________________
એવા સિંહરથ સાધુ મોહરાજાની સાથે યુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. અને ત્યાં સતત અમૂઢત્વ નામના તીક્ષ્ણભાલાથી મોહમહાચરટના હૃદયને વધે છે અને એ જ સમયે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ત્રણ ભાલાથી રાગકેશરીષગજેન્દ્ર-કામદેવ મંડલિકોને છાતીમાં તાડન કરે છે. સર્વ જીવદયાના પરિણામ રૂપી બાણથી હિંસા-અધ્યવસાય સામંતને હણે છે અને સર્વથા સત્યભાષણ મુગરથી મૃષાવાદ નામના મહાચરટના મસ્તકને હણે છે. શૌચરૂપી મહાભાલાથી તેય મહાદુષ્ટના હૃદયને ભેદે છે. બ્રહ્મચર્યરૂપી અગ્નિશસ્ત્રથી પતંગીયાની જેમ મૈથુનને હણે છે, નિલભતારૂપી મહાગદાથી પરિગ્રહ નામના મહાસામંતને દળે છે. ક્ષમાના ચિંતન સ્વરૂપ તોમરોથી ક્રોધને હણે છે. માર્દવરૂપી દંડના ઘાતથી માનના અભિમાનને હણે છે. સરળતા રૂપી બાણના ક્ષેપથી (બાણ ફેંકીને) માયાને દૂર કરે છે. સંતોષરૂપી લાઠીના ઘાતથી લોભના માથાને ફોડે છે. દઢ સત્ત્વનો આશ્રય લઈને, દેહની નિઃસારતાના ચિંતનાદિ સ્વરૂપ શસ્ત્રોથી લીલાથી જ પરિષહોનો પરાજય કરે છે. ઉપસર્ગોને હટાવે છે. આ પ્રમાણે સર્વત્ર અખ્ખલિત પ્રતાપથી મોહના સૈન્યને હણતા તેનાવડે ઘણો કાળ વ્યતીત કરાયો. પછી શત્રુઓ છિન્ન ભિન્ન નષ્ટ પ્રાયઃ થયે છતે ઘણાં સંતોષથી સમ્યગ્દર્શન અતિપ્રસન્ન થયે છતે, સદાગમનો અતિહર્ષ વધે છત, સર્વક્રિયાઓ સારી રીતે આરાધન કરાવે છતે, બોધ પમાડીને મોહની વિડંબનામાંથી ઘણાં ભવ્યજીવો છોડાવાયે છતે ઘણાં શિષ્યો દીક્ષિત કરાય છતે અને પુણ્યોદય ઘણો પુષ્ટ કરાયે છતે અને અંત સમય નજીકમાં છે એમ જાણીને દ્રવ્યથી અને ભાવથી સિંહરથ સાધુએ સંલેખના કરી. પછી ગીતાર્થ સાધુઓની સાથે પર્વતના કટીપ્રદેશમાં બહાર ગયા અને ત્યાં વિપુલ શિલાતલની પડિલેહણા કરી. તેના ઉપર દર્ભમય સંથારો પાથર્યો અને ત્યાં વીરાસને બેઠેલો, મસ્તક પર મુકાઈ છે હાથ રૂપી કુંપળ (કળી) જેનાવડે એવા સિંહરથ મુનિ શકસ્તવથી સમસ્ત તીર્થકરોને પછી વર્તમાન તીર્થકરને, પછી પોતાના ગુરુને અને ગુરુની પાસે પૂર્વપચ્ચકખાણો લીધેલ હોવા છતાં અઢાર પાપસ્થાનોનું પચ્ચકખાણ કરે છે. ચારેય પ્રકારના આહારનું પચ્ચકખાણ કરે છે. શરીર માત્ર પર રાગને છોડે છે. આ પ્રમાણે આલોચન કરેલ અને પાપથી પાછા ફરેલ, પચ્ચકખાણ કરાયો છે સર્વ આહાર જેનાવડે, દિવ્ય માનુષ અને તિર્યંચ ઉપસર્ગોને સહન કરતા એકમાસ પાદપોપગમન અનશનથી રહીને છેલ્લે શ્વાસ સુધી પાલન કરાયું છે અતિચાર રહિત ગ્રામય જેના વડે, સમાધિને પ્રાપ્ત થયેલા કાળ કરીને મહાશુકદેવલોકમાં સત્તર સાગરોપમવાળા ઈન્દ્રના સામાનિક મહદ્ધિક દેવ થયા. ત્યાં દેવલોકમાં પણ તીર્થંકરાદિના સમવસરણનું રચવું તથા નંદીશ્વરાદિ તીર્થોમાં અઠ્ઠાઈ મહોત્સવાદિથી અતિશય પુણ્યોદયનું પોષણ કરીને દિવ્ય મહાભાગોને ભોગવીને આયુષ્યના ક્ષય પછી આવીને પૂર્વવિદેહમાં કમલાકર નામના નગરમાં શ્રીચંદ નામના મહારાજાની કમલા નામની સ્ત્રીથી આ ભાનુ નામનો પુત્ર થયો ત્યાં પણ સબોધ અને સમ્યગદર્શન આદિને પામેલો બાલ્યકાળથી ધર્મમાં અતિરત થયો અને અતિશય પુણ્યોદયને પોષ્યો અને પછી પિતા મરણ પામે છતે રાજ્યપર આરૂઢ થયો અને લાંબો સમય ન્યાયથી રાજાના ભોગોને ભોગવીને,દેવોને પણ પ્રશંસનીય શ્રાવકધર્મને પાળીને, યોગ્ય સમયે પુત્રને રાજ્ય આપીને, સદગુરુની પાસે પૂર્વની જેમ મહાવિભૂતિથી ભાનુરાજાએ દીક્ષાને લીધી.
250