Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 612
________________ - .. ભક્િલપુર ૫૩૮: [ જૈન તીર્થોને ત્યાં સામે જ એક ઝાડના થડમાં જિનવરેજની ખડિત મૂતિ જોઈ. ત્યાં સામે એક માતા-દેવીનું માહિર છે, જ્યાં બકરાં અને પાડાને બલિ દેવાય છે. મંદિરની બહાર ગાન છે જ્યાં ઝાડના થડમાં રહેલ જિનેશ્વરની મૂતિ દષ્ટિપથમાં દેખાય છે. ત્યાં જ વધ થાય છે. અહિંસાના અવતાર, કરુણુના સાગર સામે નિર્દોષ પશુઓને બલિ દેવાય એ પણ અવધિ જ લેખાય! તે દિવસે આવેલ બકરાંને અમે તેમના માલિકને અને પડાઓને સમજાવી છવિતદાન આપ્યું. નવ બકરાં જીવતાં ઘેર ગયાં. પઠાઓને ઘણું સમજાવ્યું કે આ જેને સ્થાન છે. અહીં હિંસા ન થાય પણ તેમણે કહ્યું કે-આના ઉપર અમારા ઘરની રાજી છે તેનું કેમ ? આ દેવી પણ જૈન શાસનદેવી જ છે. જે અહીં પુનઃ જીર્ણોદ્ધાર થાય તે પંડાઓ માને તેમ છે. ત્યાંથી આગળ છેડે દૂર એક મોટું વિશાલ સરોવર છે, જેમાં લાલ કમલ થાય છે. તળાવમાં વચ્ચે જિનેશ્વરની પાદુકાવાળા માટે પથર છે, પાવાપુરીના જલમદિરનું અનુકરણ છે, પરંતુ જેનેના આવાગમનના અભાવે તે કાર્ય પૂરું નથી થયું, ત્યાંથી ઉપર બીજી પહાડી ઉપર ગયા ત્યાં ખંડિત જિનમદિર અને મૂતિ જોઈ. ત્યાંથી આગળ જતાં પહાડમાં કરેલી દશ તાઅર જિનમૂતિઓનાં દર્શન કર્યા. આખા પહાડમાં આ સ્થાન શુદ્ધ અને પવિત્ર છે. કેઈ રડ્યાખડ્યો યાત્રી આવે છે. મૂર્તિઓ નાની પણ સુંદર છે. આ સ્થાનથી પણ થોડે દૂર આકાશવાણીનું રથાન છે. આખા પહાડમાં ઊંચામાં ઊંચું સ્થાન આ જ છે. જાણે આકાશ સાથે વાત કરતું હોય તેવું દેખાય છે. ઉપર ચઢવામાં જાનને નુકશાન થાય તેવું છે. સાહસ કરી ભકિત અને પ્રેમથી પ્રેરાઈ અમે ઉપર ચઢયા, શાસનદેવની કૃપાથી વધે તે ન આવ્યું પરંતુ ઉતરતાં તે યાદ કરી ગયા. સીધું નીચે ઉતરવાનું, લપસે તે ખીણમાં જ પડે, ઉપર જિનેશ્વરની પાદુકા છે. અહીં પ્રભુએ ઉપદેશ આપેલે તે સ્થાનને ઊંચામાં ઊંચું ગણું કે તેને આકાશવાણી કહે છે. ત્યાંથી નીચે ઉતરી ત્રણ પહાડી વટાવી સામેની પહાડી તરફ ગયા જ્યાં એક ગુફામાં નવફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુની યુતિ છે. અજ્ઞાન લોકે તેને ભરવજી કહી સિદુરથી પૂજે છે, નાળીએ ચઢાવે છે. અહીં હિંસા નથી કરતા, મૂર્તિ બહુ જ ચમત્કારી માને છે, મૂતિ બહુ સુંદર, પ્રભાવશાલી, તેજવી, ભવ્ય અને મનોહર છે. હૃદય ઉપર શ્રીવત્સ છે. નીચે બે બાજુ સિંહ, વચમાં ધર્મચક્ર ( આવી માતાઓ મથુરાના કંકાલી ટીલામાંથી ઘણી નીકળી છે જે અત્યારે લખનૌ અને મથુરાના મ્યુઝીયમમાં છે. કુશાનકાલીન કહેવાય છે) તેના ઉપર નાગરાજ(સર્પ)નું સુંદર આસન બનાવ્યું છે. શિલ્પકારે પોતાની સંપૂર્ણ કલાને ઉપગ કરી આસન બનાવ્યું છે, અને તે એવી કુશલતાથી કે લંછન પણ જણાય અને આસન પણ ન બને. દર વર્ષે હજારે યાત્રિઓ અહીં આવી યથાશક્તિ ભક્તિથી પ્રભુ ચરણે ધન ધરે છે, નેવેદ્ય ચઢાવે છે અને સિ દરથી પૂજે છે. ત્યાંય થોડે દુર નાની ગુફામાં એક નાની

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651