________________
તેટલામાં જણાયો છે આ વ્યતિકર જેનાવડે એવો મોહરાજા “ર! ર. પકડો પકડો નહીંતર આપણે બધા હણાયા છીએ.” એ પ્રમાણે બોલતો સંભ્રમથી ઊભો થઈને સુમિત્રને રોકવા માટે સુભટ સમૂહને મોકલે છે તે આ પ્રમાણે
આળસને દેખાડે છે, ગૃહ-કુટુંબ આદિ રાગની મૂઢતા સ્વરૂપ મોહને મોકલે છે. “આ લોકો પણ પોતાને શું સમજે છે?' એ પ્રમાણે તિરસ્કારને પ્રેરણા કરે છે. જાત્યાદિ (૫૨) મદને ઉત્સાહિત કરે છે. નરકાદિ દુઃખના શ્રવણના ભયને છૂટો કરે છે, શોકને છૂટો મૂકે છે. કુદષ્ટિની દેશનાથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વધારે છે. (વેગ આપે છે.) ગૃહ-હાટ-કૃષિ-સેવાના વિષયના અંતરાયોને દૂર કરે છે. નટના દર્શનાદિ કુતૂહલોને ઉઘાડે છે, જુગારાદિ કીડાઓને પંપાળે છે આ પ્રમાણે કિલકિલાવો કરીને સર્વે પણ ત્યાં જઈને કોઈક દિવસે ગુરુની પાસે જતા સુમિત્રને ગળામાં પકડીને હઠથી રોકીને ધારણ કર્યો. પછી બીજે દિવસે ગુરુ પણ વિહાર કરી ગયા. ક્યારેક સુમિત્ર પણ મૃત્યુનો મહેમાન બનાવાયો અને એકેન્દ્રિયાદિમાં અનંતકાળ સુધી ભમાવાયો. પછી ફરી પણ આ મનુષ્યોમાં લવાયો અને કોઈપણ રીતે સદ્ગુરુ અને સદાગમ એ બે પણ લવાયા. આળસ આદિથી હણાયેલ આ વરાકડાએ તે જ પ્રમાણે શ્રુતિના સંગમને પ્રાપ્ત ન કર્યો. પછી પશ્ચા—ખ થયેલો મિથ્યાદર્શન અને કુદષ્ટિની પુત્રી વડે લઈ જવાયો અને ફરી પણ એકેન્દ્રિયાદિમાં અનંતકાળ સુધી ધારણ કરાયો. આ પ્રમાણે અનંતકાળ સુધી અનંતવાર એકેન્દ્રિયમાં ધારણં કરાયો અને કોઈક વખત આ ફરી પણ અવંતિ નામની નગરીમાં ગંગદત્ત નામના ગૃહપતિનો સિંધુદત્ત નામે પુત્ર થયો. ભરયૌવનને પ્રાપ્ત થયો. તે જ પ્રમાણે સદ્ગુરુ અને સદાગમ એ બે લવાયા અને આળસને બળાત્કારથી રોકીને આળસ પાસેથી કર્મપરિણામ રાજાવડે કોઈપણ રીતે સદ્ગુરુ અને સમાગમની પાસે લવાયો પછી આ હકીકત જાણીને મહાચિંતારૂપી સાગરમાં ડૂબેલો મોહરાજા વિચારે છે અને કહે છે કે અહો મંત્રીસામંતો! ભાથામાં જેટલા બાણો હતા તેટલા મેં છોડ્યા હમણાં તે વૈરીની પાસે શું મોકલું? આને શ્રુતિનો સંગમ થયેલો જણાય છે. પછી જ્ઞાનાવરણીય સામંતે ઊભા થઈને કહ્યું કે દેવ આ પ્રમાણે ન બોલે કારણ કે દેવનું સૈન્ય અનંત છે. ભરેલા સમુદ્રમાંથી હજુપણ એક ટીપું પણ ખેંચાયુ નથી તેથી હિમણાં મારી પુત્રી શૂન્યતાનો ત્યાં અવસર છે. શૂન્યતાના સંનિધાનમાં પ્રાપ્ત કરાયેલો શ્રુતિનો સંગમ નિષ્ફળ જ થાય છે. તેથી આને આદેશ કરો. મોહરાજાએ તેમજ કર્યું અને શૂન્યતા ત્યાં ગઈ અને સિંધુદત્તને સદ્ગુરુ અને સદાગમના સંનિધનથી શ્રુતિનો લાભ થયો. શ્રુતિતિકાવડે વિસ્તારીને મિથ્યાદર્શન અને કુદષ્ટિ પુત્રીના દોષો કહેવાયા. સમ્યગ્દર્શનની પુત્રીના ગુણોની પ્રશંસા કરાઇ. મોહના મને કહ્યા. મોહરાજાના સૈન્યના વિલાસોને જણાવ્યા. ચારિત્રધર્મની કૃપાની સંપત્તિઓ બતાવી. ચારિત્રધર્મના સૈન્યથી ઉત્પન્ન થયેલ સુખના ભારને પ્રકટ કર્યો. પરંતુ શૂન્યતાની હાજરી હોવાથી હું કોણ છું. આ શ્રુતિતિકા કોણ છે. અહીં શુ કહેવાય છે એટલું પણ સિંધુદરે ન જાણ્યું. તો પછી તેણે કહેલા વચનના અર્થની વાત તો દૂર રહો. પછી પર્ષદા ઊભી થયે છતે કોઈકે પૂછયું, અરે ! અહીં તે શું સાંભળ્યું ? પછી સિંધુદરે કહ્યું કે હું
(૫૨) જાતિ-કુળ-બળ-રૂપ-તપ-ઐશ્વર્ય-શ્રુત અને લાભ એમ આઠ પ્રકારના મદ છે.
217