________________
શ્રી શત્રુંજય
૧ ૩૦ ?
[ જૈન તીર્થોને આ ચિત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્યું તે જોઈ લેકે તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા, (, ૫-૬) સંવત ૧૬૫ માં બહુ ધામધુમથી તેજપાલે શત્રુંજયની યાત્રા કરી અને તે જ વખતે શ્રી હીરવિજયસૂરિવરના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. (પં. ૬૧-૬૨).
આ મંદિરના ઉદ્ધારની સાથે સા. રામજીનું (૧), જમ્મુ ઠક્કરનું (૨), સા. કુંઅરજીનું (3) અને મૂલા શેઠનું (૪) એમ બીજાં પણ ચાર મંદિર તૈયાર થયાં હતાં, કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે આ જ સમયે કરી. (પં. ૬૨-૬૫).
(પ્રાચીન જૈન લેખ સંગ્રહ, લેખ ૧૨, અવલોકન પૃ. ૨૭) ઉપર્યુક્ત લેખ મુખ્ય મંદિરના પૂર્વકારના રંગમંડ૫માં નં.૧ વાળા શિલાલેખની સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ ને શિલાલેખ આવેલ છે.
આ લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્યને અને તેજપાલને પણ પરિચય આપે છે જે નીચે પ્રમાણે છે.
વિજયદાસૂરિની પાટે પ્રભાવક શ્રી હીરવિજયસૂરિ થયા. તેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પિતાના મેવાત દેશમાં લાવ્યા. સંવત ૧૬૩લ્માં અકબરની રાજધાની હિપુરસીકરી)માં પહેંચ્યા. બાદશાહ હીરવિજયસૂરિની મુલાકાત લઈ બહુ ખુશી થયે, અને તેમના ઉપદેશથી બધા દેશમાં છ મહિના સુધી જીવદયા થળાવી મૃત મનુના ધનને ત્યાગ કર્યો, જીજીઆરે બંધ કર્યો, પાંજરામાં પૂરી રાખેલા પક્ષીઓને ઉડાડી મૂક્યા, શત્રુંજ્ય પર્વત જેનેને સ્વાધીન કર્યો, તેમજ પોતાની પાસે જે માટે પુસ્તકભંડાર હતા તે પણ સૂરિજીને સમર્પણ કર્યો.
(પ. ૧૨ થી ૨૧)
૧. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પરિવારના ઉપદેશથી સમ્રાટ અકબરે અહિંસાનાં જે ફરમાને આદિ આપ્યાં છે તે સૂરીશ્વર ને સમ્રાટ નામના ગ્રંથમાં પ્રકાશિત છે. જુઓ સૂરીશ્વર ને સમ્રાટ તથા વૈરાટના લેખમાં પણ ૧૦૬ દિવસે અહિંસાના પળાવ્યાને ઉલ્લેખ છે. જુઓ જન સત્ય પ્રકાશ, વર્ષ ૪.
૨. શત્રુંજય પર્વત આદિની રક્ષાના ફરમાને ઉ. ભાનુચંદ્રને મળ્યા હતા અને તે તેમણે શ્રી હીરવિજયસૂરિજીને મોકલ્યા હતા. કહે છે કે આ ફરમાન પ્રાપ્ત કરતાં ઉપાધ્યાથઈને ઘણી મહેનત પડી હતી. કેટલાએ વિરોધ કર્યો હતો, ઊંધું-ચત્ત પણ કર્યું હતું છતાં કેઈનું કાંઈ જ ચાલ્યું ન હતું અને ઉપાધ્યાયજીને જ શત્રુંજયના કર માનું તથા રક્ષાનું, શત્રુંજય તીર્થ અર્પણનું ફરમાન મલ્યું હતું અને એ જ ફરમાન સમ્રાટુ જહાંગીરે પુનઃ તાજું કરી આપ્યું હતું. તે ફરમાન સુરીશ્વર ને સમ્રાટમાં છપાયેલ છે. તથા ફરમાન-પ્રાપ્તિ કેવી રીતે કરી તે માટે શ્રી વિજયાનંદસૂરિ શતાબ્દિ સ્મારક અંકમાં શાસન