________________
-
-
-
-
-
-
ઇતિહાસ ]
: ૫૭ :
વીતશયપત્તન પર્વતે ચળકતા દેખાય છે તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મરમલા અને બીજી નાની ડુગરીઓ દેખાઈ આવે છે. તક્ષશિલાની પૂર્વ અને ઈશાન દિશાના વિભાગમાં તેમજ નિત્ય અને પશ્ચિમ તરફના ભાગમાં હંગરીઓની હાર આવેલ છે, જેમાંના પશ્ચિમ તરફના ભાગને હથી આળ કહેવામાં આવે છે. ડુંગરીઓનાં ઉત્તર તરફના વિભાગમાં હરે નદી નીકળેલી છે તેમજ દક્ષિણ તસ્ક્રના વિભાગમાં ઘણું ઊંડા ખાડાઓ અને પથરની નાની ટેકરીઓ આવેલ છે જેમાં પ્રાચીન સમયના રપ અને મઠા(વિહાર)ના અવશેષો મળી આવેલ છે. '
વર્તમાન સ્થિતિ રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે બાર માઈલના અંતર પર આવેલ શહારી નજીક તક્ષશિલા હતું એમ જનરલ કનિંગહામ જણાવે છે, અહી મેટી મૂનિઓ, હજારે સિક્કાઓ, ઓછામાં ઓછાં પંચાવન સ્તૂપ, અઠાવીશ મઠ અને નવ મદિરો જડ્યાં છે તે ઉપરાંત તક્ષશિલાનું નામ ધરાવતું એક તામ્રપરા અને ખરેષ્ટિ લિપિમાં કેતાએલ Vage (પાત્રવિશેષ) મળી આવેલ છે. આના ઉપરના ભાગ તક્ષશિલામાં તૈયાર થએલે હતા ( 0, A. R. S 11) આના માટે કેટલાક માઈલે સુધી લખાએલ છે જે હસન અબડલ સુધી જેવામાં આવી શકે છે હસન અબડલ એ પંજાબમાં અટક જિલ્લામાં આવેલ છે. આ ખંડેરે થોડા સમય પર ખેડવામાં આવ્યા હતા.
વીતભયપત્તન (ભેરા) - વીતભયપત્તન નગર જૈન આગમ પ્રસિધ્ધ પ્રચીન નગર છે. આ નગરીમાં અત્તિમ રાજર્ષિ મહારાજા ઉદાયન, પ્રભાવતી રાણે, વિન્માવી દેવકૃત અને કપિલકેવલી પ્રતિષ્ઠિત ભગવાન શ્રી મહાવીરદેવની પ્રતિમા હતી, જેમની ત્રિકાલ પૂજા, દર્શન આદિ રાજા અને રાણી નિરતર કરતાં હતાં આજે આ જેનશાસ્ત્ર પ્રસિદ્ધ વીતભયપત્તન નગર પંજાબમાં જેહમલ નદીના કિનારા પર દટાઈ ગયેલા નાના પહાડરૂપે નજરે પડે છે. મોટા મોટા મકાનના ખંડિયેરે નજરે પડે છે અને વરસાદની ઋતુમાં જમીનમાંથી સિક્કાઓ અને બીજી અનેક પ્રાચીન વસ્તુઓ ઉપલબ્ધ થાય છે.
આ નગરીના ઉદાયન રાજાએ તેમની રાણી પ્રભાવતી કે જે દેવ થઈ હતી તેના ઉપદેશથી પ્રતિબોધ પામી શ્રાવકના બાર વ્રત અને ત્યાર પછી દીક્ષા લીધી, પરંતુ દક્ષા લીધા પછી કઠોર તપશ્ચર્યા અને પરિષહેને શરીર સહન ન કરી શકર્યું અને
* વિઘમ્માલી દેવે એક મૂર્તિ બનાવી કબ્લિકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી વીતમયપત્તન મોકલી હતી. આ મૂર્તિનું પાછળથી ચંપ્રદ્યોતે દાસી સહિત અપહરણ કર્યું હતું. આ ભૂલ મૂર્તિ તો અવનિત જ રહી હતી અને નવીન મૂર્તિ તેણે વીતમયપત્તનમાં મૂકી હતી તેની પ્રતિષ્ઠા પણ કપિલકેવલીએ કરી હતી. મૂર્તિ રાજા કુમારપાલ કઢાવશે એ ઉલ્લેખ બ્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર દશમા પર્વમાં છે. આજે તે બન્ને મૂર્તિઓને પત્તો નથી.