त्वा धनं नित्यशः, सद्भावात् प्रविधाय तानि च सदा प्रायः प्रियाण्येव हि .संदर्यातिशयेन शुद्धविनयं संवत्सरैर्भूरिभिर्यत् प्रेम प्रचितं तदेकवचसा त्रुट्यत्यकाण्डे क्षणात् ।१।" इति उक्तशेषाणामप्यर्थानामनित्यतामाह ।
ટીકાઈઃ આદરથી ગૌરવ કરીને, હંમેશા વિપુલ ધન આપીને, સદ્ભાવથી ઘણું કરીને તે પ્રિયો (અનુકૂળ કાર્યો) કરી આપીને, અતિશય શુદ્ધ વિનય બતાવીને, ઘણાં વરસો સુધી જે પ્રેમ એકઠો કરાયો છે તે અકાળે એક વચન માત્રથી ક્ષણમાં તૂટે છે. -૧
193