________________
અહિચ્છત્રા
: ૫૫૦ :
[જૈન તીર્થોને ના ચિહૂનવાળા રાજા સ પ્રતિના સિક્કાઓ ખાસ લય ખેચે તેવા છે. પુરાતત્વવિભાગ તરફથી ખેદાશુકમ થાય તે જૈન ધર્મની પ્રાચીનતાનાં ઘણાં અવશેષો મળી આવે તેમ છેવિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ અહિચ્છત્રાકલ્પ આપે છે જેને સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે.
“આ જંબુદ્વીપના ભરતખડના મધ્યભાગમાં કરૂ જંગલમાં રિદ્ધિસિધિથી પરિપૂર્ણ શંખાવતી નામની નગરી હતી. ત્યાં ભગવાન પાર્શ્વનાથજી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતા પધાર્યા અને કાઉસ ધ્યાને રહ્યા. ત્યાં પૂર્વભવના વિરી અને હાલમાં મેઘમાલી બનેલા કમઠાસુરે ઉપસર્ગ કર્યા અને ખૂબ પાણી વરસાવ્યું. આખી પૃથ્વી જલમગ્ન થઈ ગઈ. ભગવાનના કઠ સુધી જલ આવ્યું. આ વખતે ધરણેન્દ્ર નાગરાજ કે જેમને પૂર્વે કમઠના પચાગ્નિ યજ્ઞના કાષ્ઠમાંથી બહાર કઢાવી પાશ્વકુમારે નવકાર મંત્ર સભળ તે ધરણે અવધિજ્ઞાનથી નીચે પ્રસંગ જાણ પત્ની સહિત ત્યાં આવી પિતે કુંડલીરૂપ બની પ્રભુને, મણિરત્નમય સહસ્ત્ર ફણાથી ઉપર છત્ર બનાવ્યું અને ઉપસર્ગ નિવાર્યો. બાદ ત્યાં અહિચ્છત્રા નગરી વસાવી અને સાપ
જ્યાં જ્યાં ગયો તેવા આકારને કિલ્લે બનાવ્યો જે અત્યારે પણ તે જ દેખાય છે. ત્યાં શ્રી સંઘે પાર્શ્વનાથ ભગવાનનું ચય કરાવ્યું. ચંયની પૂર્વ દિશામાં સુંદર મીઠા જલના સાત કુંડ છે તેમાં વિધિપૂર્વક સ્નાન કરવાથી જેમના પુત્ર જન્મતાં જ મૃત્યુ પામતા હોય તેમના પુત્ર જીવે છે. ધાતુવાદીએ તેમાં સિદ્ધિઓ જુએ છે. તે લેવા ઘણા મિથ્યાત્વીઓએ પ્રયત્ન કર્યો પણ બધા નિષ્ફળ ગયા. આ નગરીમાં વા અને કૂવા મળી કુલ સવા લાખ છે. ભગવાનના હ્વણુ કરાવનારને કમઠ આજે પણ ઉપસર્ગ કરે છે. મૂલચત્યની નજીકમાં સિદ્ધક્ષેત્રમાં ધરણેન્દ્ર પદ્માવતીથી સેવિત પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય છે. કિલ્લાની નજીકમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂતિ સહિત સિદ્ધબુદ્ધથી યુક્ત હાથમાં આંબાની સુંવાળી અને સિંહવાહના અંબિકા દેવીની મૂર્તિ છે.
ચંદ્રના કિરણે સમાન ઉજજવલ જલવાળી ઉત્તરા નામની વાવ છે, તેમાં નાન કરવાથી કેઢીયાઓના કેઢ રેગ જાય છે. ધવતરી કૂવામાંથી પીળી માટીમાંથી ગુરુવચનથી સુવર્ણ નીપજે છે. બ્રહ્મકુડમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા રોગ જાય છે. અને કિન્નર જેવું સુંદર સ્વરૂપ થાય છે ત્યાં ઉપવનમાં બધાં વૃક્ષો ચદનન થાય છે. આ સિવાય અનેક પ્રકારની ઔષધિઓ પણ ત્યાં થાય છે. અજૈનેનાં પણ ત્યાં તીર્થો છે, પ્રસિદ્ધ કૃષ્ણર્ષિની જન્મભૂમિ છે પાર્શ્વનાથ ભગવાનના ચરણકમલથી પૂનત અતિશયથી પરિપૂર્ણ આ પ્રાચીન તીર્થ છે પ્રભુજીના મરણ માત્રથી ભવિકેના રોગ, શેગ, ભય નાશ પામી જાય છે. શ્રી જિનપ્રભસૂરિજીના સમયે આ તીર્થની ઉપર્યુક્ત સ્થિતિ હતી.
અહિચ્છત્રા નગરી માટે આવશ્યક નિર્યુક્તિમાં નીચે પ્રમાણે ઉલેખ મળે છે.