Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 603
________________ - - ઈતિહાસ ] * ૫૨૯ : કપિલાજી. આ નગરમાં પ્રકાચંપાધિપતિ સાલમહાકાલના ભાણેજ, પિઢર અને જશવતીના પુત્ર ગાગલીકુમાર થયા. તેને પોતાને ત્યાં બોલાવી પૃષચંપાને રાજા બનાવી સાલમહાસાલે શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લીધી. બાદ ગાગલિકુમારે પણ પિતાના માતાપિતા સહિત શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિલિપદ પ્રાપ્ત કર્યું. આ નગરમાં દ્વિમુખ નામના સુપ્રસિદ્ધ પ્રત્યેકબુદ્ધ થયા. તેમના દિવ્ય રતનમય મુકુટમાં તેમના મુખનું પ્રતિબિંબ પડતું તેથી દ્વિમુખ નામથી પ્રસિદ્ધ થયું. તેમણે સુંદર ઈન્દ્રધ્વજ જોયો અને બાદમાં એજ ઈન્દ્રધ્વજ જમીન ઉપર પહેલો અને વિનાશ પામતે જે જેથી વિરાગ્ય પામી દીક્ષા લઈ પ્રત્યેકબુદ્ધ થયા. આ નગરીમાં જ ૫૮ રાજાની પુત્રી મહાસતી દ્રૌપદીએ પાંચ પાંડ સાથે રવયંવર કર્યો. આ નગરીમાં ધર્મરચી રાજા થયા કે જેઓ અંગુલીના રતનથી જિનબિંબ બનાવી પૂજાભક્તિમાં લીન રહેતા હતા. ચાડીયા પુરુષોએ તેના વિરોધી કાશીનરેશને આ સમાચાર આપ્યા તેઓ યુદ્ધ કરવા આવ્યા પરંતુ ધર્મના પ્રભાવથી કુબેરદેવે શત્રુસન્યને આકાશમાર્ગે જ કાશીમાં લાવીને મકર્યું અને તેને બચાવ કર્યો. પછી કાશીરાજ તેના મિત્ર થયા. કાશીરાજનું સન્માન પામ્યા. આવી રીતે અનેક પ્રસગે આ મહાતીર્થમાં થયા છે. જે ભાવિકજનો તીર્થયાત્રા કરી જિનશાસનની પ્રભાવના કરે છે તેઓ ઇહલેક અને પરલોકમાં સુખ પામે છે અને તીર્થંકર નામકર્મ ઉપાજે છે. ૫. શ્રી જયવિજયજી સમેતશિખરતીર્થમાલામાં કપિલાજી માટે લખતાં જણાવે છે કે–- - * કપિલપુર વરમંડ પૂછઈ વિમલવિહાર રે ! * વિમલ પાકા ઘંદીય કીજઇ વિમલ અવતાર રે ! ૮૬ છે. (તીર્થમાલા ૫ ૩૨) શ્રી વિજ્યસારછ. સમેતશિખરતીર્થમાલામાં કપિલાજીને પરિચય આ પ્રમાણે આપે છે. પિટીયારિ પુરિ કપિલા વિમલ જનમ વકેસ : ચુલનું ચરિત્ર સંભાળ્યા બાદત્ત પરસ છે ૧૧ કેસર વનરાય સંજતિ ગભિલિ ગુરૂ પાસિ ગંગાતટ વ્રત ઉચરઈ કુપદી વિહર વાસી. માં ૧૨ . આજ તે પિટીયારી નગરનો પત્તો નથી અને ગંગા દૂર છે. પં. સૌભાગવિજ્યજી પણ લગભગ આ જ હકીક્ત કહે છે.

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651