________________
માતા પિતા ખુશ કરાયા છે. આજે ક્યાંયથી પણ ભેંસ આવશે અને બીજું પણ તારું સર્વ કુશળ કરશે. પછી રાત્રીના અંધકારનો સમૂહ પ્રસરે છતે દરવાજે રણકાર કરતી ભેંસ દાખલ થઈ અને સિંહ ખુશ થયો. ઘણો વિશ્વાસ બેઠો અને પત્ની વિશે અતિ અનુરાગી થયો. અને માનતાઓને કહીને તેણીએ પતિનું શિરોમુંડન વગેરે કરાવ્યું. આ પ્રમાણે વિષમ રાગરૂપને ધરનાર રાગકેસરીવડે વશ કરીને સમર્પિત કરાયેલો આ તણી વડે એવી રીતે વિડંબિત કરાયો જેથી સર્વપણ દેવગુરુ-આદિને છોડીને પત્નીમાં એક ચિત્તવાળો થયો. ક્યારેક કોઈ વડે કહેવાયો કે અરે ! તે સમ્યગ્દર્શનની આરાધના કરવાની પ્રતિજ્ઞા કરી છે તેનું હમણાં શું થયું ? પછી સિંહે આ પ્રમાણે ઉદ્ધતાઈથી કહ્યું કે આ પ્રિયાને વિશે જ નિશ્ચિતથી સમ્યગ્દર્શન છે અને બીજું કોઈપણ સમ્યગ્દર્શન છે તે ધૂવડે કલ્પાયેલું છે એ પ્રમાણે બોલે છતે રાગકેસરીથી વ્યાપ્ત એવા તેને જોઈને તેજ રીતે સમ્યગ્દર્શન ચાલી ગયો અને મિથ્યાદર્શન દાખલ થયો. પછી મરણ વડે હરણ કરાયેલો આ સિંહ એકેન્દ્રિયાદિમાં લઈ જવાયો અને તેમાં ઘણા કાળ સુધી ધારણ કરાયો.
અને કોઈક વખત મનુષ્યક્ષેત્રમાં ફરી પણ જિનદાસ શેઠની પુત્રી રૂપે ઉત્પન્ન થયો. તેનું નામ જિનશ્રી એ પ્રમાણે રખાયું અને જિનદાસનું બાળથી માંડીને વૃદ્ધ સુધીનું સર્વ કુટુંબ સમ્યગ્દર્શનને પામેલું જ છે. પછી જિનશ્રી પણ તે જ રીતે સમ્યગ્દર્શનમાં ઓતપ્રોત થઈ અને આ ભોગપુર નિવાસી વિમલશ્રેષ્ઠી સાથે પરણાવાઈ. તે પણ શ્રાવક હોવાથી તેના ઘરે પણ જિનશ્રી જિનધર્મની આરાધના કરે છે. દેવોને વાંદે છે, ગુરુઓને નમસ્કાર કરે છે, તેની પાસે ધર્મને સાંભળે છે અને તેને પુત્રો થયા અને ઘરનું વડીલપણું પ્રાપ્ત થયું અને તેનો મોટો પુત્ર ધનશ્રી નામની સાર્થવાહની પુત્રીને પરણ્યો.
અને આ બાજુ દ્રષગજેન્દ્ર મોહરાજને કહ્યું કે અત્યાર સુધી મારા મોટાભાઈ રાગકેસરીએ પિતાના મનને સંતોષ પમાડ્યો પણ હમણાં તેના નાનાભાઈને આ વારાની પ્રાપ્તિ થઈ છે એ પ્રમાણે પિતાને પ્રણામ કરીને ઈષ્યસહિત જિનશ્રીની પાસે ગયો અને દ્વેષ ગજેન્દ્રના સંનિધાનથી તેની ધનશ્રી નામની પુત્રવધૂ પર મહાન ષ ઉત્પન્ન થયો પછી તેને જોવા માત્રથી પણ આ બળે છે, સરળતાથી કંઇપણ આલાપને કરતી નથી. તેના ભાજનમાં કંઇપણ પીરસતી નથી. કારણ વિના આકોશોને કરતી કડછી આદિથી મસ્તકમાં મારે છે, તેના સર્વ કાર્યોમાં દૂષણ કાઢે છે, તેના હાથથી ભિક્ષુકમાત્રને ભિક્ષાને અપાવતી નથી. વાટકાદિ પાત્રને હાથથી અડકવા દેતી નથી અને ક્યાંય પણ થોડી પણ મોટાઈને આપતી નથી. (ઔચિત્યને કરતી નથી) અને તે પુત્રવધૂ એવો કોઇપણ વિનય નથી જે આના વિશે ન કરતી હોય. પૂર્ણ પરમભક્તિથી એના બે પગનું પ્રક્ષાલન કરે છે અને આ પગની પેનીના પ્રહારથી મારીને તેની તર્જના કરે છે, શરીરને દબાવતી હોય ત્યારે બે હાથથી છોડાવે છે, પીરસવાદિ માટે નજીકમાં રહેલી હોય તો તેનો તિરસ્કાર કરે છે. આનો ક્યારેય પણ કંઇપણ ઉત્કર્ષ ન થાય એટલે ક્ષણ પણ ઘરને છોડતી નથી, દેવોને વાંદતી નથી, ગુરુના દર્શન કરતી નથી, મનથી પણ ધર્મને વિચારતી નથી. ફક્ત પૂર્વે પણ ક્યારેક ઢાંકણાદિ ભાંગી ગયું હોય કે ન ભાંગ્યું હોય તો પણ કોઇક ખોટા અપરાધને ઉત્પન્ન કરીને દરેકની પાસે ગાણા ગાતી અને તે જ શુદ્ધ સ્વભાવવાળી પુત્રવધૂને આક્રોશ કરતી દ્વેષ રૂપી અગ્નિથી અંતરમાં બળતી રહે છે. પછી તેનું આ સર્વ સ્વરૂપ સર્વ પરિજનથી સહિત
228