________________
ઉપોદ્ઘાત
જીવો સંસારની ચારગતિમાં પરિભ્રમણ કરે છે અને દુઃખી થાય છે. સંસાર પરિભ્રમણનું અને દુઃખનું મુખ્ય કારણ રાગ-દ્વેષ છે. જીવો રાગ-દ્વેષ કરીને કર્મનો બંધ કરે છે. બંધાયેલાં કર્મો ઉદયમાં આવીને જીવને સંસારમાં રખડાવે છે અને દુઃખી કરે છે. આ વિષે પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે
स्नेहाभ्यक्त शरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । રામ-દ્વેષવિઝનસ્ય Áવન્ધો વોવમ્ II 99 || कर्मोदयात् भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । देहादिन्द्रियविषया, विषयनिमित्ते च सुखदुःखे ॥ ३९ ॥
કર્મોદયથી શરીર અને જન્મની પ્રાપ્તિ થાય છે, જન્મના કારણે દુઃખમય જીવન મળે છે. આમ દુઃખનું કારણ કર્મનો ઉદય છે. કર્મના ઉદયનું કારણ કર્મનો બંધ છે. કર્મબંધનું કારણ રાગ-દ્વેષ છે. આમ જીવોના દુઃખનું મુખ્ય કારણ રાગ-દ્વેષ છે. આથી દુઃખોથી સર્વથા મુક્ત બનવા રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવો જોઈએ. આથી જ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે
अस्ततन्द्रैरतः पुंभिर्निवाणपदकाक्षिभिः ।
વિઘાતવ્ય: સમત્વેન, ાન-દ્વેષદ્વિપ્નયઃ || ૪-૪૬ ||
રાગ-દ્વેષના જયનો ઉપાય સમતા છે એમ આ શ્લોકમાં જણાવ્યું છે. હવે એ પ્રશ્ન થાય કે સમતા લાવવા શું કરવું? આનો ઉત્તર એ છે કે મમતાને દૂર કરવાથી સમતા આવે. મમતાને દૂર કરવા અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવી જોઇએ. આ વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે
साम्यं स्यान्निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् ।
‘‘મમત્વભાવને દૂર કરવાથી સમતા પ્રગટે છે અને મમત્વભાવને દૂર કરવા અનિત્યાદિ ભાવનાઓનો આશ્રય લેવો જોઇએ.’’
ન
યોગશાસ્ત્રનું આ કથન બહુ જ માર્મિક છે. જ્યાં મમતા (આ મારું એવી બુદ્ધિ) છે ત્યાં સમતા ન ટકે, એથી રાગ-દ્વેષ થાય. જે જીવમાં ‘“આ મારું એવી’” બુદ્ધિ હોય તે જીવ ‘જે મારું છે’ એના ઉપર રાગ કરે અને એના રક્ષણ-પોષણ-સંવર્ધન માટે પ્રયત્ન કરે. એ પ્રયત્નમાં જે આડે આવે = વિઘ્નભૂત બને તેના ઉપર દ્વેષ કરે. આમ મમતાથી સમતાનો નાશ. સમતાના નાશથી રાગ-દ્વેષની ઉત્પત્તિ. રાગ-દ્વેષથી કર્મબંધ. કર્મબંધથી કર્મોનો ઉદય. કર્મોના ઉદયથી દુઃખ. આમ સમતાને પામવા મમતાને દૂર કરવી જોઇએ. મમતાને દૂર કરવા અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઇએ. અનિત્યાદિ ભાવનાઓના ચિંતનથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે અને એથી મમતાનો નાશ થવાથી જીવનમાં સમતા આવે છે.
જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તેના જીવનમાં સુખ અને દુઃખના ખાડા-ટેકરા આવ્યા જ કરવાના. મોહાધીન જીવ સુખમાં અહંકારી બને છે અને દુઃખમાં દીન બને છે. પણ