________________
આસવભાવનાનું ફળ - આસવો જ સંસારનું કારણ છે એવો બોધ થાય છે. એથી આસવ હેય (= છોડવા લાયક) છે એવી સમજ થવાથી આસવોનો નિરોધ કરવા પ્રયત્ન થાય. સંવર ભાવનાનું ફળ - મોક્ષનું મુખ્ય કારણ સંવર છે એનો ખ્યાલ આવે છે. એથી સંવર ઉપાદેય (= સ્વીકારવા યોગ્ય) છે એવી સમજ થવાથી જીવ સંવરતત્ત્વને મેળવવા પુરુષાર્થ કરે છે.
નિર્જરાભાવનાનું ફળ - કમનો સંપૂર્ણ ક્ષય થયા વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને નિર્જરા વિના સઘળાં કર્મોનો ક્ષય થઈ શકતો જ નથી એવું જ્ઞાન થાય છે. આથી જીવ નિર્જરાના ઉપાય રૂપ બાહ્ય-અત્યંતર તપનું સેવન કરનારો બને છે.
બોધિદુર્લભ ભાવનાનું ફળ - સમ્યકત્વગુણની દુર્લભતાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. એથી સમ્યકત્વને મેળવવાની ઉત્કંઠા પેદા થાય છે. પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન નાશ ન પામે એની સાવધાની રહે છે. પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન વિશુદ્ધ બને એની કાળજી રાખવામાં આવે છે..
ઉત્તમગુણભાવનાનું ફળ - ઉત્તમ ગુણો ઉપર અને ઉત્તમ ગુણોને ધારણ કરનારા જીવો ઉપર બહુમાન થાય છે. એ બહુમાનના કારણે આત્મામાં જલદી ઉત્તમ ગુણો પ્રગટે છે.
બારે પ્રકારની ભાવનાઓનું ફળ જણાવતાં ધર્મબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે – ભાવનાતો રાગાદિક્ષયઃ = ભાવનાઓથી રાગાદિ દોષોનો નાશ થાય છે. જેવી રીતે સારી રીતે કરેલી ચિકિત્સાથી વાત-પિત્ત વગેરે રોગ દૂર થાય છે, અથવા પ્રચંડ પવનથી વાદળાઓનો સમૂહ વિખરાઈ જાય છે, તેવી રીતે ભાવાનાઓથી રાગ વગેરે દોષોનો ક્ષય થાય છે કારણ કે ભાવનાઓ રાગાદિ દોષોની સાથે વિરોધવાળી છે. રાગાદિનો ક્ષય થતાં સંસારનો અંત આવે છે. આથી જ કહ્યું છે કે--
दानं दारिद्रयनाशनं, शीलं दुर्गतिनाशनम् ।
अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी “દાન દરિદ્રતાનો નાશ કરે છે. શીલ દુર્ગતિનો નાશ કરે છે. બુદ્ધિ (= જ્ઞાન) અજ્ઞાનતાનો નાશ કરે છે. ભાવના ભવનો નાશ કરે છે.”
ભાવના ભવનો નાશ કરનારી હોવાથી સાધકે ભાવનાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભાવના શબ્દનો અર્થ જણાવતાં ધર્મબિંદુની ટીકામાં કહ્યું છે કે – જે ભાવવામાં આવે, એટલે કે મુમુક્ષુઓ વડે જેનો નિરંતર અભ્યાસ કરાય તે ભાવના. આમ ભાવના શબ્દનો અર્થ પણ “નિરંતર અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઇએ” એમ સૂચિત કરે છે. આથી આવા ગ્રંથોને એકવાર વાંચી લેવાથી પતી જતું નથી, કિંતુ વારંવાર વાંચીને ચિંતન-મનન કરવું જરૂરી છે.
આ ગ્રંથમાં અનિત્યાદિ બાર ભાવનાઓનું વર્ણન છે, પણ અગિયાર ભાવનાઓનું વર્ણન સંક્ષેપથી અને સંસારભાવનાનું વર્ણન વિસ્તારથી હોવાથી આ ગ્રંથનું ભવભાવના (ભવ એટલે સંસાર) નામ છે.
આ ગ્રંથ (મૂળ) પ્રાકૃત ભાષામાં છે. તેના ઉપર સંસ્કૃત ટીકા છે. ટીકામાં આવેલી કથાઓ મોટા ભાગે પ્રાકૃતમાં અને ક્યાંક ક્યાંક સંસ્કૃત ભાષામાં છે. ટીકા સહિત આ ગ્રંથના કત માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મ. છે. તેઓશ્રી બારમી સદીમાં થઈ ગયાં. તેઓશ્રીનાં વસ્ત્રો