________________
સંનિધનથી આ સિંહ મધુર-ગીત-વેણુ-વીણાદિના નાદમાં મૂચ્છ પામે છે. સ્ત્રીઓના રૂપમાં અતિશય મોહિત થાય છે. સુગંધી ગંધોમાં આસક્ત થાય છે, મધુરાદિ રસોમાં લોભાય છે. મૃદુ સ્પેશોમાં રાગી કરાય છે અને સ્ત્રીને વિશે તેનો જે અનરાગ છે તેની શું વાત કરવી ? તે આ પ્રમાણે -
પોતાની સ્ત્રીમાં રાગી થયું છે મન જેનું એવા સિંહે માતાપિતાને ઘરમાંથી બહાર કાઢ્યા. બહેનાદિ જે બાકીનું કુટુંબ છે તેને દૂરથી કાઢ્યું. મારી સ્ત્રી જે બોલે છે તે જ સાચું છે અને જે કરે છે તે જ હિતકારી છે બાકીનું સર્વ અસત્ય અને અહિત છે' એ પ્રમાણે માનતો એક . પત્નીના શરણે રહ્યો. પછી વર્ચસ્વને પામેલી પત્નીએ પણ પહેલાનાં સર્વદાસી આદિ પરિજનને રજા આપી અને પોતાના તાબામાં રહે એવા બીજા દાસ-દાસી પરિવારને રાખ્યો. પછી વ્યાકુલતા વિનાની દરરોજ સુગંધી પાણીથી શરીરનું પ્રક્ષાલન કરે છે, સુગંધી વિલેપનોથી વિલેપન કરે છે અને કિંમતી વસ્ત્રો ધારણ કરે છે. આભરણોથી ઘણી શણગારે છે. જે રૂચે તેવું ખાય છે, જેને ઠીક લાગે તેને જ આપે છે. પોતાના ઈચ્છિત જાર પુરુષોની સાથે કીડા કરે છે તો પણ માયાથી વિનયવાળા વચનોની રચનાથી પતિને ખુશ રાખે છે જેથી સિંહ પણ તેને જ સતી, સત્ય, પવિત્ર, શીલવતી, હિતકારી અને દેવી માને છે. પછી કોઈક દિવસે પરીક્ષા માટે સ્ત્રીએ કંઇક ખોટા દોષને ઉત્પન્ન કરીને પગની પેનીથી પતિને માથામાં માર્યું. પછી તે સ્ત્રીના જ પગની ચંપીને કરતો સિંહ બોલે છે કે હે પ્રિયા ! મારા વડે જણાયું કે તારું કંઈપણ કપટ કે જુઠાણું જણાતું નથી તેથી આજથી માંડીને તેવા પ્રકારનું કંઇપણ નહીં કરું અથવા જે હું તેમ કરું તો તું ગોશીષ ચંદનના રસથી પણ અધિક શીતલ પોતાના પગના પ્રહારથી મને કેવી રીતે સુખ આપે ? પછી તેણે વિચાર્યું કે આ વરાકડો મારો દાસ છે. તો પછી હું બહાર શા માટે ભમું છું ? ઘરમાં જ કોઈ પોતાને ઇચ્છિત એવા જારને લઈ આવું. પછી બીજે દિવસે રાત્રે ઘરના આંગણામાં કોઈક અભીષ્ટ યુવાન પુરુષને રાખીને પતિને કહ્યું કે સ્વર્ગથી માતા-પિતા સંબંધી કોઈ મનુષ્ય દરવાજા પર આવેલ છે અને તે મારી સાથે ખાનગીમાં કંઇક કહેવાને ઇચ્છે છે અને આની સાથે તમને પૂછયા વિના કંઈપણ વાત નહીં કરું કારણ કે લોક પરઘરની ચિંતા (પંચાત) કરનારો હોય છે. આવતી કાલે બીજી કોઈ સંભાવના કરશે. હું જેવી છું તેવી તમે જ જાણો છો. તેથી તે વિશે વધારે શું કહેવું? પછી સિંહે કહ્યું કે હે પ્રિયા ! તારે આમ ન બોલવું. શું તારા વિશે પણ કંઈપણ વિકલ્પ સંભવે? હું બીજા જેવો નથી જેથી લોકોનું સાંભળીને મનમાં રાખીને પોતાના ઘરને ભાંગું. તેથી તું જા અને તે જે કહે તેને સાંભળી અને તારે તેનું એવી રીતે સન્માન કરવું જેથી આપણા માતા પિતા પ્રસન્ન થાય. પછી તે ગઈ. તેની સાથે ઇચ્છા મુજબ કીડા કરી. પછી પતિને પ્રથમ એ કહ્યું કે તમે અમારી (માતા-પિતાની) ભકિતને નથી કરતા એ પ્રમાણે દોષો જણાવીને તેણે મારી કદર્થના કરી તેથી પછી મેં ભકિત અને વિનયથી તેને તે પ્રમાણે ખુશ કર્યો જેથી તમારા માતાપિતાને સુપ્રસન્ન કરશે અને માતાપિતાના બીજા ઘણાં પ્રયોજનો લઇને તેનો માણસ અહીં આવેલ છે તેથી મેં તેને નિમંત્રણ કર્યું છે કે
જ્યાં સુધી તું અહીં રહે ત્યાં સુધી તારે અમારે ઘરે ભોજન કરવું. પછી સિંહે કહ્યું કે તેં સારું કર્યું. તારે તેને ઉત્તમ પ્રકારના ભોજનોથી જમાડવો પછી શાલિ-ચોખા-દાળ-શાલનકલાપસી તથા
226